Stories

દીકરી આવું પણ કરી શકે છે…..

સવાર ના ૯ વાગ્યા ના સમયે, શહેર ની એક હોસ્પિટલ ની બહાર, હોસ્પિટલ ના પગથીયા પર બેસીને, એક આશરે ૨૨…

સવાર ના ૯ વાગ્યા ના સમયે, શહેર ની એક હોસ્પિટલ ની બહાર, હોસ્પિટલ ના પગથીયા પર બેસીને, એક આશરે ૨૨ વર્ષની જુવાન દીકરી રોઈ રહી હતી. મોઢું નીચું કરીને દુપટ્ટાથી વારે વારે આંસુઓ લુછી રહી હતી. રોડ ના સામેના છેડેથી નાસ્તા ની લારી પર થી, આ દ્રશ્ય એક આશરે ૫૫ વર્ષ ની ઉમર ના એક સજ્જન, નાસ્તો કરતા કરતા જોઈ રહ્યા હતા. આમ તો હોસ્પિટલ માં આવી ઘટનાઓ ની કોઈ નવાઈ ના હોય, પરંતુ જુવાન દીકરી એકલી હતી, એની પાસે કોઈ સાંત્વના આપે એવું કોઈ ના હોવાથી નાસ્તો કરતા કરતા એ સજ્જન નું હૈયું હચમચી ગયું. એમણે નાસ્તો અધુરો મૂકી ને પૈસા ચૂકવી રોડ ક્રોસ કરી ને એ દીકરી ની પાસે પહોચ્યા.

દીકરી ની પાસે જઈને સજ્જને કહ્યું – કેમ બેટા રડે છે?
શું થયું છે?
દીકરીએ કહ્યું : મારા બાપુ ને એકસીડન્ટ થયો હતો, એટલે એમને લઈને હું અહી આવી હતી. ડોકટરો એ ખુબ મહેનત કરી પણ એમને બચાવી ના શક્યા. હું એકલી છુ, અને હવે મારે મારા બાપુ ના મૃત શરીર ને, મારા ગામ માં લઇ જવું છે.

સજ્જને વાતચીત માં બધુય જાણી લીધું એટલે ખબર પડી કે એમના ગામ નું અહી શહેર માં, કોઈ સગાંવહાલાં રહેતા નોતા, અને દવાખાના ના બીલ ભરવામાં બધાય પૈસા ખર્ચાઈ ગયા હતા. એ સજ્જને દીકરી ને થોડું ખાવા માટે કહ્યું પણ એને ના પાડી.

સજ્જને એક જાણીતા મિત્ર ને આખી વાત કરી ને, ડીઝલ ના પૈસા આપવાની શરતે એક સાધન ની સગવડ કરી દીધી. દીકરી ની વાત પર થી એના ગામ માં પહોચવા માં ૫ થી ૬ કલાક નો સમય લાગે એમ હતું, એ સજ્જને વિચાર્યું કે દીકરી જવાન છે તો ડ્રાયવર સાથે એકલી મોકલવામાં એમનું મન ના માન્યું. એમને પણ સાથે જવા માટે તૈયારી કરી લીધી. ગાડી માં ડ્રાયવર, સજ્જન પોતે, દીકરી અને એના બાપુ ની લાશ લઇ ને એના ગામ જવા નીકળી પડ્યા.

આશરે સાંજના ૪ વાગ્યા ની આસપાસ તેઓ ગામ માં પહોચી ગયા. ગામ નાનું હતું માપની વસ્તી અને થોડા ઘરો હતા. ગામ ના પાદર માં વડના ઓટલે પાચ સાત આધેડ ઉમર ના માણસો બેઠા હતા. ગાડી ગામ ના પાદરે થઇ ને એક મોટા ફળિયા માં થઇ ને એક ફળિયા ને છેવાડે આવેલી શેરી ના નાકે ઉભી રહી. દીકરીએ એ સજ્જન ને કહ્યું તમે અહી ગાડી ઉભી રાખો, શેરી સાંકડી છે તો ગાડી અંદર લઇ જવામાં તકલીફ પડશે એટલે હું મારા કુટુંબ ના માણસો ને બોલાવીને લાવું છુ.

સજ્જને કહ્યું ભલે બેટા અમે અહિયાં ઉભા છીએ તું બોલાવી ને આવ. આમ દીકરી ને ગયે ૧૫ થી ૨૦ મિનીટ નો સમય થઇ ગયો પણ દીકરી ના આવી. સજ્જન ના મન માં એમ કે કુટુંબ ના માણસો ને ભેગા કરવામાં થોડો સમય લાગે કદાચ બધાય ખેતીવાડી નું કામ કરતા હોય તો થોડો સમય તો લાગે. એમ કરતા કરતા ૪૫ મિનીટ જેવો સમય થવા આવ્યો પણ દીકરી પાછી ના આવી. એવામાં વડ ના ઓટલે બેઠેલા માણસો એ જોઈ રહ્યા હતા કે ગાડી ઘણા સમય થી ઉભી છે અને બે વ્યક્તિઓ બહાર કોઈની રાહ જોઈ રહ્યા હોય એવું લાગે છે, એમને થયું કે કાઈક તકલીફ હોય એવું લાગે છે એટલે એ લોકો ગાડી ની નજીક આવી પહોચ્યા.

