Stories

… ને ડાયરીના છેલ્લા પાને લખ્યું હતું કે, “Dont Worry , હું છું ને તમારી સાથે !!”

Dont Worry , હું છું ને તમારી સાથે !! “અરે, ઓ ડોસી, આજે રવિવાર છે, શું આમ રોવા મંડી પડી,…

Dont Worry , હું છું ને તમારી સાથે !!

“અરે, ઓ ડોસી, આજે રવિવાર છે, શું આમ રોવા મંડી પડી, આજે તો મજાનો દિવસ છે, લે આ જો મેં તારા માટે તારી મનપસંદગીની આદું અને તુલસીનાં પાન વાળી ચા બનાવી છે લે” ચા નો મોટો કપ આપતાં રમેશભાઈએ કહ્યું.

“ખરેખર હું ખુબ જ ખુશનસીબ છું, તમારા જેવા અપાર પ્રેમ આપનાર ને પરણી છું, લાગતું નથી કે આપણે વૃધ્ધાવસ્થામાં છીએ” ભારતી બહેને ચાનો કપ લેતાં કહ્યું.

અરે, એસે બુઢ્ઢા મત બોલ, અભિ તો મેં જવાન હું મેરી રાની” રમેશભાઈ હસતાં હસતાં સ્વરોમાં આ રમુજ ડાયલોગ બોલી નાંખ્યો.

“બસ, હવે આ ફિલ્મી ડાયલોગ હવે, સારા ના લાગે, આપણી ઉંમર થઈ હવે, ક્યારે યમરાજનું તેડું આવી જાય એ નક્કી નથી” ભારતીબેન લાગણીશીલ હોવાથી ભાવુક થઈ ગયાં.

“અરે, મરે આપણાં દુશ્મન, આપણી જોડી અને આપણાં પ્રેમને જો તો ખરી, કોઈ અલગ ના કરી શકે સમજી, અને હા, હું તો આ યમરાજને પણ કહીશ કે હજી થોડો સમય મને ભારતી સાથે કાઢવાં દે” રમેશભાઈ એ ભારતી બહેનનો હાથ પકડી ને કહેવાં લાગ્યાં.

“એમ કંઈ યમરાજ માનશે ખરા! શું તમે પણ? કોઈ એ સાચું જ કહ્યું છે “બાળકો અને ધરડાં નાં વિચારો સરખા જ હોય છે” ભારતીબહેને ચાનો કપ પૂરો કરતાં કહ્યું.

“અરે, એના પપ્પા પણ માનશે, પણ મને એ કહે કે તું આજે સવાર સવાર માં રોવા કેમ માંડી?” રમેશભાઈએ કૉલર ઉંચો કરી પૂછ્યું.

“આજે મને આપણાં બંન્ને બાળકો હિરેન અને સંદિપ યાદ આવી ગયાં.” ભારતીબહેનનો સ્વરમાં થોડી ભિનાશ આવી ગઈ.

ચાલ, બસ, હવે શું તું પણ કોને યાદ કરી નાંખ્યાં, એવા બાળકો જે આજદિન સુધી આપણને જોવા પણ નથી આવ્યાં” રમેશભાઈ એ રોષ ઠાવલતાં કહ્યું.

“ગમે તે હોય, “પુત્ર કપુત્ર થઈ શકે પણ માવતર કદી કમાવતર ન થાય”, હું તો દરરોજ યાદ કરું છું, ખાસ કરીને આ રવિવારે, સવારથી બંન્નેમાંથી એકનો ફોન આવશે એ વિચારોમાં ખોવાયેલી રહું છું,” ભારતીબહેનની આંખમાંથી ન કરતાં આંસું નિકળી ગયાં.

“આજે કેટલાંય વર્ષો થયાં, આજદિન સુધી માં-બાપની તબિયત પૂછવાં પણ ફોન નથી કર્યો, કે જોવા નથી આવ્યાં, શું ખાખ ફોન કરવાનાં, ન જાણે આપણાં મર્યા પછી આવશે કે કેમ? રમેશભાઈનાં ચહેરાં ઉપર થોડો ગુસ્સો સાફ દેખાતો હતો.

“આપણે બંન્ને ખુશ છીએ, બસ, હવે, આ કાનજીની મહેરબાની છે, તું હવે, એ તારા દિકરાંઓની ચિંતા ના કર, એ એમની જીંદગીમાં વ્યસ્ત હશે.” રમેશભાઈ એ ભારતીબહેનને સમજાવતા કહ્યું.

