Stories

હરખના આંસુ , એક એવી પ્રેમ કથા જે પળે પળે કોલેજ જીવનની યાદ…

એક એવી પ્રેમ કથા જે પળે પળે કોલેજ જીવનની યાદ અપાવા સાથે ઉત્કંઠા સાથે આગળ વાંચવા મજબુર કરી તેવી નાની…

એક એવી પ્રેમ કથા જે પળે પળે કોલેજ જીવનની યાદ અપાવા સાથે ઉત્કંઠા સાથે આગળ વાંચવા મજબુર કરી તેવી નાની નવલિકા,

”સત્ય કડવુ જરૂર હોઇ પણ ફળ તો ધીરજ હોઇ તો મિઠા જ હોઇ ” આ વાક્ય સ્કુલ ના સુવિચાર બોર્ડ પર આજ વાંચી ને સુહાની ઘડીભર માટે ઉભી ગઈ ને પોતાના પ્લસ દોઢ ના ચશ્મા ફરી પહેરી ને નજીક જઈ ને ફરી વાંચ્યુ, હા તેજ અક્ષર ને તેજ મોડ મા લખેલ સુવિચાર જાણે મન મા કઈક ઉદ્વેગ ની ભાવના નો સંચાર કેમ થયો હોઇ ને પોતે ૨૦ વર્ષ ના અતિત મા સરી પડી……….,

મિહિર નામ અતિત મા નજીક આવવા લાગ્યુ, હા મિહિર જ હોઈ આ શબ્દ કે વાક્ય તેના દ્વારા જ કેમ લખાયેલ હોઇ તેવુ મન કે ખુદના માનસ મા ઉપશી ચુક્યુ. સમયનુ બંધન કદાસ ન હોઇ તો મિહિર ને શોધી પણ લેત પણ ૨૦ થી ૨૨ વર્ષ નો ગાળો લાંબો કહેવાય.

પોતે આ કોલેજ મા લેકચરર હતી ને ખુદનો સબજેક્ટ પણ માનસશાસ્ત્ર હતો. હા માનસશાસ્ત્ર સબજેક્ટ મા પોતે છેલ્લા ૧૦ વર્ષથી ડી.એમ.શાહ કોલેજ મા પ્રાધ્યાપક હતી.આજ બોર્ડ આગળ પોતે હજી પણ તેજ સુવિચાર સમક્ષ કોઇ ઓળખ કેમ ઉભી કરવી હોઇ તેમ ફરી ફરી ને વાચતી તી,

”ગુડ મોર્નીગ મેડમ”

ખુદ ની તંદ્રા તોડતો એક અવાજ પોતાની પીઠ તરફથી સંભળાયો ને અતિત ના ઇતિહાસ ને અધુરો મુક્યો હોઇ તેમ ન કહી શકાય પણ વર્તમાન મા એન્ટ્રી કરવી તો પડીજ. સામે નજર કર્યા વગર પોતે,

”ગુડ મોર્નીગ”

જેવુ સુષ્ક શબ્દો મા બોલી કોલેજ ના મેઇન ગેટ તરફ મોડ લઇ લિધો.પણ આજ તેને મિહિર ચોકક્ચ નજદીક જાણે કેમ આવી ગયો હોય તેમ સતત તેના ખ્યાલો, ચહેરાની આજીજી, ઇમોશનલ આગ્રહ ભરી આંખ નજર સમક્ષ આવી ગઈ ને પોતે તેજ તંદ્રા મા લેક્ચરરરૂમ મા પોતાના લોકર સમક્ષ પહોચી ગઇ….હા, સંભવત વિચારના ગંઠન મા હજી પણ લોકર ની ચાવી કેમ શોધવી ન હોઇ તેમ ઉભી લોકર એક દર્પણ હોઇ તેમ મિહિર નો ચહેરો લોકર ઉપર પોતાના નામ પાસે આજ જાણે કેમ શોધતી હોઇ તેમ ઘણી વાર સુધી ઉભી……..! પટૅલ જે પણ સ્ટેસ્કીક વિષય નો માહેર પ્રધ્યાપક હતો તેની નજર પણ સુહાની પ્રત્યે હેરતભરી આજ ત્યાજ અટકી ને આખરે પોતાની વિચારધારાને શબ્દોમા,

”મીસ આજ કેમ કોઇ ટેન્શન મા છે કે લોકર સામે જ હજી ઉભા છો…….? પટેલ સુહાની નો બેસ્ટ સહઅધ્યાપક હાવાના નાતે પોતાની જીજ્ઞાશા આખરે રોકી ન શક્યો ને સ્ટાફરૂમ ની શાંતી નો ભંગ કરી ચુક્યો.

No…..no its ok, i”am sorry but……. અધુરુ વાક્ય આજ સુહાની ને જાણે છોડવુ પડ્યુ તેનો રંજ તો ન હતો પણ પોતાની તંદ્રા તોડી ને લોકરને ન્યાય આપી ખુદ નો MOBILES તેમજ PURCH ને સહી જગ્યા એ ગોઠવી ને પટેલ સામે જ બેશી ગય.

હાવિષાદ ની છાયા ને વાંચવામા પટેલ ને પણ વધુ વાર ન જ લાગી. સુહાની ખુદ એક પ્રોફેશનલ, મનમોજી સાથે વિલક્ષણ વ્યકતિત્વ ધરાવતી સંનારી મા ગણના થતી.પોતના સ્વાભાવગત ખાસ કોઇ સાથે સંબધ મા તુટ ન આવે કે વધુ નજદીક પણ ન આવે તેવા ખ્યાલે હશી મજાક ના સમયે હશી લેવુ પણ પ્રત્યાઘાત ન આપવો ને કોઇ ને ઠેશ ન પહોચે કે પોતાને કોઇ ઠેશ ન આપે તેનુ પુરૂ ધ્યાન આપતી.હા, પટેલ સાથે ઘણી વખત પોતાના ખ્યાલો, સોચ, વિષે વિગતે ચર્ચા કરી લેતી પણ ફક્ત સહધ્યાપક્ના નાતે તેનાથી વિશેશ તો નહીજ…..!

પોતે આજ મુડ આઉટ હતી તે જાહેર કરવા મા પોતાને શરમ જેવુ ન જ હતુ પણ શાને લિધે મુડ આઉટ છે તેટલુ પુછવા સુધી ના સંબધો કોઇ સાથે ન હતા.પટેલ આજ સુહાની ના ચહેરા ના ભાવ તથા મુડવિહીનતા ને નજર મા રાખી ને આખરે પોતાની ફરજ મુજુબ બોલ્યા,

” મૅડમ i’am free at present, અગર ચાહો તો તમારો ફસ્ટ પિરિયડ હુ લઈ શકુ એમ છુ આપ થોડો આરામ કરો” ફરજ પુરી કરી,

”No…..no its ok, i”am sorry but……ફરી તેજ વાક્ય પણ અધુરુ છોડવુ યોગ્ય ન લાગતા પોતે થોડી સભાનતા કેળવતી બોલી, ના હુ જઈશ હા આજે થોડી ઉદ્વેગતા સાથે મન નથી લાગતુ પણ its our duty work તો કરવુ જ પડે પણ હુ કરીશ THANKS……!

