Stories

આજની પેઢી પાસે શું નથી ?. દરેક માતાપિતા એ સમજવા જેવી વાત..

*આજની પેઢી પાસે શું નથી ?* *એમની બુદ્ધિ…* *ભલભલાને પાણી પીવડાવે એવી!* *એમને મળતી સગવડો…* કેટલી બધી ! *જ્ઞાન મેળવવા…

*આજની પેઢી પાસે શું નથી ?*

*એમની બુદ્ધિ…*
*ભલભલાને પાણી પીવડાવે એવી!*

*એમને મળતી સગવડો…*
કેટલી બધી !

*જ્ઞાન મેળવવા માટેના રિસોર્સ…*
ઢગલાબંધ !

*ફેમિલીનો સહકાર…*
સતત !

અરે !
*એમ કહું તો ચાલે કે*
*માતા-પિતા એમના પ્રોગ્રામ કે ટાઈમટેબલને પ્રાયોરિટી આપે..*.
અને,
પછી જ પોતાનો કોઈ *પ્રોગ્રામ બનાવે !!*

*સુખ સગવડના સાધનો ?*
એના વગર તો જીવાય જ કેમ !

*ખુદ માતા કે પિતા જુનો ફોન વાપરે,*

*સ્કૂટર જુનું થયું હોય તો ચલાવી લે…*
પણ,
*દીકરાને બાઈક કે દીકરીને સ્કૂટી તો નવું જ અપાવે !!*

*ટ્યુશન…
*સ્કુલની મોટી ફી દેવું કરીને પણ અરેન્જ કરી આપે !*

અને,
*છતાં આજની પેઢી,
આજનો યુવાન કે *યુવતીના ચહેરા પર કોઈ ખુશી કેમ નથી ?*
આ પેઢી ઉદાસ કેમ છે ??

*૪૦-૫૦ વર્ષ કે એથી મોટી વયના લોકોને યાદ હશે કે*
*માતા-પિતાને ખબર પણ ના હોય કે..* *પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે !*

અરે,
*આજે સ્કુલમાં સાહેબે તમને બોલાવ્યા છે, એવું પિતાજીને કહેવામાં પણ ડર લાગતો !*

કારણકે –
*આપને જ કોઈ ભૂલ કરી હશે…*
અને,
ફરિયાદ કરવી હશે…
*- એમ માની પપ્પાના હાથનો લાફો પહેલાં પડી જતો !*

અને,
*“ભણે છે તો શું થયું ?*
*બજારનાં નાનાં-મોટાં કામ તો તારે જ કરવાના.*

અથવા,

*દીકરી હોય તો ઘરનાં કામ, !*
*આવો સંવાદ દરેકના જીવનમાં થયો હશે..*

*અરે ભલું હોય તો -*
*પપ્પાની દુકાન સંભાળવા પણ જવું પડતું*

*લેસન કરવાની જવાબદારી તો આપણી જ !*

*એના માટે કોઈ સ્પેશિયલ સમય નહોતો ફાળવાતો…*

*અને ટ્યુશન ?*

*એ શું વળી ?*

*સ્કુલમાં ઢોર ચારે છે..*.
*તો તારે ટ્યુશન રખાવવું પડે ?”*
*આ ડાયલોગ પણ ઘણાં બધાએ સાંભળ્યો હશે!*

અને,
*ટ્યુશન રખાવનાર બાળક સહુથી ડફોળ ગણાતો…*

*એટલે જો શિક્ષક બાળકને ટ્યુશન રખાવવાનું કહે…*
તો –
*બાળકને અને વાલીને ડૂબી મરવા જેવું લાગતું !!*

છતાં ચહેરા પર ખુશી કેટલી હતી !

*કોઈ બોર્નવીટા કે હોર્લીક્સ વાળું દૂધ નહોતું મળતું…*

અને,
*છતાં એ વખતે પણ હાઈટ વધતી હતી…*
અને,
*શક્તિ અત્યારના બાળક કરતાં વધુ રહેતી !*

*સ્કુલેથી આવી દૂધ પીને સીધા ગલીમાં કે પોળમાં રમવા જતા રહેવાનું…*
અને,
*માટીમાં રમીને ધૂળવાળા થઈને પાછા આવવાનું…*
અને,
*કેટલો સંતોષ !*

*ક્યારેય આપણને એ માટીમાં રમવાથી ઇન્ફેકશન નહોતું થતું !*

*થોડો તાવ આવતો તો -*
*ઉકાળાથી જ મટી જતો !*

વળી,
*ઘરમાં પિતાને પણ ખબર ના પડતી…*

*અત્યારની જેમ કોઈ ખોટાં લાડ નહિ…*
અને,
*છતાં બધાં જ બાળક ખુશ રહેતાં !*

*કોઈના જીવનમાં -*
*કોઈ ટેન્શન નહીં…*

*અને હા,
*ખાલી એ દિવસ થોડો ટેન્શન વાળો જાય…*
**જ્યારે રિઝલ્ટ પર પપ્પાની સહી લેવાની હોય*

અને,
*રીઝલ્ટ ખરાબ હોય…*
પણ,
*પપ્પા લડે કે એકાદ લાફો મારી દે…*

તો –
*૧૦ મીનીટમાં ભૂલી જવાનું !*

*એ મારા પપ્પા કે મમ્મી છે…*
*મારે પણ ખરાં !*

અને અત્યારે ?