વાત, જાણે એમ હતી કે આજથી વર્ષો પહેલાં રમેશભાઈ અને ભારતીબહેન હિંદું વિધિ મુજબ સાદાઈથી મંદિરમાં લગ્ન કર્યાં હતાં, કારણ કે બંન્નેનાં સગાવાહલાં ફક્ત નામશેષ હતાં, અને રમેશભાઈની નજીવાં પગારની નોકરી હોવાને લીધે બંન્ને એ ખુબ જ સાદગીથી લગ્ન કર્યાં, લગ્નનાં ચાર વર્ષને અંતે બે દિકરાં હિરેન અને સંદિપ અવતર્યા હતાં, રમેશભાઈ ખુબ જ કરકસરથી જીવી બંન્ને દિકરાંનાં ભવિષ્યની ચિંતા કરી થોડાં થોડાં પૈસા નૌ બચાવ કરતાં તેમજ ભારતીબહેન પણ લોકોનાં ધરકામ કરી બંન્નેને ખુબ જ લાડકોડથી મોટા કર્યાં હતાં, બંન્ને ભણવામાં હોશિયાર હોવાથી સારું એવું ભણી ચૂક્યાં હતાં , બંન્ને નાં હાથમાં માસ્ટર ડિગ્રી હતી, રમેશભાઈ અને ભારતીબહેનને ગર્વ હતો બંન્ને દિકરાં આજે ખુબ જ ભણ્યાં-ગણ્યાં, રમેશભાઈની ઈચ્છા હતી કે તેમનાં બંન્ને દિકરાંને સારી નોકરી મળી જાય ત્યારબાદ બંન્ને દિકરાંનાં લગ્ન એક જ મંડપમાં કરાવી ભારતીબહેન સાથે રિટાયર લાઈફ મજાથી ગુજારશે. પણ આ બાબતે રમેશભાઈ અને ભારતીબહેન સાવ ખોટા નિકળ્યાં, કારણ કે હિરેન અને સંદિપ બંન્નેને અહીં ભારતમાં કમાવવાં કરતાં વિદેશ જવામાં વધું રસ હતો. રમેશભાઈ એ એક પળની પણ રાહ જોયા વિના પોતે બચાવેલ રુપિયા અને ભારતીબહેનનાં કાનની સોનાની બુટ્ટી વેચી હિરેન અને સંદિપને વિદેશ મોકલી આપ્યાં.

શરુઆતમાં દરરોજ ફોન આવતાં, ખુબ વાતો કરતાં પણ ધીરે ધીરે આ ફોનનો દોર ઓછો થવાં લાગ્યાં, દરરોજ થતાં ફોન હવે, અઠવાડિયે થતાં હતાં. એક દિવસ, હિરેને ફોન કરી કહ્રું કે “અમે બંન્ને અહીં વિદેશમાં જ ભારતીય છોકરી સાથે લગ્ન કરી લીધાં છે, અને એ બંન્ને હવે, ત્યાં સેટલ થઈ જવાં માંગે છે, આ વાત રમેશભાઈ અને ભારતીબહેનનાં દિલમાં ખુબ જ ઉંડો ધા કરી ગઈ, પણ માં તે માં, અને પિતા પણ બંન્ને દિલ ઉપર પત્ત્થર મુકી એકબીજા માટે જીવવાનું શરું કર્યું, એકબીજા પ્રત્યે હુફ, લાગણી હતી જ એય હવે, વધી ગઈ હતી, એકબીજા પ્રત્યેનો પ્રેમ પુત્ર વિરહમાં વધી ગયો હતો, રમેશભાઈને પણ યાદ આવતી પુત્રની પણ ભારતીબહેનની આંખમાં કોઈ દિવસ આંસું ન જોવાં માંગતાં રમેશભાઈ હંમેશા આંસુંઓ પાંપણની અંદર છુપાવી રાંખતાં, પુત્ર વિદેશ ગયાનાં આજે લગભગ પંદર વર્ષ થઈ ગયાં હતાં, છતાં એકપણ વખત બંન્નેમાંથી એકપણ પુત્ર આવ્યા ન હતાં, ક્યારેક રમેશભાઈ અને ભારતીબહેન એકબીજાથી છુપાવી રડી પણ લેતાં, કારણ કે ધણાં દુઃખો વેઠી બંન્ને ને ભણાવી-ગણાવી મોટા કર્યા હતા, ધણાં સપનાઓ જોયા હતાં, પણ એ બધા સપનાઓ બંન્ને દિકરાંઓ એ ચકનાચૂર કરી નાંખ્યાં હતા.