ને પોતે બૂક્સ ને સંભાળતી પોતાના ચશ્મા ને યોગ્ય સાફ કરી ને ક્લાશ મા પોતાની એન્ટ્રી પ્રસ્થાપિત કરી દીધી, હા, પોતે સ્વાભાવગત સ્ટુન્ડટ સમક્ષ પોતે પોતાના વિષય અનુશાર ભણાવી તો ન જ શકી પણ પિરિયડ પુરો કરી લિધો.ખાસ કોઇ એવી મુશ્કેલી પણ ન આવવા દીધી થોડી સહજતાથી ફરજ પુરી જરૂર કરી ને ફરી સુવિચાર વિશે વિચારતી હેડ ક્લર્ક ચાવડા ની કેબીન મા દાખલ થઈ.

હેડકલર્કપણ આજ સુહાની ને જોઇ હેરત ભર્યા બેઠક્થી ઉભા થય ગયા કેમ તે મજાક મા ઘણી વખત સુહાનીની નકલ કરી લેતા પણ પોતાની મજાક ની આદત તથા સ્વભાવ ના કારણે કોઇ તેને ક્યારેય કઈ કહેતુ નહી, ખુદ વિચારમગ્ન થય ચુક્યા ને નજીક નાસમય મા કોઇ બાબત પોતે બોલ્યા હોય તો યાદ કરવા લાગ્યા.

પણ શુન્ય કઈ યાદ ન આવ્યુ જેથી પ્રશ્નાર્થ દ્રષ્ટીએ સુહાની સમક્ષ પુછ્યુ, “યસ મેડમ, બસ બે શબ્દથી વધુ કઈ ન જ બોલ્યા, સુહાની પોતે માનશ ને જાણવા વારી ચાવડાના ચહેરા ને સમજી ચુકી,
”ડોન્ટવરી, તમારો કોઇ પ્રોબ્લેમ નથી આજે સુવિચાર કોણીએ લખ્યો તે જ પુછવા આવી છુ” ને જવાબ ની રાહ જોઇ ને ઉભી,પણ વધુ ન ઉભવુ પડ્યુ.

”મેડમ આજે એફ.વાય. બી.એ. ની સ્ટુડન્ટ મીસ રાગિણી કરી ને કોઇ યુવતી આવેલ ને પોતે સુવિચાર આજે લખશે તેમ કહી ને ગયેલ હા, ક્લાશ બી”
થોડા વધુ આનંદ સાથે ચાવડા એ કહી દીધુ પોતાનો કોઇ પ્રોબલેમ નથી તે જાણી ને મેડમ આજ સુવિચાર વિશે શા માટે પુછે છે તે પણ ન વિચાર્યુ.

”તો મને જરા ક્લાશ બી નુ રજીસ્ટર્ડ આપો ને જેમા પુરી વિગત હોઇ નામ સરનેઇમ સહીત પ્લીઝ જલ્દી મારે સેકન્ડ પિરિયડ બી મા જ છે” થોડી વધુ ઉતાવળ મા હોઇ તેમ ચાવડા ને સુચના આપી. ચાવડો પણ પોતાની ફરજ મા સંપુર્ણ સભાન હોઇ તેમ બસ બે થી ત્રણ મીનીટ મા જ પ્રીન્ટ કરેલ એક કોપી સુહાની ના હાથ મા આપી દીધી.

સુહાનીચાવડા સમક્ષ જ હેરતભરી પુરુ લિસ્ટ વાચવા લાગી, હા નજર રાગિણી ના નામ સુધી પહોચી ગયુ ને ધડકન પણ જાણે કેમ વધવા લાગી હોઇ તેમ ધડકન સાથે પુરુ નામ વાચ્યુ. રાગિણી મિહિર શર્મા…….હા એજ નામ મિહિર શર્મા, તેનીજ પુત્રી રાગિણી…. લિસ્ટ ફરી ચાવડા ના મેજ પર મુકી ને પોતે સેકન્ડ પિરિયડ માટે રાગિણી ના ક્લાશ મા હાજર થય ચુકી. ને જાણે નજર મિહિર ને કેમ શોધતી હોઇ તેમ પુરા ક્લાશ મા નજર ફેરવી હા, ત્રીજા નંબરની બેન્શમા રાગિણી બેશેલ.કોઇ વધુ પુછતાછ વગર જ રાગિણી ની ઓળખ મેળવી લીધી. કોઇ ને ખાશ નજર મા ન આવે તેમ પોતે પોતાના મન મા નોધ રાખી ને આજ પોતાના મુડ વગર સ્ટુડન્ટ ને ન્યાય તો આપવો જ પડે.

જેથી ગઈ કાલ નુ અધુરુ આજે ખાલી ફક્ત પુરુ કર્યુ. ને થૉડુ લેશન જેવુ આપી એકાદ પ્રશ્ન સ્ટુડન્ટ ને આપી દિધો પોતે રાગિણી સમક્ષ ઘણી વાર સુધી કોઇ શક ન પડે તેમ ઉભી.સમય તો કાઢવા નો જ હતો જેથી સમય પુરો થયો તેવીજ ઉતાવળ મા રાગિણી ને સુચના આપી કે મને કોલેજ પુરી થતા મળજે ખાશ મારે કામ છે તારુ……!

હા ખાશ વધુ સમય રાહ તો ન જોવી પડી કેમ કે રાગિણી પણ સ્ટાફરૂમ ની બહાર જ વેઈટ કરતી ઉભેલ, સુહાની પણ પોતાના લેક્ચર પુરા કરી ને રાગિણી ને સાથે જ લઈ ને પોતાની ગાડી સુધી દોરી ગઈ.

કારમા બેશવાની સુચના આપી પોતે ડ્રાઇવસીટ પર બેઠક લિધી બાજુ મા રાગિણી ને આખરે પોતે મૌન તોડ્યુ,
“મિસ રાગિણી યુ આર ડોટર ઓફ મિસ્ટર મિહિર શર્મા, યસ યા નો…….?

”યશ ઓફકોર્શ માય ડેડી’જ નેઇમ ઇજ મિહિર શર્મા, બટ મેડમ આપ મારા ડેડી ને ઓળખો શો…..? ક્યા કેવી રિતે…….!
રાગિણી એ બે ત્રણ ક્વેશન એક સાથે થોડી આતુરતા મા પુછી લિધા ને હેરત ભરી આજે સુહાની સમક્ષ નજર કરી બેઠી.
સુહાની પણ આજ રાગિણી સમક્ષ ખોટુ ના બોલી પણ ટુંક મા જ પતાવ્યુ, યોર ડેડ માય ક્લાશમેટ ઇન માય સુડન્ટ લાઇફ, એન્ડ વન ઓફ માય બેસ્ટ ફ્રેન્ડ એટ કોલેજ ટાઇમ…..!

