Stories

પ્રેમ માં પાગલ કેહવડાવા માં પણ એક અલગ મજા છે.

મને લોકો કહે છે.. કે મારી શુ દશા છે.. હું કહું છું.. કે પ્રેમ માં પડવાની આ સજા છે… વિખરાયેલા…

મને લોકો કહે છે.. કે મારી શુ દશા છે..
હું કહું છું.. કે પ્રેમ માં પડવાની આ સજા છે…
વિખરાયેલા વાળ.. આંખો હસે છે કે રડે છે…

કસૂર બૅ-વફા નો નથી…મહોબ્બત ની આ મજા છે..
મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે..
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરી શકે છે..

હાસ્ય ને પાત્ર બન્યો છુ.. જમાના ની નજારો માં..
હું પણ હસ્યો હતો.. પણ પ્રેમ માં તો રડવાની પણ મજા છે..

આઈના માં જોઈ ને..મને શંકા થાય છે..કે આ કોણ છે…
મહોબ્બત ની સકલ અને સુરત.. કઈક અલગ જ નજર આવે છે.

ખબર ના હતી કે.. મારી તસ્વીર આટલી બદલાઈ જશે..
આ કોઈ શણગાર નથી.. પ્રેમ જતાવાની એક અદા છે..

મારા મિત્રો મારી હાલત જોઈને તરસ ના ખાતા… પ્રેમ માં જુદાઈ પણ.. એક મિલન હોય છે..

‘પાગલ” “પાગલ” કહી.. તમે મને હાસ્ય માં કાઢી નાંખો છો..
પણ પ્રેમ માં પાગલ કેહવડાવા માં પણ એક અલગ મજા છે.

આવી જ બીજી ઘણી સારી પોસ્ટ વાંચવા માટે પેજ લાઈક કરો. ગમે તો શેયર જરૂર કરજો.

loading...