Stories

ખોડલધામના નરેશ પટેલના પુત્રના લગ્ન ક્યાં અને કોની સાથે યોજાઈ રહ્યા છે જાણો ?

“ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન એવા નરેશ પટેલના પુત્ર શિવરાજના લગ્નના સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે…

“ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન એવા નરેશ પટેલના પુત્ર શિવરાજના લગ્નના સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે જાણવા મળતી વિગતો મુજબ લગ્નની તમામ તૈયારીઓ કરવા માટે હાલ નરેશ પટેલ પરિવારજનો સાથે ઉદયપુર પહોંચ્યા છે. જ્યાં શિવરાજના લગ્ન ધોરાજીના ડો.કે.કે. વૈષ્ણવની પુત્રી ચાર્વી સાથે થવા છે.હાલ ઉદયપુરમાં લગ્ન પહેલાની વિધિઓ શરૂ થઈ ચૂકી છે.

શિવરાજ અને ચાર્વી 30 જાન્યુઆરીએ ઉદયપુરમાં જવા રવાના થશે. શિવરાજ અને ચાર્વી પ્રભૂતમાં પગલા પાડ્યા બાદ ઉદેપુરથી રાજકોટ પરત આવશે. ત્યાર બાદ 1 ફેબ્રુઆરીએ રાજકોટમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.રિસેપ્શનમાં સમાજના આગેવાનો સહિત રાજકીય હસ્તીઓ પણ હાજર રહેશે.

 

loading...