હવે રાગિણી ને થૉડુ ઘણુ સમજ મા આવ્યુ મેમ ની નજર આજ પોતાની તરફ કેમ વધુ સ્થાય હતી પણ મેમ મને આજે જ કેમ મિહિર શર્મા ની ડોટર છુ તે જાણ્યુ, વધુ અવઢવ મા આવ્યા વગર જ પુછિ લિધુ,
મેડમ, આજે કેમ તમોએ જાણ્યુ કે હુ મિહિર શર્મા ની ડોટર છુ…….મે તો ક્લાસ જોઈન્ટ કર્યો તેનો ઘણૉ સમય વીતિ શુક્યો…..?

”ઓ.કે. રાગિણી યોર ઓલ કવેશન ના જવાબ હુ આપિશ, બટ યોર રેસિડન્ટ એડ્રેસ પ્લીઝ ગીવ મી એટ પ્રેઝૅન્ટ આઇ ડ્રોપ યોર હોમ, યસ પ્લીઝ ગિવ ટુ સમ હેપીનેશ મેમરી યોર ડેડ ફ્રોમ મી”
ખાશ કોઇ વધુ વાત વગર જાણે સુહાની ને ઘરે જલ્દી પહોચવાનુ હોઇ કે વિતેલ અતિત ને યાદ કરવી હોઇ જે કઈ હોય પણ રાગિણી ને છોડી ને ખાશ મનમા એડ્રેસ યાદ રાખી ને પોતાની કાર ઘર સુધી શુન્યમસ્તક પહોચી શુકી.

હા, પોતે એકલી જ રહેતી. પિતાજીની મિલ્કત પોતાને જ મળેલ ભાઇ, ભાભી તો બે ત્રણ વર્ષે એકાદ વખત યુ.એસ.થી આવતા ત્યારે ખુદ ને ફેમેલી હુફ તેમજ કઈક આનંદ ની પળો કેવી હોઇ તે માણવા મળતી.

બાકીપોતે એકલી અટુલી આ વિશાળ બંગલા મા રહેતી.નોકર ચાકર તો પિતાજી ના વખતથી હતા. બિજનેશ બધો પાર્ટનર ને સોપી દીધેલ સંજય ગુપ્તા તેનુ નામ કેમ કે ભાઇ સુહાશ તો ઇન્ડિયા મા સેટલ ન થવાનો હોવાથી અહીનો કારોબાર હવે કોણ સંભાળે. મેઈન બેડરૂમ નો ગેટ ખોલી સિધી પલંગ મા પોતે લાંબી થઈને વિચારો ના વમળ મા ખુદ જાણે કેમ ખેસાંતી હોય તેમ આછા લેમ્પના અજવાળે અતિત ની યાદો મા ગરક થય શુકી………..,

હા, તેનુ નામ મિહિર હતુ એકદમ જાણે કોમળ નામ કેમ હોઇ, નામ જેવુ કોમળ તેવોજ સ્વભાવ પણ ઠરેલ, ખાશ ઘઉવર્ણો સુદઢ દેહ, માપસર ઉચાઈ ને આકર્ષક વ્યક્તિત્વ.હોવુ જોઇએ તેવુ તમામ સામેલ હતુ તેના વ્યક્તિત્વ મા માણશ પોતે ખેશાઇ ને બે ઘડી વધુ તેનુ સાનિધ્ય સાથે ગાળે તેમ કોઇ કચાશ વગર નુ વ્યક્તિત્વ…….!

કોલેજના સમય મા તેમનુ સર્કલ પણ મોટુ ગણાતુ પોતે કોલેજ નો બીન હરીફ જી.એસ.હતો લાગલગાટ બે વર્ષ સુધી.હા, એક બાબત હતી જે તેનો માઈન્શ પોઈન્ટ હતો તે કે પોતે ભણવા મા મધય્મ કક્ષા મા રહેતો સુહાની જેમ કોલેજ ફ્સ્ટ ક્યારે પણ ન હતો.બાકી પોતે પણ રહીજ ખાનદાન નો એકલૌતી ઔલાદ હતી.

તેનો મોટાભાગનો બિજનેશ અખાત મા હોવાથી અહી તેનુ ફક્ત રેસીડન્ટ હતુ.જાણે અજાણ્યે સુહાની પણ જી.એસ. ના ઇલેકશન વખત મા એકાદ બે વખત તેના સાથે કોન્ટેક્ટ મા આવેલ પછી ઇલેક્શન તો ન થયુ પણ ઓળખ ઉભી રહી……..હા, અજાણ્યા હતા તે જાણતા થઈ શુક્યા.

સુહાનીપણ એક માણશ જ હતી તેના સ્વાભાવે પોતે જીવન જીવતી તે વાત ચોકક્ચ હતી પણ માણશ સહજ ગુણો તો તેનામા પણ હતાજ તે પણ મિહિર ના વ્યક્તિત્વ થી અંજાઈ ચુકી.

હા, મિહિર ને મળવા પોતે સામેથી ક્યારે ન ગયેલ પણ તેનુ સાનિધ્ય કે સંગ તેને ગમતો જરૂર, મિહિર તેના મન મા કે દિલ મા અજાણ્યે પ્રવેશી શુક્યો તે હકિકત હતી.આજ કોલેજ ની રિષેશ મા કોલેજ કેન્ટીન મા મિહિર પોતના ગ્રુપ મા વતો મા મશગુલ હતો.

ખાશ કોઇ દંભ રહીત જ રહેતો સિમપ્લ પોશાક મા પણ પોતે પર્શનાલીટી જાળવી શકતો. બિલ કે અન્ય બાબત તો કોઇ મુઝવણ ક્યારે ન રહેતી. સુહાની નો અણધારો પ્રવેશ આજ કેન્ટીન મા જોય ને પોતે પોતાની આદત મુજુબ બોલ્યા વગર ન રહી શક્યો કેમ કે રિષેશ નો સમય તો પુરો થય ગયેલ,

”કેમ મેડમ આજ તમારા ક્લાશ મા તમો ગેહાજર…..આજ કેમ ગાપશી કે આજ મુડ નથી….?

સુહાની નુ સર્કલ પણ આજે મિહિર ના સર્કલ મા સામેલ થયુ. સુહાની પણ જવાબ કેમ જાણે તૈયાર હોય તેમ બોલી,
”કેમ તમો મિસ્ટર લોકો ને જ ગાપશીનો હક છે અમો ને નહી કે…….? અમારે બસ ભણવાનુ જ કે……..? આમ વાતો વાતો મા એકાદ બે પિરિયડ આ સર્કલ મા જ પસાર થય શુક્યા સાથે મિહિર બાબત મા ઘણુ જાણી પણ શકી.

