Stories

આ દશ દેશમાં રહેવા જેવું, દુનિયાના સૌથી શાંત દેશોમાં ભારતનું સ્થાન કેટલું ?..

ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2017માં ભારત ચાર ક્રમ આગળ વધીને 137મા ક્રમે આવી ગયું છે. દેશમાં કાયદાના કડકાઈપૂર્વક અમલના કારણે હિંસક…

Loading...

ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2017માં ભારત ચાર ક્રમ આગળ વધીને 137મા ક્રમે આવી ગયું છે. દેશમાં કાયદાના કડકાઈપૂર્વક અમલના કારણે હિંસક ગુનાઓના પ્રમાણમાં ઘટાડો થયો હોવાથી ભારતનો ક્રમ સુધર્યો હોવાનું ઓસ્ટ્રેલિયન થિન્ક ટેન્કે એક સરવે કર્યો હતો, જેમાં કેટલાક રોચક તથ્યો સામે આવ્યા છે.

ઈન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે મુજબ વિશ્વમાં સૌથી શાંત દેશ આઈલેન્ડ છે, જે વર્ષ 2008થી ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ટોચના ક્રમે છે. આ ઉપરાંત ટોચના પાંચ શાંતિપૂર્ણ દેશોમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ અને ડેન્માર્કનો સમાવેશ થાય છે.

બીજી બાજુ આંતરવિગ્રહમાં ફસાયેલું સીરિયા વિશ્વનો સૌથી અશાંત દેશ છે. તે છેલ્લાં પાંચ વર્ષથી આ ક્રમ પર છે. સિડની સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પીસ (IEP) દ્વારા પ્રકાશિત વાર્ષિક અહેવાલ મુજબ દક્ષિણ એશિયામાં ભૂતાન સૌથી શાંતિપૂર્ણ દેશ છે. તે 13મા ક્રમે છે. દક્ષિણ એશિયામાં અન્ય શાંતિપૂર્ણ દેશોમાં શ્રીલંકા (80મા), બાંગ્લાદેશ (84મા), ભારત (137માં)નો સમાવેશ થાય છે.

ટોચના 10 શાંત દેશો

 • આઈસલેન્ડ
 • ન્યૂઝીલેન્ડ
 • પોર્ટુગલ
 • ઓસ્ટ્રેલિયા
 • ડેન્માર્ક
 • ચેક ગણરાજ્ય
 • સ્લોવેનિયા
 • કેનેડા
 • સ્વિટ્ઝર્લેન્ડ
 • આયર્લેન્ડ
 • ભારત

ટોચના 10 અશાંત દેશો

 • સીરિયા (163)
 • અફઘાન (162)
 • ઈરાક (161)
 • દ.સુદાન (160)
 • યેમેન (159)
 • સોમાલિયા (158)
 • લિબિયા (157)
 • સુદાન (155)
 • મ.આ. રિપ. (155)
 • યુક્રેન (154)
loading...