Stories

૫દ્માવત વિવાદ : સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીશુ – CM : રાજકોટમાં ચક્કાજામ…

ગુજરાત સહિત દેશભરમાં સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મપરનો પ્રતિબંધ હટાવી દીધો. ત્યારે આ મામલે CM વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે…

ગુજરાત સહિત દેશભરમાં સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મપરનો પ્રતિબંધ હટાવી દીધો. ત્યારે આ મામલે CM વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે, હજુ ચુકાદો આવ્યો છે, બધાને ખ્યાલ છે અમે તો સૌપ્રથમ તેના ઉ૫ર પ્રતિબંધ મુકેલો જ છે. અમે સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીશુ.

બીજી તરફ સુપ્રીમ કોર્ટે પદ્મવાત ફિલ્મ પરનો પ્રતિબંધ ભલે હટાવ્યો હોય.પરંતુ રાજપૂત સમાજ હજુ ફિલ્મ રિલિઝ ન થવા દેવાના મુડમાં છે. ત્યારે રાજકોટમાં રાજપૂત સમાજના 50 થી વધુ યુવાનોએ બાઈક રેલી યોજી હતી. શહેરના કિશનપરા ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજીને ચક્કજામ કરી દેખાવ કર્યા હતા. અને જો ફિલ્મ રિલીઝ થશે તો સિનેમાઘરોને આગ ચાંપવાની ચીમકી ઉચ્ચારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ૫દ્માવત ફિલ્મના રિલીઝ ઉ૫ર રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડીને પ્રતિબંધ ફરમાવ્યો છે. ચૂંટણી ૫હેલા લેવાયેલા આ ૫ગલા બાદ તાજેતરમાં જ ફરી વખત વિવાદ શરૂ થયો ત્યારે ૫ણ મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં આ ફિલ્મના રિલીઝ ઉ૫ર પ્રતિબંધ હોવાની વાત દોહરાવવામાં આવી હતી.

(Source by : gandhinagarmetronews )

loading...