Stories

જાણો શ્રીદેવીનો પીએમ રિપોર્ટ, પ્રાથમિક અહેવાલ પ્રમાણે

શ્રીદેવીના અંતિમ દર્શન માટે બોલિવૂડ અને ચાહકો રાહ જોઈ રહ્યાં છે. ભારતની ખાનગી ચેનલના પ્રાથમિક અહેવાલ પ્રમાણે શ્રીદેવીનો પોસ્ટ મોર્ટમ…

શ્રીદેવીના અંતિમ દર્શન માટે બોલિવૂડ અને ચાહકો રાહ જોઈ રહ્યાં છે. ભારતની ખાનગી ચેનલના પ્રાથમિક અહેવાલ પ્રમાણે શ્રીદેવીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં લોહીમાં ઝેરના કોઇ અંશ નથી, શ્રીદેવીનું નિધન હાર્ટ એટેકને કારણે જ થયું છે. રિપોર્ટ હજી સુધી પોલીસને આપવામાં આવ્યો નથી. આ રિપોર્ટ પોલીસને આપ્યા બાદ જ શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે.
Sridevi

પરિવારને સોંપાશે પાર્થિવ દેહઃ

રિપોર્ટ્સ આવ્યા બાદ પરિવારને શ્રીદેવીનો પાર્થિવ દેહ આપવામાં આવશે. અનિલ અંબાણીના પ્રાઈવેટ જેટમાં શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત મોડી સાંજ સુધીમાં આવી જશે, તેવી શક્યતા છે. મુંબઈના વર્સોવામાં બોની કપૂરના બંગલામાં અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી રહી છે. અંતિમ સંસ્કાર વીર્લે પાર્લેમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શનિવાર(24 ફેબ્રુઆરી)ના રોજ દુબઈમાં કાર્ડિયક એરેસ્ટથી નિધન થયું હતું. શ્રીદેવીની અંતિમ ઈચ્છા પ્રમાણે, વિદાયમાં તમામ વસ્તુઓ સફેદ રંગની રાખવામાં આવી છે.

દરેક વસ્તુ સફેદ રંગનીઃ
મુંબઈમાં શ્રીદેવીની અંતિમ વિદાયની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. શ્રીદેવીનો ફેવરિટ રંગ સફેદ હતો. તે હંમેશા પરિવાર અને નિકટના સભ્યોને કહેતી હતી કે તેના અંતિમ સમયે બધુ જ સફેદ રંગનું હોય. આથી જ અંતિમ યાત્રામાં દરેક વસ્તુઓ સફેદ રંગની રાખવામાં આવી છે. ઘરના પડદા પણ સફેદ રંગના લગાવવામાં આવ્યા છે. ફૂલો પણ સફેદ મંગાવવામાં આવ્યા છે.

બે દિવસ રૂમની અંદર જ હતીઃ

આટલું જ નહીં હોટલ સ્ટાફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શ્રીદેવી બે દિવસ સુધી હોટલની બહાર નીકળી નહોતી. તે રૂમની અંદર જ રહી હતી. પીએમ રિપોર્ટ હજી સુધી કેમ નથી આવ્યો તેને લઈને પણ આશંકા કરવામાં આવી રહી છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઈથી બપોરના નીકળશે અને સાંજે ભારત આવે તેમ માનવામાં આવી રહ્યું છે.

પોસ્ટમોર્ટમ પૂર્ણઃ

શ્રીદેવીનું કુદરતી મોત હતું તેમ છતાંય પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પરિવારને પાર્થિવ દેહ સોંપ્યા બાદ પ્રાઈવેટ જેટમાં શ્રીનો પાર્થિવ દેહ ભારત લાવવામાં આવશે. ભારતમાં આવ્યા બાદ શ્રીદેવીનો પાર્થિવ દેહ અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે.

24મીના રાતના 11 વાગે થયું નિધનઃ
શ્રીદેવીએ દુબઈના અમીરાત ટાવરમાં અંતિમ શ્વાસ લીધા હતાં. રાતના 11 વાગે શ્રીદેવી બાથરૂમમાં ચક્કર આવવાથી પડી ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક રાશિદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ શ્રીદેવીનું નિધન થઈ ચૂક્યું હતું. ત્યારબાદ શ્રીદેવીના પાર્થિવ દેહને ફોરેન્સિક એક્સપર્ટ્સને સોંપવામાં આવ્યો હતો અને સોનાપુરમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમ કર્યાં બાદ શ્રીનો પાર્થિવ દેહ અલ Qusais માં રાખવામાં આવ્યો હતો.

(Source :divyabhaskar )

loading...