Stories

જાણો મહિલાએ બ્રેસ્ટ કાપીને અધિકારીને ચૂકવ્યો ટેક્સ, અહીં આપવા પડે છે અજીબ ટેક્સ

  એક ફેબ્રુઆરીએ દેશનું બજેટ જાહેર થવાનું છે. બજેટ કેવું હશે અને સામાન્ય લોકો ઉપર ઓછો બોજ પડે તેવા મુદ્રાઓ…

 

એક ફેબ્રુઆરીએ દેશનું બજેટ જાહેર થવાનું છે. બજેટ કેવું હશે અને સામાન્ય લોકો ઉપર ઓછો બોજ પડે તેવા મુદ્રાઓ ઉપર ચર્ચા થઇ રહી છે. પરંતું એક સમય હતો જ્યારે દુનિયામાં એવા અજીબોગરીબ ટેક્સ લગાવવામાં આવતાં હતાં, જે આજે લાગૂ પાડવામાં આવે તો હંગામો થઇ જાય. જોક, થોડાં એવા ટેક્સ આજે પણ લાગૂ પડે છે જે ચોંકાવનાર છે. આજે આ લેખમાં તમે જાણો થોડાં આવા જ અજીબોગરીબ ટેક્સ વિશે….

સેક્સ ટેક્સઃ-

ક્યારેય સેક્સ ટેક્સ વિશે સાંભળ્યું છે. જર્મનીમાં સેક્સ ટેક્સ જેવા કાનૂન બનાવવામાં આવ્યાં છે. અહીં પ્રોસ્ટિટ્યૂશન લીગલ છે. 2004માં આ કાનૂનને બનાવવામાં આવ્યો. જેમાં દરેક પ્રોસ્ટિટ્યૂટે દર મહિને 150 યૂરો આપવા પડતાં હતાં. આ સેક્સ ટેક્સના લીધે અહીં એક વર્ષમાં 1 મિલિયન યૂરોની આવક થાય છે.

ગાયનો ટેક્સઃ-

ગાય ઉપર ટેક્સ તે કોઇપણ ભારતીય માટે થોડું અજીબ લાગી શકે છે. પરંતુ યૂરોપીન યૂનિયનનું માનવું છે કે ગાયના ગેસના કારણે ગ્લોબલ વોર્મિંગ થઇ રહી છે. એક અભ્યાસ પ્રમાણે ગાય લીલા ઘાસને પચાવવા માટે તે વાગોળે છે અને આ સમયે તે મિથેન ગેસ છોડે છે. યૂરોપની ગ્રીનહાઉસ ગેસમાં તેનો ભાગ લગભગ 18 ટકા છે. લોકો ગાયને પાળવા વિશે વિચારે એટલાં માટે ઘણાં યૂરોપીયન શહેરોમાં ગાયને પાળવા ઉપર ટેક્સ લગાવવામાં આવે છે. ડેનમાર્કમાં એક ગાય ઉપર લગભગ 7400 રૂપિયાનો ટેક્સ લાગે છે.

બ્રેસ્ટ ટેક્સઃ-

બ્રેસ્ટ ટેક્સ, આ સાંભળવામાં થોડું અજીબ લાગે છે પંરતું ઇતિહાસ જાણશો તો ખબર પડશે કે દક્ષિણ ભારતના સ્ટેટ ઓફ ત્રાવનકોરમાં મહિલાઓ ઉપર બ્રેસ્ટ ટેક્સ લગાવવામાં આવે છે. જેમાં બ્રેસ્ટ માપીને તેના પ્રમાણે ટેક્સ કલેસ્ટર્સ ટેક્સ વસૂલ કરતાં હતાં. 19મી સદીના શાસકોએ આ નિયમ બનાવ્ય હતો કે નિમ્ન જાતિની મહિલાઓ પોતાના તનને ઉપરથી ઢાંકી શકતી નથી. જો કોઇ મહિલા પોતાના શરીર ઉપર કંઇ ઢાંકે છે તો તેણે ટેક્સ આપવો પડશે. અહીં એક બહાદુર મહિલા નાંગેલીના બલિદાનના કારણે આ પ્રથા બંધ થઇ. આ મહિલાએ પોતાના તનને ઢાંક્યું અને ટેક્સ લેનાર અધિકારીને પોતાના બ્રેસ્ટ કાપીને ટેક્સ સ્વરૂપે આપ્યાં. નાંગેલીની મૃત્યુ થઇ ગઇ, પરંતું તેના પછીના દિવસેથી જ ત્રાવનકોરના મહારાજે આ ટેક્સ હટાવી દીધો.
ટૈટૂ ટેક્સઃ-

અમેરિકાના અરકાનસાસમાં ટૈટૂ કરાવનાર ઉપર પણ ટેક્સ લગાવવામાં આવે છે. વર્ષ 2005માં સરકારે ટૈટૂ કરાવનાર અને બોડી પિયરસિંગ સર્વિસ ઉપર 6 ટકા ટેક્સ લગાવ્યો છે.
યૂરિનલ ટેક્સઃ-

યૂરિનલ ટેક્સ રેવેન્યૂ કલેક્ટ કરવાની એક રીત હતી. રોમના રાજા વેસ્પેશને આ ટેક્સ લગાવ્યો હતો. પરંતું તેના દીકરા ટાઇટસે તેનો વિરોધ કર્યો. તેનું કહેવું હતું કે યૂરિનલ ઉપર ટેક્સ લગાવવો ખોટો છે. તેણે પોતાના પિતાને કહ્યું કે યૂરિનલ ઉપર ટેક્સના પૈસામાંથી વાંસ આવે છે.
દાઢી રાખનાર ઉપર ટેક્સઃ-

1705 માં રૂસી રૂલર પીટર ધ ગ્રેટે દાઢી ટેક્સ લાગૂ કર્યો. તે યૂરોપના ક્લીન શેવવાળા કલ્ચરની નકલ કરવા માંગતો હતો. એવામાં જે લોકો દાઢી રાખતાં હતાં તેમના ઉપર ટેક્સ લગાવવામાં આવતો હતો. દાઢી રાખનાર લોકોએ પોતાની પાસે એક ટોકન રાખ્યું હતું, જે આ વાતની સાબિતી આપતું હતું તે તેમણે ટેક્સ ભરી દીધો છે. લોકો દાઢી રાખવાનું ટાળે એટલાં માટે ટોકન ઉપર એવું પણ લખવામાં આવતું હતું કે દાઢી રાખવી એક બોજ છે.

તાશના પત્તા ઉપર ટેક્સઃ-

અમેરિકાના અલાબામામાં તાશના પત્તા ખરીદવા અને વેંચવા ઉપર ટેક્સ લાગતો હતો. ખરીદનારને દરેક ડેક ઉપર 10 સેન્ટ ખર્ચ કરવાના હોય છે ત્યાં જ વેંચનારને 1 ડોલરનો ટેક્સ આપવો પડે છે. આ સિવાય વેંચનારને 3 ડોલરનું લાઇસેન્સ પણ ખરીદવું પડે છે.

(source :divyabhaskar )

loading...
Related Articles