Social, Stories

દીકરાની યાદમાં એક અનોખી પહેલ,જેને અસંખ્ય ચહેરા પર લવ્યું સ્મિત..!?

દીકરાની યાદમાં એક અનોખી પહેલ, જેણે અસંખ્ય ચહેરા પર લાવ્યું સ્મિત…..દીકરાની યાદમાં એક અનોખી પહેલ, જેણે અસંખ્ય ચહેરા પર લાવ્યું…

દીકરાની યાદમાં એક અનોખી પહેલ, જેણે અસંખ્ય ચહેરા પર લાવ્યું સ્મિત…..દીકરાની યાદમાં એક અનોખી પહેલ, જેણે અસંખ્ય ચહેરા પર લાવ્યું સ્મિતજીવનનો સૌથી અમુલ્સ સંબંધ જો નસીબ છીનવી લે તો બે જ રસ્તા બચે છે કાં તો તેના વિયોગમાં રોઈ રોઈને પુરુ જીવન પસાર કરી લો અથવા તો તે જ સંબંધને જીવંત રાખવા માટે કંઈક અનોખુ કરી બતાવો.આપણી આજની વાત એક એવા જ માતાપિતાની છે.

વિક્રાંત અને શીતલ ભાટકરે જ્યારે પોતાના 7 વર્ષના દીકરા આર્યને ખોયો તો તેમનુ જીવન જાણે થંભી ગયું હતું પણ દીકરાના પ્રેમને હંમેશા અનુભવવા માટે તેમણે આર્યનના નિર્દોશ સ્મિતને પીડિતોના ચહેરા પર લાવવાની એક અનોખી ચળવળ શરૂ કરી. આજે તેઓ પોતાનો અરધો દિવસ માત્ર એક નહીં પણ અનેક આર્ય સાથે પસાર કરે છે.

તેમણે એક ઇન્ટર્વ્યુમાં તેમની આ પહેલ વિષે વિસ્તારપુર્વક જણાવ્યું હતું.વિક્રમ અને શીતલે મુંબઈના પરેલ સ્થિત કિંગ એડવર્ડ હોસ્પિટલની બહાર દોન ઘાસ એટલે કે બે કોળીયા નામની એક સ્વયંસેવી સંસ્થાનો પાયો નાખ્યો. આ પહેલ હેઠળ તેઓ કેન્સરના દર્દીઓના સંબંધીઓ માટે માત્ર 10 જ રૂપિયામાં બપોરનું અને માત્ર 6 રૂપિયામાં રાતનું ઘરનું બનાવેલુ ભોજન ઉપલબ્ધ કરાવે છે.

આર્ય જેવી બિમારીવાળા દર્દી વિશ્વમાં માત્ર 500 જ છેઆર્યના જન્મના 18 મહિના બાદ શીતલ અને વિક્રાંતને ખબર પડી કે તેમનો દિકરો એક એવી બિમારીથી ગ્રસ્ત છે જે લાખોમાં કોઈ એકને જ થાય છે. આંકડાઓ પ્રમાણે જોવા જઈએ તો તે બિમારીવાળા દર્દીઓ વિશ્વમાં માત્ર 500 જ છે.

આ બીમારીમાં દર્દીના શરીરમાં ફેટ અને કોલેસ્ટ્રોલને લિપિડમાં બદલવાની ક્ષમતા ઝીરો હોય છે જેના કારણે નક્કામા પદાર્થ શરીરના વિવિભ ભાગોના ટીશ્યૂઝમાં ભેગા થઈ જાય છે અને શરીરના અંગોની કામ કરવાની ક્ષમતાને ધીમે ધીમે ખતમ કરી નાખે છે.આ બીમારી વિષે ઘણા ઓછા ડોક્ટરને જાણકારી છે માટે તેની દવા અને ટેસ્ટિંગ કરાવવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો વિક્રાંત અને શીતલે કરવો પડ્યો હતો.

આર્યના શરીરમાંથી બે વાર સ્કિન પેચ લઈ નીધર લેન્ડ ટેસ્ટિંગ માટે પણ મોકવામાં આવ્યા. પહેલીવાર તો તે લેબમાં પહોંચે તે પહેલાં જ એક્સપાયર થઈ ગયા. છેવટે ફેબ્રુઆરી 2015માં આર્ય પોતાના જીવનની લડાઈ હારી ગયો.

જો કે આર્યની આ બીમારીના કારણે વિક્રાંત અને શીતલે 2011માં વિથ આર્ય નામની એક સંસ્થાની શરૂઆત કરી લીધી હતી, જેનો ઉદ્દેશ આ બીમારીથી પિડિત લોકોના કુટુંબને યોગ્ય માર્ગદર્શન આપવાનો હતો.

આ દરમિયાન શીતલનું ધ્યાન તે દર્દીઓના સંબંધીઓ તરફ ગયું જે કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ, પરેલની બહાર ભુખ્યા-તર્સ્યા રસ્તા પર રહેવાને મજબૂર હતા. ઓક્ટોબર 2015માં વિક્રમ અને શીતલે ‘દોન ઘાસ’ની શરૂઆત કરી અને આજે રોજ અઢીસો કરતા પણ વધારે લોકોને તેઓ મદદ કરી રહ્યા છે.

ભવિષ્યમાં દોન ઘાસની યોજના પોતાની સેવાઓને અન્ય હોસ્પિટલો સુધી વધારવાની છે પણ પૈસા અને કાર્યકર્તાઓ વગર તે શક્ય નથી. શીતલ અને વિક્રમ પેતાની તરફથી પુરતો પ્રયાસ કરી રહ્યા છે કે તેમની આ પહેલ એક ક્રાંતિનું રૂપ લે અને સમાજમાં ગરીબ તેમજ વંચિત લોકોને મદદ મળી શકે.

loading...