Stories

અમદાવાદમાં વહેલી સવારથી સઘન પોલીસ બંદોબસ્ત, રેપિડ એક્શન ફોર્સની તૈનાતી

અમદાવાદમાં વહેલી સવારથી રેપિડ એક્શન ફોર્સ, એસઆરપીએ મોરચો સંભાળી લીધો છે. અમદાવાદના તમામ મલ્ટીપ્લેક્સ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે….

અમદાવાદમાં વહેલી સવારથી રેપિડ એક્શન ફોર્સ, એસઆરપીએ મોરચો સંભાળી લીધો છે. અમદાવાદના તમામ મલ્ટીપ્લેક્સ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાથે જ ફિલ્મ રીલિઝ નથી થઇ રહી તેવા પોસ્ટર પણ મારવામાં આવ્યા છે. અમદાવાદના અમદાવાદવન મોલ, દેવઆર્ક મોલ, વાઇડ એંગલ, હિમાલય મોલ બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

પદ્માવત ફિલ્મ રિલીઝને લઈને અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. હિમાલયા મોલની બહાર આજે ભારત બંધનું એલાન હોવાના કારણે હિમાલયા મોલ બંધ રહેશે તેવા પોસ્ટર પણ લાગેલા જોવા મળી રહ્યા છે. આ સાથે જ મોલની બહાર પોલીસકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે.

આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં પદ્માવત ફિલ્મ ભલે રિલીઝ ન થવાની હોય પરંતુ મલ્ટીપ્લેક્સ બહાર સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સની ગઈકાલથી જ અમદાવાદમાં તૈનાતી કરી દેવાઈ છે.

અમદાવાદમાં ફિલ્મ રિલીઝના વિરોધમાં બે દિવસ અગાઉ ભારે તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. ત્યારે ગઈકાલથી જ પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ફુટ પેટ્રોલિંગ પણ કર્યુ હતુ.

રાજ્યભરમાં વિવાદિત ફિલ્મ પદ્માવત રિલીઝ થઈ નથી. જોકે આ ફિલ્મને લઈને અમદાવાદના મોલમાં સઘન બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. શહેરમાં આરએએફની ટીમ તૈનાત છે અને તે સતત ફુટ પેટ્રોલિંગ કરી રહી છે. શહેરના હિમાલયા મોલ, દેવાર્ક મોલ, આલ્ફાવન મોલ ખાતે સઘન પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

કરણીસેના દ્વારા અપાયેલા બંધને લઈને સમગ્ર હિમાલયા મોલ જ બંધ જોવા મળી રહ્યો છે. તો દેવાર્ક મોલમાં ગઈકાલેથી સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સિવાય વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફાવન મોલમાં પણ પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

(Source : gstv )

loading...