સામીબાજુ પ્રથમ વખતની મુલાકાત મા મિહિર પણ સુહાની બાબત વિચારતો થયો તે હકિકત તેના સર્કલ મા છુપી તો કેમ રહે……! પણ સર્કલ મા હવે આ બાબત થોડી ઘણી પસરી પણ ગયેલ કે મિહિર સુહાની બેની નજદિકતા વધી છે તે વાત હવે છુપાવવાનો કોઇ અર્થ નથી.

હવેમિહિર સાથે એકલી સુહાની ઘણી વખત જોવા મળતી પણ સબંધ ની મર્યાદામા કેમ કે સુહાની પોતે સ્વભાવ મુજુબ ક્યારે પણ કોઇ પિરિયડ ન જ છોડતી… તેટલો સમય મિહિર પણ રાહ જોય લેતો ક્યારે પણ પિરિયડ છોડવાનુ દબાણ કે આગ્રહ તો ન જ કરતો.

સુહાની પણ હવે ખાસ મિહિર સાથે વધુ હળીમળી ગયેલ સામી બાજુ મિહિર પણ પ્યાર જેવી મહાન બાબત નો ઉલ્લેખ તો સામેથી ન જ કરી શક્યો, આમ સબંધ હજી સુધી દોસ્તી ના ઋણ મા જ હતા.એકરાર નો સમય હજી આવેલ પણ નહી બાકી મિહિર ખુદ પોતાના વ્યક્તિત્વ મુજુબ સ્વીકારી લે તેમા કોઇ બે મત નહતો.આમ ને આમ બિજા વર્ષ પણ પુરુ થયુ.તે સમય દરમ્યાન કોલેજ કેમપ્સ તરફ થી એક પ્રવાશ નુ પણ આયોજન થયેલ.

કોલેજના જી.એસ.હોવાના નાતે આગેવાની તો મિહિર ની જ હોઇ ને મિહિર એટલે સ્ટુડન્ટ યુનિયન નો રાજા……..સ્વાભાવિક સુહાની પણ સાથે હોયજ ઘરે પણ ખાશ કોઇ રજામંદી ની આવશક્યતા તો ક્યારે પણ ન હતી ઘણો વિશ્વાશ હતો ઘર ના દરેક સભ્ય ને સુહાની પર,ખાસ ફી નો કોઇ ઉલ્લેખ પણ મિહિરે કરેલ પણ ન હતો પણ આ પ્રવાશ દરમિયાન સુહાની પણ ઘણી નજીક મિહિર પ્રત્યે આવી ગયેલ જીવન મા કોલેજ લાઇફ ની મોજ અલગ જ હોઇ ને આ મૌજ મા આજ મિહિર એવમ સુહાની ખોવાય શુક્યા.મિહિર પણ ઘણી વખત આ પ્રવાશ દરમ્યાન કોઇ ને કોઇ બાબત હંમેશ મુજુબ આજ પણ અગંત ડાયરી ટપકાવતો ખરો.

એકાદ વખત સુહાની એ પુછી લિધુ મિહિર યુ ઓપરેટ એ ડાયરી…ખુદ ની પળો નો ઉલેખ ની નોધ રાખેશે કે…..? જવાબ પણ હા જ હતો સુહાની ને તે ગમ્યુ.

મિહિર પણ સુહાની વગર આ ૫ દિવશ ના પ્રવાશ મા એક પલ પણ અલગ કે દૂર ન હતો, છેલ્લો દિવશ ગોવા ના દરિયા કિનારે ઢળતી સાંજે આજ મિહિર થોડો વધુ અલગ મુડ મા હતો.

દરિયાની લહેરો સંગ ખુદ પણ પુરો ભીજાયેલ હતો ને આજના આહલાદાક મૌજીલા વાતાવરણમા પોતે આજ ખુશીમા ઝુમી ઝુમી ને પોતાના મન ને આજ મોકળુ મુકી દીધુ……..થોડા ભાવપુર્વક નિખાલશતાભર્યા નિડર અવાજ મા સુહાની પ્રત્યે બે હાથ ફેલાવી ને બોલ્યો,

સુહાની, આજ હુ મારા દિલ ની ધડકન ના એક એક ધબકારા ને સાંભળી ને નિખાલશ એક એકરાર કરુ કે…….? સુહાની પણ હેરત સાથે અનેરા મુડમા મિહિર પ્રત્યે જાણે કેમ આવકાર આપતી હોઇ તેમ આજ ના આહલાદક દરિયાના મોજીલા વાતાવરણ ને વધાવતી મિહિર પ્રત્યે પોતાની બાજુ પણ ફેલાવી બેઠી……!

હા, પુરુ આહવાન પુરા ભાવવિભોરમા દિલ ની ધડકન ની રફતાર પણ આજ જાણે ડબલ જ થય શુકી….આસ્થા મુજુબ ના જ શબ્દ……,

સુહાની, પ્લીઝ મને ના નહી કહેતી ઓહ,ગોડ…..મેડ ફોર મી, આઇ લવ યુ…….ડીયર, ને ખુદ ના ચહેરા બે હાથ રાખી છુપાવી દિધો આજે તો કાનના દ્વાર જ ખુલા હતા ફક્ત. હા, સુહાની પણ તેજ ખ્યાલે વિચારે હતી પણ સ્ત્રી નુ દિલ સામે થી કેમ કહે…….? આજે ગોવા ના સમુદ્ર ને સાખ મા રાખી પોતે આગળ વધી ને મિહિર ના ચહેરા પર થી હાથ હટાવી ને બહુ ભોળાભાવે……આંખ ને પુરી મિહિર સમક્ષ નજીક રાખી ને મસ્ત નયન હકાર મા નીચે બાજુ ઢાળ્યા. આજ ની સુહાની પળ ને મિહિર ના દિલો દિમાંગ મા ઉતારી ને હાથ ને ફેલાવી દિધા……હા, આજ મિહિર પણ જાણે કેમ સુહાની મા પુરુ સમાય જવુ હોય તેમ આલિંગન મા તબદીલ થય શુક્યો……આજ એકરાર થય શુક્યો…..સુહાની મિહિર આજ એક પ્રીત ના ધાગે એવા ગુંથાય ચુક્યા કે આજ આ સ્ટુડન્ટ ના લીડર ને હાજર થવામા મધરાત જેવો સમય થય ગયો…….રાહ જોતા રહ્યા તેના સહ્ધ્યાયી પણ આજ કોઇ બાધા ન જ નડી…….!

