Stories

આંખ થી આત્મા સુધી

……અચાનક જ વૃદ્ધા આશ્રમ જવાનું થયું હું ત્યાં છાંયડા મા એક બાંકડે બેઠો હતો ત્યાં એક ઘરડા બા આવ્યા. આવતા…

……અચાનક જ વૃદ્ધા આશ્રમ જવાનું થયું હું ત્યાં છાંયડા મા એક બાંકડે બેઠો હતો ત્યાં એક ઘરડા બા આવ્યા. આવતા જ મારે માથે હાથ ફેરવ્યો .હું બહુ લાગણીશીલ થયો.એમની આંખો મા ખૂબ સ્નેહ દેખાતો હતો. હું કઈ બોલુ એ પહેલા જ આ બોલી ઉઠ્યા તારો ચહેરો સેમ મારા છોકરા જેવો લાગે છે.
બા ના હાથ દૃજતાં હતા આશરે પાંસઠ 65 થી વધુ ઉમર ના દેખતા હતા મારા થી રેહવાયું નહિ મે પુછ્યું કેમ તમારો છોકરો ક્યા છે.

બા એતો અમેરિકા સેટલ થઈ ગયો. તો તમે અહી કેમ ?

અરે મારું ત્યા કોઈ કરવા વાળુ તો હોવું જોઈએ પણ બહુ ડાહ્યો છે મહીના મા એકાદ ફોન કરી મારા તબિયત પાણી તો પૂછી જ લે. એવામા મારો ફોન વાગ્યો મે બાને મળતા રહેવાનું વચન આપ્યું મારો નંબર આપ્યો અને રજા લીઘી…

વાત્ત ને બે દિવસ વીતી ગયા જોગાનુજોગ એક સાંજે આશરે સાત 7 વાગ્યે આસપાસ મારું બાઈક બગડતા મે એક મંદિર માં બાઈક મૂકી. રિક્ષા ની રાહ જોતો હતો ઘર થોડું દૂર હતુ. દશ 10 મિનિટ પછી રિક્ષા આવી.

ઘર તરફ જતા રસ્તે રિક્ષા વાળા ભાઇ જોડે જોડે અમિતાભ બચ્ચન પર વાત્ત ચાલતી હતી એવમાં ભાઇ નો ફોન રણક્યો.

ફોન પત્યા પછી ભાઇ એ મારી જોડે માફી માગતા કહ્યું – મારા બા ની તબિયત બહુ બગડી છે મારે હાલ જ ઘરે જવુ પડશે સોરી સાહેબ હું આગળ નહિ આવી શકુ.

ખરેખર કહુ આ વાત્ત દિલ મા બહુ ઊંડે સુધી ગઈ
” તમારા મા જો પ્રેમ અને સ્નેહ જીવે છે તો તમે જે કંઈ પણ છો તમે બહુ સુંદર છો તમારી જિંદગી બહુ સુંદર છે
જો તમારા મા પ્રેમ અને સ્નેહ નથી તો તમે બધુ જ હોવાં છતાં તમે શુંન્ય છો…

આવી જ બીજી ઘણી સારી પોસ્ટ વાંચવા માટે પેજ લાઈક કરો. ગમે તો શેયર જરૂર કરજો.

loading...