Stories

દુનિયામાં તબાહી મચાવનાર વાઇરસ,એક. જ વર્ષમાં થયા તા 5 કરોડ લોકોના મોત.

હાલ દેશમાં નિપાહ વાઇરસને કારણે ભયનો માહોલ છે. કેરળમાં આ વાઇરસને કારણે 12 લોકોનાં મોત થયાનું બહાર આવ્યું છે, વિશ્વમાં…

Loading...

હાલ દેશમાં નિપાહ વાઇરસને કારણે ભયનો માહોલ છે. કેરળમાં આ વાઇરસને કારણે 12 લોકોનાં મોત થયાનું બહાર આવ્યું છે, વિશ્વમાં નિપાહ સિવાય પણ અનેક ખતરનાક વાઇરસ અસ્તિત્વમાં આવ્યા હતા. આવા જ એક વાઇરસે 1918માં દુનિયામાં તબાહી મચાવી હતી.

નેશનલ આર્કાઇવમાં સંગ્રહ કરાયેલા દસ્તાવેજોમાં નોંધાયેલા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સ્પેનિશ ફ્લૂ નામની મહામારીએ દુનિયાના ત્રીજા ભાગના લોકોને પોતાની ઝપેટમાં લઇ લીધા હતા. જેમાં 5 કરોડ લોકોનાં મોત થયા હતા. આ સંખ્યા પ્રથમ વિશ્વ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની સંખ્યાથી 4 ગણો વધારે હતો.

એક તરફ દુનિયા પર પ્રથમ વિશ્વ યુદ્ધનો ખતરો હતો તો બીજી બાજુ સ્પેનિસ ફ્લૂ મહામારીએ તબાહી મચાવી હતી. અંદાજે 100 વર્ષ પહેલા અમેરિકામાં સામે આવ્યા બાદ યુરોપ, આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગમાં ફેલાયો હતો.

નેશનલ આર્કાઇવમાં સંગ્રહ કરાયેલા દસ્તાવેજોમાં કરાયેલા દાવા પ્રમાણે આ ઇન્ફ્લૂએન્જાએ એક વર્ષમાં બે અલગ-અલગ ફેઝમાં દુનિયા પર હુમલો કર્યો હતો, પ્રથમ ફેઝની અસર ત્રણ દિવસ તાવ સાથે શરૂ થયો, તેમાં કોઇ ખાસ લક્ષણ દેખાયું ન હતું. પીડિત આ બીમારીથી બચ્યા બાદ ફરી આ ફ્લૂ હુમલો કરે છે. આ વાઇરસનો ભોગ બનાવો વ્યક્તિ થોડી જ કલાકોમાં મૃત્યુ પામે છે.

મહામારીમાં સૌથી વધુ નુકશાન અમેરિકામાં થયું હતું. ફ્લૂને કારણે અમેરિકામાં 675,000 લોકોનાં મોત થયા હતા. વિજ્ઞાનિક, ડોક્ટર્સ અને હેલ્થ ઓફિસર માટે આ બીમારીની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી જેથી તેના પર કંટ્રોલ કરવો પણ મુશ્કેલ હતો. આ વાઇરસ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વાસ નળી પર હુમલો કરતો હતો, હાલ આ વાઇરસને H1N1ના નામથી ઓળખવામાં આવે છે. વાઇરસ ખૂબ જ સંક્રામક છે.

loading...