પ્રીતનુ ઋણ તો કોઇ ને નથી રહેતુ કેમ કે તે બધંન તો બેતરફી બધંન હોઇ, તેમા એક બીજાની નજર,નેણનો મિલાપ જ હોઇ……! વેકેશન પણ ફરી પુરુ થયુ, ને ફરી આ મુક્ત મનના પંખી અનંત આકાશ મા વિહારે નિકળી પડ્યા, હા સુહાની ના પિતાજી,ભાઇ સાથે પણ સુહાનીએ બે ત્રણ વખત મિહિર ની મુલાકાત પણ કરાવી છુકી ને એક તરફી આ ફેમેલીની રજા મળી ગઈ…..મિહિર નુ વ્યકતિત્વ જ મધુર હતુ એક દમ પોજીટિવતા તેનુ આગવુ લક્ષણ હતુ,જેથી પસંદગી નો કોઇ નકાર ભાવ નો કોઇ સવાલ જ નહતો.

હા, હવે બાબત સુહાની ના શબ્દ પ્રથમ વખત ભાઇ ની મુલાકાત વખત ના,
”સુહાગ, કોઇ પુરુષ મને ગમે તે માટે હુ રજુ નથી કરતી, પણ મે મિહિર મા એવુ કોઇ લક્ષણ કે નેગેટિવતા નથી જોય…..! શાને આવુ હોઇ તેતો ખ્યાલ તો મને નથી, પણ હુ મનોવૈજ્ઞાનિક ભાષા મા વાત કરુ તો પ્રીત, સ્નેહ, કે લાગણીની ભાવના ના બહેક મા કોઇ બુરાઇ નજર ન પણ આવે પણ હુ તે વિષય મા નથી માનતી તે હકિકત છે ને આ વ્યક્તિને હુ પ્રથમ દ્રષ્ટીએ પ્યાર કરતી હોય તે મને માનવા નથી આવતુ તો શા માટે તેના સ્વભાવગત કોઇ દોષ મને નજર મા નથી આવતા…..તમો ને આવેશે કે જોય શકોશો તમારી દ્રષ્ટી એ……..! મોટાભાઇ સાથે સુહાનીને મિત્રતા ના સબંધ હતા તેથી સહજતાથી વાત કરી,
”ખુબ મોટો પ્રશ્ન તારો છે સુહાની પણ તારા વગર પણ હુ તેના સાથે ઘણો સમય પસાર કરી છુક્યો છુ….યુ આર રાઈટ એન્ડ આઇ પ્રાઉડ ફોર યોર ચોઇચ ડીયર, વિશ યુ બેસ્ટ ઓફ લક……..! સુહાગ પણ મિહિર ની બાબત મા ચોકક્ચ પોજીટિવ હતો,

દુનિયા જો ધારેલ રાહ થી જ આગળ વધે તો કુદરત જેવુ કાઈ છે તેમ કોણ માને…….! આ મિહિર સુહાની ની જોડી પણ દિવાસ્વપ્ન રાચતી નવા નવા સ્થળે, ક્યારેક જાહેર મા ક્યારેક અજાણ્યા સ્થળે પોતાની આઝાદી મા મશગુલ હતા,તેમા એક દિવશ મિહિર કોલેજે પણ ન આવ્યો, બિજા દિવશે પણ પોતે ન આવ્યો પણ મિત્ર દ્વારા મેસેજ સુહાની ને મલ્યા કે પોતે બે દિવશ મા અખાત મા જવુ પડશે ને સુહાની ને કહેજે કે ઘરે મને આજે મળે મારે વિઝા સહિત ઘણી તૈયારી કરવાની હોવાથી હુ સાંજેક ના ઘરે હશે ત્યા જ આવી જજે.

ઘરે સુહાની પણ સાંજેક ના પહોચી શુકેલ, હા, ઘર તો પોતાના ઘર ની બરોબરી નુ હતુ…પણ ખાસ કોઇ અવરજવર વગરનુ કોઇ માણશ નજર મા ન જ આવ્યુ. મેઈન ગેટ ખોલી પોતેજ અંદર દાખલ તો થયેલ પણ કોઇ નજર મા ન આવ્યુ.થોડી લોન મા ચાલી ને બંગલા ના મેઈન ડોર પાસે આવી ગઈ, ગેટ ઉપર મોટા અક્ષર મા લખેલ શબ્દ સુહાની ના મગજ મા અકબંધ જાણે થય શુક્યા કેમ કે કોઇ ની હાજરી ન હોવાથી બે ત્રણ વખત નિરખી ને વાચ્યા, ”સત્ય કડવુ જરૂર હોઇ પણ ફળ તો ધીરજ હોઇ તો મિઠા જ હોઇ ” ક્યા સંદર્ભ મા લખેલ હોય તે તો મિહિર નુ ફેમેલી જ જાણે.

પોતે એક આરામ ખુરશી મા બેઠક લિધી તેવોજ મિહિર પણ મેઈન ગેટ થી નજર આવ્યો.પોતે પોતાની હાલ થોડી ઝડપ મા ફેરવી ને સુહાનીનો હાથ પકડી લિધો,પોતાને રોકી ન શક્યો ને એક દમ નિરાશ વદને રુદન ની પરિભાષા મા બોલ્યો, સુહી, વી આર લોસ્ટ માય ફેમેલી,એલ્સો માય બિજનેશ,પ્રોપર્ટી એન્ડ માય ઓલ ડ્રીમ, સાથે સાથે આપણા પણ સપના આજ ટુટી ચુક્યા……….!

સુહાની ઘણો પ્રયાશ કર્યો સાથે સાત્વન પણ આપ્યુ ને માયુશ વાતાવરણ માથી થોડી વાર પુરતો પણ મિહિર બહાર આવી શક્યો, મિહિર ની ભાષા મા જ ઘટના એ હતી કે, પોતાનુ બધુ સામ્રાજ્ય અખાત મા જ હતુ, પોતાના મમી, ડેડી, ભાઇ સહિત પુરુ ફેમેલી ત્યાજ સ્થાય હતુ.બિજનેશમા નામ પણ મિહિર ના નામથી ”મિહિર ઇન્ફ્રાવોટરપ્લાન્ટ” ખારા પાણી માથી મિઠા પાણી મા રુપાંતરીત કરવાનો પ્લાન્ટ હતો,

શરુઆત મા એકજ પ્લાન્ટ દ્વારા શરુઆત થયેલ ને વિકાશ પામતા સંખ્યા ૫ જેટલી પહોચી ગયેલ. મિહિર સિવાય બધા ત્યા જ સેટલ હતા.એક દમ રોયલ ફેમેલી માફક ત્યા જ રહેતા. કોઇ ભુલ માનવ દોષ ની હોય કે અજાણ્યે હોય પણ પાણી ની સપ્લાય મા પાણી મા કોઇ ઝેરી પ્રવાહી ની માત્રા પકડાય.ત્યા અખાત ના દેશમા આ ગુનો રાષ્ટ્ર દોષ મા સામેલ હોવાથી ત્યાની ગર્વમેન્ટ ત્યાના કાનુન મુજુબ પુરા ફેમેલી ની ધરપકડ કરી ને છેલ્લા ૪ દિવશ થી જેઈલ મા બંધ કરી દીધેલ ને પ્લાન્ટ પણ ફ્રીઝ કરી ગર્વમેન્ટે ખુદ ના હસ્તક લઇ લીધેલ.