પેલા સજ્જને સઘળી વાત કરી અને અહી આવવાનું કારણ જણાવ્યું અને એ લોકો દીકરી ના કુટુંબીજનો ની આવવાની રાહ જોઇને ઉભા છે. આ વાત જાણી ને પેલા ગામ ના માણસો એ જણાવ્યું કે એ વાત સાચી કે જે ભાઈ નું મૃત્યુ થયું હતું એ આ ગામ ના રહેવાશી છે, અને એ એકલાજ રહેતા હતા, એમના પત્ની તો ઘણા વર્ષો પહેલા ગુજરી ગયેલા, પણ પેલી દીકરી ની વાત તો ખોટી છે, કારણ કે એ દીકરી નું તો ૫ વર્ષ પહેલા એક અકસ્માત માં મૃત્યુ થયેલું. પેલા સજ્જન અને ડ્રાયવર ની તો આ વાત સાંભળી ને આંખો આશ્વર્ય ની સાથે પહોળી થઇ ગઈ, અને બોલ્યા કે શું વાત કરો છે? તો પછી અમારી સાથે ગાડી માં જે દીકરી આવેલી એ વળી કોણ? પેલા ગામ ના લોકો એ કહ્યું ભાઈ એ તમારો ભ્રમ છે.

પેલા સજ્જન અને ડ્રાઈવર ની વાત માનવા કોઈ તૈયાર નહોતું. થોડા સમય માં તો ૪૦ થી ૫૦ માણસો નું ટોળું જમા થઇ ગયું. કેટલાક લોકો એ સજ્જન અને ડ્રાયવર ને લઈને દીકરી જે બંધ ડેલી માં ગઈ હતી ત્યાં ગયા, અને ઘર બંધ હોવાથી તાળું તોડ્યું અને અંદર પ્રવેશ્યા. ઓસરી માં બે સ્રી ઓ ના ફોટા લગાવેલા હતા. એક મરનાર ની પત્ની નો અને બીજો એની દીકરી નો. દીકરી નો ફોટો જોઇને પેલા સજ્જન અને ગાડી વાળો એક સાથે બોલી પડ્યા કે હા આજ બેન છેક નડિયાદ થી અમારી સાથે ગાડી માં આવ્યા હતા.

પછી તો મરનાર વ્યક્તિ ને કોઈ કુટુંબજનો નહિ હોવાથી ગામ ના લાકોએ ભેગા મળી ને અગ્નિદાહ આપ્યો અને પેલા સજ્જન અને ગાડીવાળા ભાઈ શહેર આવવા રવાના થયા. રસ્તા માં વાતચીત દરમ્યાન દીકરી એ જણાવેલું કે મારા બાપુ ને એકસીડન્ટ થયો અને એ એમને લઈને દવાખાને આવી, પરંતુ હવે એ સજ્જન ને સમજાણું કે જયારે એક્સિડન્ટ થયો અને આજુ બાજુ કોઈ નહિ હોવાથી બેભાન અવસ્થા માં એ ભાઈ પડેલા, કોઈ મદદ માટે આવતું નહોતું અને લોકો જોઈ ને કોણ લપ માં પડે એટલે પોત પોતાના માર્ગે જતા રહેતા હતા, આ દ્રશ્ય મૃત્યુ પામેલી દીકરી ના આત્મા થી ના જોવાયું એટલે એને માનવ રૂપ ધારણ કરી ને એના ઘાયલ બાપ ના શરીર ની પાસે ઉભી રહી રડવા લાગી, રડતી દીકરી ને જોઇને લોકો ઉભા રહ્યા અને લોકો ની મદદ થી શહેર માં દવાખાને પહોચાડ્યા. છેલ્લે એના બાપુ ની લાશ દવાખાને બિનવારસી હાલત માં ના પડી રહે એ માટે આ સજ્જન ની મદદ વડે લાશ ને એના ગામ માં પહોચાડી અને ક્રિયા કરાવી ને ચાલી ગઈ.

ધન્ય છે આવી દીકરી ને કે જેણે પોતાના મૃત્યુ પછી પણ, જયારે બાપ ની સંભાળ લેનાર કોઈ નહોતું ત્યારે, અને એના છેલ્લા શ્વાસ થી લઈને એની અંતિમ ક્રિયા સુધી ની બધીય ફરજો નિભાવી ને ચાલી ગઈ.

આવી જ બીજી ઘણી સારી પોસ્ટ વાંચવા માટે પેજ લાઈક કરો. ગમે તો શેયર જરૂર કરજો. #GujaratiFunda

loading...