હાલ, રમેશભાઈની ઉંમર એંશી વર્ષ અને ભારતીબહેનની ઉંમર સિત્તેરને આંબી ગઈ હતી, બંન્ને વચ્ચે અપાર પ્રેમનાં લીધે જીવન રૂપી ગાડી પાટા ઉપર ચાલ્યાં કરતી હતી, નસીબનાં આગળ ક્યારેક કોઈનું ચાલતું નથી, ન જાણે કેમ એમનાં આ સુખમય જીવનને કોઈકની નજર લાગી ગઈ કે શું?

ભારતી બહેન બિમાર પડ્યાં, ભયંકર બિમાર, દવાદારું ચાલું કર્યું તો ય બિમારી ત્યાંની ત્યાં, રમેશભાઈ પોતાના નાના ગામડાં માં રહેલ તમામ દવાખાનાની દવા કરાવી ચૂક્યાં હતાં, પણ ભારતીબહેન સાજા થવાનું નામ ન હતાં લેતાં, પણ રમેશભાઈ કંઈ થંભે એવા ન હતાં, ભારતીબહેનને લઈને શહેરની મોટી હૉસ્પિટલમાં ગયાં, તપાસ બાદ ખબર પડી કે ભારતીબહેનને કૅન્સર નામનો અસાધ્ય રોગ થયોરછે અને એમની પાસે ખુબ જ ઓછો સમય છે, દવા દ્વારા ફક્ત એ થોડા જ દિવસદાં મહેમાન છે, એકપળનો પણ વિલંબ કર્યા વિના રમેશભાઈ એ દવાઓ લીધી અને ડૉક્ટરને કહ્યું કે બસ, થોડા દિવસ હું મારી ભારતી સાથે જીવવાં માંગું છું, જેટલી મોંધી દવા આવે એ આપી દો.રમેશભાઈ ભારતીબહેન પાસે ગયાં, ભારતીબહેનનો હાથ પોતાનાં હાથમાં લીધો અને કહ્યું, “હવે, ગભરાવાની જરુર નથી, તું જલ્દી સારી થઈ જશે, ચાલ આપણે હવે, ધરે જઈયે, તારી સાથે વિતાવેલ આ લગ્ન જીવનની ધણી વાતો ફરીથી વાગોળવી છે, એમ કહી બંન્ને પોતાનાં ધરે આવ્યાં. વર્ષો પહેલાંનાં સારા-નબળા દિવસો વાગોળતાં વાગોળતાં દસ દિવસ બાદ ભારતીબહેનની આંખો હંમેશને માટે બંધ થઈ ગઈ.

રમેશભાઈ ખુબ આક્રંદથી રડ્યાં, ક્રિયાક્રમ પતાવી દીધો, પણ હજી એમને લાગતું ન હતું કે ભારતી હવે, આ દુનિયામાં નથી, આંસું દ્વારા પડેલાં કરચલી વાળા ગાલ ઉપરનાં લીસોટા જાણે ઊપસી ગયાં હતાં, આંખો સુજી ગઈ હતી, જીવનએકલવાયું લાગતું હતું, છતાં હિંમ્મત ન હાર્યા અને ભારતીબહેનની યાદોમાં જીવન વિતાવવાં લાગ્યાં.

એક દિવસ રમેશભાઈ એ ભારતીબહેનનાં બૅડની નીચે જોયું એક ડાયરી મળી….એ ડાયરીમાં મહિનાના ૩૦ દિવસના ૩૦ લેટર મળ્યા…એમાં લખ્યું હતું કે, રોજ આ એક એક લેટર વાંચજો…મહિનો પૂરો થાય એટલે પાછા ફરીથી વાંચવાના શરૂ કરજો…આમ હું હરપળ સાથે નથી છતાં તમારી સાથે જ રહીશ…

એક એક દિવસનો તમારો શિડયુલ ને તમારી આદતો લખી છે….જેનાથી હું હંમેશા તમારી સાથે રહીશ !

તમે ચિંતા ન કરો સાથ ભલે અધૂરો છૂટ્યો, પણ મહેસૂસ કરજો હું તમારી અંદર જ છું.

ડાયરીના છેલ્લા પાને લખ્યું હતું કે, “Dont Worry , હું છું ને તમારી સાથે !!

loading...