હવે કેવે રીતે બધા ને છોડાવવા ને કેશ ને કઈ રિતે આગળ વધારવો તે ફક્ત મિહિર જ બહાર હોઇ તેના સિવાય કોઇ ન હોવાથી પુરી જવાબદારી પોતાના ખુદ ના શિરે આવી ગયેલ. નિષ્ણાંત એડવોકેટ ની ફોજ લઈ ને વિદેશ નિકળવુ પડે તેમ હોવાથી પોતે એક દમ અસહાય મેહસુસ કરતો ફરી રુદન ના સહારે સુહાની સમક્ષ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા માંડ્યો.

“મિહિર પ્લીઝ હિમંત રાખ કોઇ ને કોઇ રાહ ચોક્કસ મળસેજ ચાલ મારા ઘરે પ્લીઝ ના નહી કહેતો આજે મારા ફેમીલી સિવાય તારુ બિજુ કોણ અહી છે કોઇ રસ્તો માય બ્રધર કે ડેડી કાઢશે….. જ તુ ચાલ,

મિહિર ને સાથે લઈ પોતાના ઘરે પહોચી ત્યા તેના ડેડી તથા ભાઇ સાથે વિગતે વાત કરી. સુહાની ના પપાએ પણ પોતાના બિજનેસ પાર્ટનર સંજય ગુપ્તા ને પણ બોલાવી આ બાબત હવે ક્યુ સ્ટેપ લેવુ તે ચર્ચા શરુ કરી.વકિલો, નિષ્ણાતો તેમજ રાજ્દ્વારી સબંધો નો ઉપયોગ કરવા સુધી ચર્ચા થય પણ નક્કર કોઇ બાબત કોઇ રિતે કોઇએ હાથમા ન લિધી.ઘણી રકમ ની જરૂર હોવાથી મિહિર પણ પોતે માયુશી મા ગરક થય શુક્યો.

સુહાનીના ડેડી અમુક રકમ મિહિર ને આપવા તૈયાર હતા પણ તે રકમ ઘણી અપુરતી હોવાથી મિહિર પણ કોઇ બિજા પ્લાન ના સહારે હવે નિકળી જઈશ તેમ જણાવી ને આખરે સુહાની સમક્ષ આવ્યો, સુહી,

”સત્ય હંમેશા કડવુ હોઇ પણ ધીરજ ના ફળ મિઠા હોઇ” બટ યોર ફેમીલી લાઇક, થેન્કશ ફોર સ્પોર્ટ…..! થોડી વધુ માયુશી મા બોલ્યો,
ફરી બોલ્યો, ”મારે ઘણી રકમ ની સગવડ કરવાની હોવાથી હવે સમય બગાડવા નો કોઇ અર્થ નથી,

સુહાની પણ સાથે જ હાલી નિકળી ને ખુદ સપોટની ભાષામા બોલી,યુ આર નોટ એલોન, હુ તારા સાથે હરકદમ સાથે છુ ચાલ પ્લીઝ માયુશ ન થા,
મિહિર પણ આજ પુરતો આ દયા ની દેવી સમક્ષ આશુ નો વરસાદ વરસાવ્યો, મન મા થૉડી હિમંત સાથે સુહાની સમક્ષ આજીજી ભર્યા અવાજે બોલ્યો,ને હાથ મા એક ચબરીખી આપતા બોલ્યો,

”સુહી, ડોન્ટ માઇન્ડ હુ જાણુ છુ તારાથી મારી હેલ્પ ન થય શકે………! રકમ પણ ઘણી મોટી છે, યોર ડેડ સપોટ મી બટ……” વાક્ય અધુરુ છોડી ને પોતે ગૅટ બહાર નિકળી શુક્યો, સુહાની પણ પાછળ જ ગેટ સુધી જાણે કઈ પણ કહેવા દોડી, પણ મિહિર હાલવા કરતા દોડ્યો વધુ. ઘણી વાર સુધી સુહાની ગેટ પર ઉભી રહી ને મિહિર ના પાછળ નજર એમ જ રાખી મિહિર પણ ખુદનો પુરો ચહેરો નીચે રાખી ને નિકળી પડ્યો જાણે આજ તો સુહાની ને ફક્ત ધડ જ દેખાયુ….ધડ કેમ હાલતુ જતુ હોઇ………! ને પોતે આપેલ ચબરખી ખોલી એજ મરોડદાર અક્ષર મા ”સુહી,સોરી પણ એક વાતે હુ આજે પણ છુ ”સત્ય હંમેશા કડવુ હોઇ પણ ધીરજ ના ફળ મિઠા હોઇ” ને આજ પણ તે વાતે જ હુ રહીને, આજ સાંજ ની ફ્લાઈટ મા દુબઈ જવુ છુ હવે ક્યારે ફરી આવુ……!

મને માફ કરજે પણ મારી રાહ વધુ સમય તો ન જ જોતી…..વધુ મોડુ પણ થઈ શકે આ મારી લડાઇ કરતા યુધ્ધ મને વધુ લાગેશ……..!

હા, તેના પછી મિહિર ના કોઇ સમાચાર ન મલ્યા, હા સંજય અંકલ બે દિવશ પછી એક ન્યુઝ પેપર લઈ ને ઘરે આવેલ તેમા સમચાર મુજુબ પુરી નેગેટીવ બાબત જ ”મિહિર ઇન્ફ્રાવોટર” ની રજુ થયેલ પણ સુહાની કે તેના ભાઇએ તે બાબત કોઇ કોમેન્ટ ન આપી ને મિહિરના સમચાર કે કોઇ ફોન ની રાહ જોઇ…….!

હા, ઘણા સમય સુધી રાહ જોઇ આખરે ૧૦ વર્ષ જેવો સમય વિતીત થઈ શુક્યો…..પિતાજી પણ વિદાય લઈ શુક્યા, ભાઇ પણ અમેરિકા મા સ્થાય થય શુક્યો ને પોતે પણ એમ પી શાહ કોલેજ મા પ્રાધ્યાપક ની નિમણુક નો કોલ લેટર મળતા ખુદ નુ શહેર છોડી ને બિજા શહેર મા છેલ્લા દશ વર્ષ થી સ્થાય થય ચુકી……હા, મોટા ભાઇએ ફરી એક મોટો બંગલો, ગાડી, નોકર નો જુનો કાફલો તો પ્રદાન કર્યોજ……………!

