Stories

Uttrayan 2018 – મકરસંક્રાંતિનુ મહત્વ અને ઉપાય

ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણ મતલબ મકરસંક્રાંતિનુ મહત્વ બતાવતા ગીતામાં કહ્યુ હતુ કે ઉત્તરાયણના 6 માસના શુભ કાળમાં જ્યારે સૂર્ય દેવતા…

ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણ મતલબ મકરસંક્રાંતિનુ મહત્વ બતાવતા ગીતામાં કહ્યુ હતુ કે ઉત્તરાયણના 6 માસના શુભ કાળમાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણમાં હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે ત્યારે આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી એકદમ વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય છે ત્યારે પૃથ્વી અંધકારમય થાય છે અને આ અંધારામાં શરીરનો ત્યાગ કરીએ તો એ જીવને પુનર્જન્મ લેવો પડે છે.

– મહાભારત અને ભાગવત પુરાણ મુજબ સૂર્યના ઉત્તરાયણ થવાના દિવસે જ પિતામહ ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ
કર્યો હતો.

– વિષ્ણુ ધર્મસૂત્ર મુજબ પિતૃઓની શાંતિ માટે અને સ્વાસ્થ્યવર્ધન અને કલ્યાણ માટે તલનો પ્રયોગ સ્નાન, દાન, ભોજન, જળ અર્પણ, આહુતિ અને તલના તેલથી માલિશ કરવાથી પાપ નાશ પામે છે.

– મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને અર્ધ્યનુ વિશેષ મહત્વ હોય છે. તેથી આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવુ જોઈએ જો આવુ ન કરી શકો તો ઘરે જ આ વિશેષ ઉપાય કરો.

મકરસંક્રાંતિના વિશેષ ઉપાય…

– આ દિવસે સ્નાન કરવાના જળમાં તલ અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવુ જોઈએ.
– સ્નાન કર્યા પછી એક તાંબાના કળશમાં શુદ્ધ પાણી ભરીને તેમા લાલ ચંદન, તલ, ચોખા અને લાલ ફૂલ નાખીને “ૐ ઘૃણિ આદિત્યાય નમ:” આ મંત્રનો જાપ કરતા સૂર્યનારાયણને અર્ધ્ય આપો. ત્યારબાદ નિમ્ન 12 મંત્રોનો જાપ કરતા સૂર્ય નારાયણને પ્રણામ કરો.

  • 1. ૐ સૂર્યાય નમ:
  • ૐ ભાસ્કરાય નમ:
  • ૐ રવયે નમ:
  • ૐ મિત્રાય નમ:
  • ૐ ભાનવે નમ:
  • ૐ ખગાય નમ:
  • ૐ પુષ્ણે નમ:
  • ૐ મારિચાયે નમ:
  • ૐ આદિત્યાય નમ:
  • ૐ સાવિત્ર નમ:
  • ૐ આર્કાય નમ:
  • ૐ હિરણ્યગર્ભાય નમ:

– આ દિવસે તલ અને ગોળથી બનેલ લાડુ, ખીચડી અને તાંબાના પાત્રનુ દાન કરવુ જોઈએ.

આવી જ બીજી ઘણી સારી પોસ્ટ વાંચવા માટે પેજ લાઈક કરો. ગમે તો શેયર જરૂર કરજો.

loading...