Stories

મહેનતની કમાણીથી ખરીદેલું બાઇક ‘પદ્માવત’નાં જોહરમાં હોમાયું, યુવક રડી પડ્યો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજપૂત સમાજ ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો અમદાવાદ શહેરમાં પણ વિરોધનો સૂર ઊભો થયો…

ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજપૂત સમાજ ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો અમદાવાદ શહેરમાં પણ વિરોધનો સૂર ઊભો થયો છે. અમદાવાદમાં ક્યાંક કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાએ થિયેટર્સમાં તોડફોડ કરવાના બનાવો બની રહ્યા છે.માત્ર 1 કલાકનાં સમયગાળામાં અમદાવાદનાં 4 મોલમાં તોડફોડ કરવામાં આવી હતી. થિયેટરો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમા અમદાવાદ મોલ (આલ્ફા વન મોલ)માં પણ આગચંપી કરવામા આવી હતી. જેમા એક વ્યક્તિનું મહેનતની કમાણીથી ખરિદેલું બાઇક પણ સળગી ગયું હતું.

એક સામાન્ય વ્યક્તિની વર્ષોની કમાણી ગણતરીની મીનીટોમાં જ સ્વાહા થઇ ગઇ હતી. આ વ્યક્તિ પોતાની બાઇકને સળગતા દેખી રહ્યો હતો અને ચોમેર આંશુ વહાવી પોતાનાં નસીબને કોષી રહ્યો હતો. આમ અમદાવાદનાં નિર્દોષ લોકો પદ્માવત ફિલ્મનાં જોહરમાં હોમાઇ ગયા છે.500 થી વધારે લોકોના ટોળું એ,.જી હાઇવે પર આવેલા PVRસિનેમામાં તોડફોડ કરી છે. અનેક વાહનોને તોડફોડ કરવામાં આવી છે. થલતેજથી ઇશ્કોન સુધીનો રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યુ છે. PVRસિનેમા પર ટોળાએ પથ્થરમારો કરી કાચ તોડીને નુકશાન કરવામાં આવ્યું છે.

ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કફલો પહોચીને મામલો શાંત કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે. ગુરુકુળ રોડ પાસે આવેલા હિમાલય મોલમાં પણ આગચંપી કરવામાં આવી છે. વસ્ત્રાપુર પાસે આવેલા આલ્ફા વન મોલમાં પણ આગચંપીનો બનાવ બન્યો છે.આગચંપીને કારણે ફાયરબ્રિગેડ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અનેક જગ્યાએ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સિનેમાઘરમાં ટોળાઓ વિરોધ કરીને પથ્થરમારો તેમજ આગચંપી અને તોડફોડ કરવામાં આવી રહ્યો છે,મહત્વનું છે, કે અમદાવાદ પોલીસ કમીશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડી અમદવાદના તમામ મલ્ટીપ્લેક્ષને પોલીસ સુરક્ષા આપવામાં આવી હોવા છતા પણ મોડી રાત્રે પદ્માવત દ્વારા વિરોધની આગ સમગ્ર અમદાવાદને ભડકે બાળી રહી છે.

નીતિન પટેલે કહ્યું છે કે, ‘આ લોકોને ભયભીત કરવાનું ષડયંત્ર છે. હિંસાને કોઈ પણ રીતે ચલાવી લેવાશે નહીં. જે પણ પકડાશે તેને બક્ષવામાં નહીં આવે. નાગરિકોને નુકસાન પહોંચાડનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ ફિલ્મ બતાવવામાં નહીં આવે. તેમ છતાં સિનેમા ગૃહની બહાર પૂરતો બંદોબસ્ત છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા જણાવ્યું છે કે જે લોકોના બાઈક સળગાવવાનું અને તોડફોડ કરનારા તત્વો સામે આકરાં પગલાં લેવાશે. કરણી સેના દ્વારા નહીં પણ અન્ય તોફાની તત્વો દ્વારા આ તોડફોડ કરવામાં આવી છે. તોડફોડ કરનારા 10 લોકોની ઓળખાણ થઈ ગઈ છે જેની પોલીસે ધરપકડ કરી. થિએટર માલિકોને પૂરતી સુરક્ષા અપાશે.

ફિલ્મના વિરોધમાં થિયેટર્સને તો નિશાનો બનાવવામાં આવ્યા સાથે સાથે મોલ તેમજ થિયેટર્સ નજીક આવેલી બેંકોના એટીએમમાં પણ તોડફોડ કરવામાં આવી.
(Source by :gujratkhabar )

loading...