આમ પોતે અતિત ની યાદ મા સવાર સુધી બેડ મા જાગતી બેઠી ને મિહિર ને યાદ કરવા મા સવાર થઈ શુકી……પોતે ઉભી થઈ ને પોતાના અંગત કબાટ માથી મિહિર ના હાથ ની લખાયેલ ચબરખી કાઢી ફરી એક વખત વાચી ત્યા સુધીમા તેમની બહુ ઘણા વખત થી પુરો ખ્યાલ રાખતી મીના આન્ટી એ સવારના આવી ને માથે હાથ હેત પુર્વક રાખી ને
“આજ મારી સુહાની સવાર સુધી જાગતી રહી……કે…….!

હાલ બેટા હવે તો સવાર થય શુક્યુ.
મા સમાન મીના આન્ટી નો હાથ હેતપુર્વક પકડી ને ભાવવિભોર દિલે બોલી,
”હા,આન્ટી આજ મિહિર ના મને સમાચાર મલ્યા,તેની ડોટર સાથે મારી મુલાકાત થઈ” પણ એટલુ એક વાક્ય બોલવામા પોતે હાંફી કેમ ગઈ હોઇ…..? રુદન ના એકાદ બે ડુચકા સાથે આન્ટી ને વળગી પડી.ઘણા સમય સુધી રડી ને ઘણી હળવી પણ થઈ ચુકી…..આજ પહેલી વખત સુહાની ને આટલુ રડતા મીના આન્ટી એ જોઇ.

આ બાજુ રાગિણી પણ સાંજ ના ઘરે આવી હજી પપા તો આવેલ ન હતા,પોતે હળવેક થી પાપાના પર્સોનલ લોકર તરફ આગળ વધી, ખુદ ની ધડકન પણ ધબકારા વધતા જતા હતા.જયાર થી સુહાની ની મુલાકાત્ત થઈ ત્યારથી પોતે એક ગ્લાસ પાણી પણ ન પિધેલ. લોકર સમક્ષ ઘણી વાર સુધી પોતે ઉભી ને આખરે પોતાની જિજ્ઞાશા નો વિજય કેમ થયો હોય તેમ લોકર પ્રથમ વખત પપા ની ગેરહાજરી મા ખોલ્યુ, હા, એક જુની હાથ થી લખેલ ડાયરી તેને મળી.ડાયરી ને લઈ લોકર ફરી ક્લોઝ કરી પોતે પોતાના બેડરૂમ તરફ આવી.એક એક પેજ એક એક નોધ આજ બે બે વખત વાચી ને આશુ ના પ્રવાહ મા પોતે પોતાની બેડ પણ ભિજવી છુકી……સવાર સુધી આ ડાયરી મા પપા, સુહાની મેમ ના વિચારો મા જ રત રહી.

સવાર ના ૭ વાગ્યે રોજ મુજુબ એજ હેતભર્યો અવાજ,
”હાય, માય ડીયર, ગુડ મોર્નિંગ….હવે સાત વાગ્યા, કે પાચ મિનીટ હજી વધુ…..કે….?
રોજ ની આદત હતી મિહિર જ્યારે પણ રાગિણી ને ઉઠાડતો ત્યારે વધુ ૫ મિનિટ માંગી લેતી, પણ આજ રાગિણી બેડરૂમ મા ઉભેલ જોય પોતે વિસ્મય પામ્યો ને ફરી બોલ્યો,
”ઓહ માય દિક્કો આજ મારી પહેલા કેમ ઉઠી ગયો……? ને રાગિણી ના હાથ મા પોતાની ડાયરી જોઇ ને આગળ વધ્યો.રાગિણીના હાથ માથી પોતાની ડાયરી લગભગ તો જુટવી જ લિધી ને રાગિણીના માથે હાથ રાખી ને ડાયરીનો ગુસ્સો પી ગયો ને હેત પુર્વક બોલ્યો,

”વોટ એ રોંગ વિથ યુ, માય ડીયર….આજ મારી ડાયરી તને ક્યાથી મળી…….? ને કેમ આજે ચહેરો પણ માયુશી ભર્યો એની પ્રોબ્લેમ ટુ યુ……..?

હેરતભર્યો ખુદ પર કાબુ ન રાખી શક્યો ને આખરે રાગિણીની બેડમા ફસડાઇ પડ્યો. રાગિણી પણ ખુદ ની ડોટર ન હતી. તે રાગિણી પણ જાણતી ને આજે આમ રાગિણી નો ચહેરો, ડાયરી,રુદનભરી આંખ જોય ને પોતે અચંબા મા બેશિ ગયો.વિચારો ના વમળ મા પોતે પણ રાગિણી ને ક્યારે પણ જે કહી ન શક્યો તે આજ રાગિણી જાણી ચુકી.તેને મન મા આજ ઘણુ દુખ થયુ.

રાગિણી ના જન્મ વખતે ભાઇ, ડેડી હજી કાનુની ફંદા મા હતાને તેજ દરમ્યાન એક વધુ મુશ્કેલી ના પગરવ સંભાળાઇ ચુક્યા…….! ભાભી પણ અપુરતા ખોરાક ને પાછિ પ્રશુતીની પીડા સહન ન કરી શકી રાગિણી ના જન્મ ના બે ત્રણ માસ મા જ રાગિણી ને મિહિર ના હાથ મા સોપી ને પોતે પણ કાયમી માટે રાગિણે સહીત બીજી પારાવાર મુશ્કેલી નો ભાર મિહિર ઉપર નાખી ને કાયમી માટે આંખ બંધ કરી શુકી.

આમ મિહિર બે બાળકો એક્લો અટુલો જમાનાભર ની વિપતી મા રાગિણી નો કુવારો બાપ નિસહાય બની બેઠો.પછિ નો ઇતિહાસ તો ટુક મા જ હતો ત્યાના ન્યાય મા મિહિર ટુંકો જ પડ્યો આ વકિલો ની ફોજ પણ ન્યાય તો ન જ અપાવી શકી……ને કાનુની પંજો વધુ મજબુત બન્યો ભાઇ ને આજીવન કારાવાશ ની સજા સાથે પિતાજી પર કોઇ રહેમ જેવુ મેહસુશ ન જોવા મળ્યુ.પિતાજી પણ આ મુશ્કેલીનો ગઢ ન પચાવી શક્યા,વિના બોલાવે ઇશ્વરધામ પહોચી ગયા…………! આમ મિહિર પોતે ૫ વર્ષ સુધી સુહાની ને તો ન જ ભુલ્યો પણ કોઇ ને પોતાની આપવીતિ કહી પણ ન શક્યો.

