News, Stories

મૃત પુત્રના વીર્ય દ્વારા દાદા-દાદી બન્યાં વૃદ્ધ દંપતી

બ્રેઇન ટ્યૂમરથી યુવકનું મોત શું મરણોત્તર બાળકોને જન્મ આપવો શક્ય છે? હા, મહારાષ્ટ્રમાં આવો જ એક કિસ્સો બન્યો છે. મૃતકના…

બ્રેઇન ટ્યૂમરથી યુવકનું મોત
શું મરણોત્તર બાળકોને જન્મ આપવો શક્ય છે? હા, મહારાષ્ટ્રમાં આવો જ એક કિસ્સો બન્યો છે. મૃતકના વીર્યનો ઉપયોગ કરી બે બાળકોને અવતરવામાં આવ્યાં છે. બે વર્ષ પહેલા બ્રેઇન ટ્યૂમરથી મૃત્યુ પામનાર 27 વર્ષીય યુવકના માતા-પિતાએ યુવકના વિર્યનો ઉપયોગ કરી દાદા-દાદી બની ગયાં છે. યુવકની થેરાપી શરૂ થતા પહેલાં જ તેનું વીર્ય કાઢી લેવામાં આવ્યું હતું.
સરોગેટ મધરના ગર્ભાસયમાં ગર્ભ ટ્રાન્સફર કર્યું
ડૉક્ટરોએ મેચિંગ ડોનરના એગ્સ અને વીર્યનું એક ગર્ભ તૈયાર કરી તેને સરોગેટ માતાના ગર્ભાસયમાં ટ્રાન્સફર કર્યું હતું. યુવકના આન્ટીએ બે દિવસ અગાઉ જ બે સ્વસ્થ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જો કે નિષ્ણાંતોએ આ પ્રક્રિયા પાછળના એથિક્સ પર સવાલો ઉઠાવ્યા.
થેરેપી બાદ યુવક બાળકો ન આપી શકે તેવો ભય
યુવક 2013માં જર્મનીમાં અભ્યાસ કરી રહ્યો હતો, આ દરમિયાન તે બ્રેઇન ટ્યુમરની બીમારીનો શિકાર બન્યો હતો. કેમોથેરાપી બાદ યુવકને બાળકો નહી થાય તેવા ભયે ડૉક્ટરોએ અગાઉથી જ યુવકની સંમતિ મેળવી તેના વીર્યના સેમ્પલ મેળવી લીધાં હતાં. 3 વર્ષ બાદ પુણેમાં કેન્સર રિલેટેડ કોમ્પ્લિકેશનથી યુવકનું મૃત્યુ થયા બાદ તેના માતા-પિતાએ વીર્યનું સેમ્પલ મેળવ્યું હતું.

અંતિમ શ્વાસ સુધી બહાદુરીથી લડ્યો
યુવકના મમ્મીએ તેના પુત્રનું વર્ણન કરતા કહ્યું કે, ‘તે મોસ્ટ આઇડિયલ મેન હતો, તે સારો વિદ્યાર્થી અને ભણવામાં પણ શ્રેષ્ઠ હતો. બ્રેઇન ટ્યુમર થવાથી કેમોથેરાપી બાદ તે પોતાનું વિઝન ખોઇ બેઠો હતો પણ તેમ છતાં તે પોતાનો જુસ્સો યથાવત રાખી શક્યો હતો. છેલ્લા શ્વાસ સુધી તે બહાદુરીથી લડ્યો હતો. તેણે હંમેશા પોતાની વાર્તા અને રમૂજથી અમને આનંદ આપવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે જ અમે જ્યારે એને ખોયો ત્યારે તેના વીર્યનો ઉપયોગ કરી પોત્રને જન્મ આપવાનો નિર્ણય લીધો હતો.’

જર્મનીથી સ્પર્મ સેમ્પલ મંગાવવામા આવ્યું
તેના મમ્મીએ જર્મનીની સ્પર્મ બેન્કનો સંપર્ક સાધ્યો અને વીર્ય મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. જે બાદ IVF પ્રક્રિયા માટે તેઓએ પૂણે-અહમદનગર રોડ પર આવેલી સહયાદ્રી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. સંપૂર્ણ પ્રક્રિયામાં મદદ કરનાર ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ સુપ્રીયા પુરાણીકે જણાવ્યું કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં મેડિકલ પ્રિઝર્વેશન સોલ્યુશન બૉક્સમાં વીર્યને પૂણે લાવવામાં આવ્યું હતું. પરિવારમાંથી જ મેચિંગ એગ ડૉનર મળી ગયાં હતાં.

4 ગર્ભ બનાવાયાં
ડૉનરના એગ્સમાં વીર્ય ઇન્જેક્ટ કરી 4 ગર્ભ બનાવવામાં આવ્યાં હતાં. ગર્ભને પોતાના ગર્ભાસયમાં ધારણ કરવા માટે યુવકના મમ્મી તૈયાર હતા પણ તપાસ દરમિયાન કન્સેપ્શન ફીટ ન જણાતા તેમના 38 વર્ષીય બહેને સરોગેટ બનવા માટે તૈયારી દર્શાવી હતી.

સરોગેટ મધરે 2 બાળકોને જન્મ આપ્યો
ડૉક્ટર પુરાણીકે કહ્યું કે, “મહિલાની ફિટનેસ ચકાસ્યા બાદ ગત વર્ષે તેમના ગર્ભાસયમાં બે ગર્ભ ટ્રાન્સફર કરવામાં આવ્યાં. જૂનમાં બંને ગર્ભ ઇમ્પાન્ટ થઇ ગયા હોવાની પુષ્ટિ કરી લેવામાં આવી હતી. રેગ્યુલર ચેક-અપ બાદ સોમવારે મહિલાએ બે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો.”

ભૂતકાળમાં પણ આવા કેસ બની ગયા
ચેન્નઇ સ્થિત ઇન્ડિયન સરોગસી લૉ સેન્ટરના ફાઉન્ડરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, આ પહેલો કેસ નથી. ભૂતકાળમાં પણ આવા 2-3 કેસ થઇ ગયા છે જેણે મરણોત્તર બાળકો આપી શકાય કે નહીં તે અંગે ચર્ચા કરવા આપણને મજબૂર કર્યા છે.
(Iamgujarat )

loading...
Related Articles