Stories

જાણો ક્યાં આવેલું છે આ મંદિર જયા યોનીની થાય છે પુજા

ભારતના અસમ રાજ્યમાં આવેલ કામખ્યા મંદિર 52 શક્તિપીઠમાં સૌથી જુની શક્તિપીઠ તરીકે સ્થાન ધરાવે છે. જે ગુવાહાટી રેલવે સ્ટેશનથી આશરે…

Loading...

ભારતના અસમ રાજ્યમાં આવેલ કામખ્યા મંદિર 52 શક્તિપીઠમાં સૌથી જુની શક્તિપીઠ તરીકે સ્થાન ધરાવે છે. જે ગુવાહાટી રેલવે સ્ટેશનથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલ છે. આ મંદિરે રોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવી પહોંચે છે.આ તીર્થધામ વિશે જોડાયેલ છે કેટલીયે જાણી-અજાણી વાતો જે જાણીને આપને આશ્ચર્ય થશે. આ મંદિર એક પહાડ પર બન્યું અને તેનું તાંત્રિક મહત્વ પણ છે.

– માન્યતા છે કે કામાખ્યા દેવી માતા સતીના યોનિ અહીંયા પડી હતી.


– પોષ મહિનામાં અહીંયા ભગવાન કામેશ્વર અને દેવી કામેશ્વરીની વચ્ચે પ્રતીકારત્મક લગ્નના રૂપમાં પૂજા કરવામાં આવે છે.


– મંદિરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ જમીનથી લગભગ 20 ફીટ નીચે એક ગુફામાં સ્થિત છે.

– મંદિર દરેક મહિનાનાં 3 દિવસ માટે બંધ રહે છે.

આખા બ્રહ્માંડનું કેન્દ્ર બિન્દુ માનવામાં આવે છે.

દેવીનું યોનિરૂપ મહામુદ્રા કહેવામાં આવે છે.

દુનિયાભરના તાંત્રિકો માટેનું આ પૂજ્ય સ્થાન છે.

ગર્ભગૃહમાં ફક્ત યોનિના આકારનો પથ્થર છે.


માં ભગવતિની યોનિ રૂપનું આ અનોખું મંદિર છે.


દેવીના 51 શક્તિપાઠમાં સમાવેશ થયો છે.


તાંત્રિક સિદ્ધિ માટે આ સારું સ્થાન છે.


ગર્ભ ગૃહમાં દેવીનો કોઇ ફોટો કે મૂર્તિ નથી.

પ્રધાનમંત્રી નરેનદ્ર મોદી નવરાત્રીના પહેલા દિવસે શુક્રવારના રોજ કામાખ્યા મંદિરમાં દેવીના દર્શન કરવા પહોંચ્યા હતાં. જાણો કામાખ્યા મંદિરની ખાસ વાતો.

(Source ; vtvgujarati )

loading...