*માતા-પિતાથી બાળકને ઉંચા અવાજે બોલાય પણ નહીં…*

*બાળકનું ધાર્યું ના થાય તો -*
એ ડીપ્રેશનમાં જતું રહે !

*શિક્ષક એને વઢી ના શકે…*
*તો મારવાની વાત જ ક્યાંથી ?*

*દરેક બાળક ભીડ વચ્ચે એકલતા અનુભવે છે…*

*પોતાની જીદ પૂરી ના થાય તો -*
ડીપ્રેશન આવી જાય !

*અને એટલી હદે કે -*
*બાળક આત્મઘાતી પગલું ભરતાં પણ વિચાર નથી કરતું !!*

*અત્યારનાં દરેક માતા-પિતા મારી સાથે સહમત થશે કે…*

*આપણે એને પૂછીએ કે* –
*બેટા, ક્યાં જાય છે ?*

તો જવાબ આ જ હોય કે –
“ બહાર જઉં છું. “

*કોઈ વાતનો સીધો જવાબ નહિ…*
અને,
*છતાં માબાપથી કશું કહેવાય નહી !*

*બસ,
*સમસમીને બેસી રહેવાનું…*

*ક્યાં લઇ જઈ રહ્યા છીએ આપણે આપણી આ નવી પેઢીને ?*

*પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણને એક ઊંડા કૂવામાં ધકેલી રહ્યું છે…*
– એનું ભાન છે ?

*પાણી માગે તો -*
*દૂધ હાજર કરી દેનારા માતા-પિતા સમજતા કેમ નથી કે -*
એ પોતાના જ બાળકને પાંગળું બનાવી રહ્યા છે !

*થોડું પણ ‘સ્ટ્રેસ’ ના આપવું…*
એ આપણો ‘પ્રેમ’ હોઈ શકે…

પણ,
*એનાથી એ બાળક ભવિષ્યમાં આવનારા સ્ટ્રેસને હેન્ડલ નહિ કરી શકે !*

*કાં તો ડીપ્રેશનનો ભોગ બનશે…*
અથવા તો –
*આત્મઘાતી પગલું ભરશે…*
– એ કેમ નથી વિચારતા, ?

*‘ના’ સાંભળવાની આદત નહિ હોવાને કારણે -*
ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એને ‘ના’ કહેશે…
તો –
એને પોતાનો ‘અહમ’ ઘવાશે…

અને,
*ના કરવાનું કરી બેસશે એનું શું ?*

*વસ્તુઓ માગ્યા પહેલાં જ મળી જતી હોય..*.

એને પછી –
*ભવિષ્યમાં ધીરજ રહેશે ખરી ?*

*તમારું બાળક તમને ઈમ્પોર્ટન્ટ છે…*

*એટલું જ મહત્વનું સમાજમાં પગ મુકશે ત્યારે બધા ગણશે એને ?*

*એ સ્વાર્થી બનીને કોઈને ગણે જ નહિ અને છતાં આપણા તરફથી જે વાત્સલ્ય એને મળે છે,*
*એવું જ વ્હાલ એને સમાજમાંથી નહિ મળે*
(કારણકે સામેની વ્યક્તિ પણ આવી રીતે ઉછરેલી વ્યક્તિ હશે ને !)

*ત્યારે શું થશે એનો વિચાર કર્યો કોઈ દિવસ ?*

ચાલો,

*આજે નવાવર્ષના દિવસે થોડું આપણે સુધારવાનો નિર્ણય લઈએ*

*આપણે આપણા બાળકને ‘સામાન્ય’ દેખાતા…*

*પરંતુ,
*ભવિષ્યમાં થનારા મોટાં જોખમો સામે રક્ષણ આપનારા ગુણો શીખવાડીશું.*

એના માટે માતા-પિતાએ થોડું કઠોર બનવું પડશે !

*જો હીરાને ઘસવાવાળી પોલિશ કરવાવાળી એમ્રી થોડી કઠોર અને કર્કશ નહિ હોય…*

તો –
*હીરાની કિંમત નજીવી બની જશે !*
કેમકે –
*એ પોલીશ જ નહિ કરાયેલો હોય એટલે !*

*દિલમાં દુ:ખ તો થાય…*

છતાં પણ બાળકને ધીરજ,
*‘ના’ સાંભળવાની ટેવ,*
મોટાઓનો આદર કરવાની ટેવ
અને,
*પ્રોબ્લેમ સોલ્વ કવાની કેપેસીટી…*
આ બધું જ શીખવાડવું પડશે.

*દુનિયા ક્યારેય એટલી નવરી નથી કે -*
તમારા બાળકની સતત ઢાલ બનીને રહે !

જો આ ગુણો એનામાં આવશે…
તો – ફક્ત હેપ્પી ન્યુ ઈયર નહિ…
પણ,
આપણી અને એમની લાઈફ પણ ‘હેપ્પી’ બની જશે !!

થોડી ભાષા કઠોર વાપરી છે…
પણ,
*એ અમારી આજની યુવાપેઢી વિશેની ચિંતા છે…*
તો એને ‘ક્ષમ્ય’ ગણશો!
*આ બધું બરાબર**વાંચીને સમજીને જો જીવનમાં કઈક ફેરફાર કરશો તો ચોક્કસ ફાયદો થશે જ*

 

આવી જ બીજી ઘણી સારી પોસ્ટ વાંચવા માટે પેજ લાઈક કરો. ગમે તો શેયર જરૂર કરજો.

loading...