Stories

જાણો નાની ઉંમરે પિતા ગુમાવનાર આ પાટીદાર યુવાન કમાય છે વર્ષે ૨૫ લાખ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા પટેલ પરિવારના મોભી રોગનો શિકાર બનતાં પરિવારની સઘળી જવાબદારી મહિલા પર આવી હતી. આ જવાબદારીને…

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા પટેલ પરિવારના મોભી રોગનો શિકાર બનતાં પરિવારની સઘળી જવાબદારી મહિલા પર આવી હતી. આ જવાબદારીને મહિલાએ પુરુષની સમોવડી બની નિભાવી ખેતમજૂરી કરી પુત્રને ભણાવી-ગણાવી લાયક બનાવતાં આજે પટેલ યુવાન અમેરિકાની કંપનીમાં લાખોનો પગારદાર બન્યો છે અને ખાસ તો તેની માતાનું ગૌરવ વધાર્યું છે. પુત્રે વર્ષે 25 લાખ જેટલી કમાણી કરે છે.
માતાએ પુત્રને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ખેત મજૂરીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા ધીરુભાઈ ઠુંમરના પરિવાર કુદરતની કારમી પરીક્ષામાં સપડાવું પડ્યું હતું. ધીરુભાઈનું અકાળે નિધન થતાં તેમના પત્ની લલીતાબેન પર સઘળી જવાબદારી આવી હતી. મોટો પુત્ર હર્ષદ ભણવામાં સામાન્ય જ્યારે નાનો પુત્ર મિતુલ ભણવામાં ખૂબ હોશિયાર હોય તેને ઉચ્ચ શિક્ષણ આપવાનું સપનું લલીતાબેન સેવ્યું હતું.
મિતુલ ધોરણ 12 સુધી મોવિયામાં ભણ્યો, કોલેજ રાજકોટમાં કરી અને એમસીએ કરવા બેંગ્લોર પહોંચ્યો હતો. એમસીએ પૂરું કરી માત્ર સાત હજાર રૂપિયાની નોકરીયે લાગી ગયો હતો. અને આજે તે અમેરિકાની 250 વર્ષ જૂની કંપનીમાં રૂપિયા 18 લાખના પેકેજ સાથે કામ કરી રહ્યો છે ઉપરાંત વધારાના કામમાં બીજી પાંચથી સાત લાખની કમાણી કરી રહ્યો છે. આમ વિધવા માતાએ જોયેલુ સપનું દીકરાએ સાર્થક કરી બતાવ્યું છે. માતાનું સમર્પણ મોટાભાઈના સહયોગ અને પોતાની મહેનતથી આજે પટેલ યુવાને ખાસ કરીને તેનું માતાનું ગૌરવ વધાર્યું છે.

(Source ; gujaratimasti )

loading...