આખરે પિતાજી ની અસ્થી લઈ રાગિણી ને પોતાની ઔલાદ માની પોતે સુહાની ના શહેર મા એકાદ બે વર્ષથી નવો ધંધો શરુ કરેલ.પણ સુહાની ને તો આજ પણ ન જ ભુલી શક્યો. એકાદ બે વખત સુહાની ના રહેઠાણ તરફ તપાશ તો કરેલ પણ જવાબ મા ફેમીલી અમેરિકા સ્થાયી થયેલ તેમ જાણવા મલ્યુ. પોતાના નશીબ ને સંપુર્ણ દોષ આપી પોતે રાગિણી મા જીવ પરોવી દિધો હા, સુહાની ની જગ્યા તો આજ પણ અનામત જ રાખી.

”પાપા, કેમ આવુ કર્યુ……? વ્હાય ડઝ…..નોટ એવરીથીંગ ઓકે…પાપા…નોટ ઓકે, યુ નો પાપા, આજ પણ સુહાની મેમ એકલી અટુલી છે તે તો હુ કોલેજ જોઈન્ટ કરી ત્યાર થી જાણુ છુ, પણ તમો તેના જવાબદાર છો તે આજે જાણ્યુ……..!

 

વોટએ રોંગ પાપા……? આજ સુહાની મેમ મને મળેલ,કોલેજ પુરી થતા મને ઘરે સુધી મુકવા પણ આવેલ…..આજેજ તેને પણ ખ્યાલ આવ્યો કે હુ મિહિર શર્મા ની ડોટર છુ……પાપા તેનો નિરાશ ચહેરો હુ કાયમી જોતી ને કાયમી દોષ આપતી પણ આજે મે એ વિષાદો ની છાયાભર્યો, નિરાશ ચહેરો મને રાત ભર સુવા નથી દિધી પાપા, પ્લીઝ…….હવે મોડુ ના કરો, કદાસ સિટી છોડે તે પહેલા…..પહોચો પ્લીઝ…..પાપા નહી તો હુ ક્યારે પણ તમોને માફ નહી કરુ.

રાગિણીનો આજીજી ભર્યો, રુદન ભર્યો અવાજ પોતે સાંભળી ન શક્યો….પોતે બેડરૂમ ની બહાર આવી ગયો….પણ દુખ થવા કરતા મન ને આજ કોઇ અગમ્ય આનંદ પણ થતો હતો…..કેમ કે સુહાની ના કોઇ મેસેજ આજ ૨૦ વર્ષે મળ્યા તેનો છુપો આનંદ પોતે રાગિણી સમક્ષ રજુ ન કરી શક્યો…….!

 

તેનુ દુખ તેને નહતુ પણ સુહાની પાસે કઇ રીતે કઈ ઝડપે પહોચવુ તેનો ખ્યાલ આજ વધુ હતો…..પોતે એમ જ ધારતો કે મે જણાવેલ પછી સુહાની કોઇ દિવશ મારી રાહ ન જ જોવે……પણ જ્યારે રાગિણીએ આ ઉલ્લેખ કર્યો ત્યારે પોતાની ટુંકી વિચારધારા પ્રત્યે નફરત થવા લાગી હુ તો વિપદાકે મુશ્કેલી મા હતો, પણ સુહાની તો બસ મારા માટેજ ફક્ત મારા માટેજ હજી સુધી……..આગળ ન વિચારી શક્યો રાગિણી ને નાઈટ ડ્રેસ પણ ચેન્જ ન કરવા દિધો ને સવાર ના પોતાની ગાડી લઈ ને કોલેજે પહોચી શુક્યો……પણ વિધીની વક્રતા તો એજ હતી કે આજ સુહાની કોલેજ મા ન હતી. પણ રાગિણી પણ હિંમત આજ ન જ હારી ચાવડા ની કેબીન મા પહોચી ને મેમ નુ ઘર નુ અડ્રેસ મેળવી ને જંપી. હા, સુહાની ના સહાધ્યાપક પટેલ રાગિણી ના નાઇટ ડ્રેસ ને મિહિરના હાવભાવ થી ઘણુ સમજી ગયો આ પ્રોફેસર, ને પોતે પણ સાથે જ હાલી નિકળ્યો આજ તો ક્લાશ રૂમની અવગણના કરી ને…….!

હજી સુહાની પોતે આન્ટી ના સહારે થોડી હળવી થઈ ને લોન મા રોજ મુજુબ થોડા ડગલા માંડ્યા. હા, આજ કોલેજ જવાનો તો મુડ હતો નહીજ,પણ અતિત આજ તેનો કેડો છોડવાનુ નામ નથી લેતો……તેજ મિહિર ના વિચારે પોતે હતી ત્યાજ મિહિર ની ગાડી ગેટ પર આવી ને રાગિણી ને પોતે ઝડપભેર ઉતરતી જોઇ….ખુદ પણ વિસમ્ય પામી….હેરતભરી આગળ વધી ત્યા પટેલ પણ જોવા મલ્યા ને ખુદ ની જિજ્ઞાશા રોકી ન શકી……….!

આજ ૨૦ વર્ષે મિહિર સુહાની સમક્ષ ઉભો……….! પોતે ભાવવિભોર,હેરતભર્યો……સુહાની ની સામે……આ ત્યાગ ની દેવી સમક્ષ બે હાથ જોડ્યા….ને આંખ મા આશુ ના પ્રવાહ સાથે જાણે કેમ માફી માંગતો હોઇ તેમ નતમસ્તકે ઉભ્યો…….પટેલ સાહેબ પણ આજે કઈ પણ ન જ બોલી શક્યા.

આખરે રાગિણી એ દોર હાથ મા લિધો……ને અશ્રુ ના પ્રહાવે બંને અશીલ ની વકિલ બની…હા ન્યાયધીશે પણ આજે નોધ રાખી કે બે અશીલો ની એકજ વકિલ હોઇ તે કેમ માનવુ……! પણ રાગિણી એ પુરી સ્ટોરી આજ સુહાની ને બતાવી ને આજ ૨૦ વર્ષે બે મુક્ત મન મા પંખી ને હાલાત ના શિકાર કેવી રિતે બન્યા ક્યા બન્યા તેનો સવિસ્તાર નયનરમ્ય અંક આજ રજુ કર્યો……હા, સાથે પોતાની આંખ ને પણ અવિરત પ્રવાહ મા તબદિલતો રાખીજ……..!

હા, ગોવા ના દરિયા કિનારે જે છુટ મિહિર ને મળેલ તે છુટ તો આ તબ્બકે અહી ન મળી પણ રાગિણી ને મમી મળી ગઈ એ પણ ખુદ પોતાની પ્રોફેસર……ને આજ ત્રણેય જણા ની આંખ મા અવિરત અશ્રુ નો પ્રવાહ હરખ નો જ હતો…..મેળાપ ના હતા કે વિતાવેલ વિરહ ના……બાકી રાગિણી ના તો હરખ ના આશુ હતા………!

 

લેખક- લાલજીભાઇ ટુકડિયા

loading...