Stories

જાણો કયા મંદિરમાં દિકરીને લઇને દર્શન કરવા માટે પહોંચ્યાં ‘તારક મહેતા…’ના દયાભાભી

ટેલિવિઝનની સૌથી પૉપ્યુલર સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ફેમસ થયેલી દયાભાભી ઉર્ફે દિશા વાકાણીએ 28 નવેમ્બરમાં એક બાળકીને જન્મ…

ટેલિવિઝનની સૌથી પૉપ્યુલર સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ફેમસ થયેલી દયાભાભી ઉર્ફે દિશા વાકાણીએ 28 નવેમ્બરમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. 21 જાન્યુઆરીના રોજ દિશા વાકાણી પોતાના પતિ અને દિકરીની સાથે જામનગર ખાતે આવેલા નાગેશ્વર મંદિરમાં દર્શને આવ્યાં હતા. દિશા વાકાણીની દિકરી 28 જાન્યુઆરીના 2 મહિનાની થઇ.

દિશા વાકાણીએ ગ્રીન કલરની સાડીમાં સિમ્પલ લૂકમાં જોવા મળ્યાં હતા, દિકરી સાથે દિશા વાકાણીએ વિશોતમાતાના દર્શન કરીને આશીવાર્દ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણી સીરિયલમાં છેલ્લા 4 મહિનાથી શોમાં દેખાઈ નથી. તેણે છેલ્લે સપ્ટેમ્બર મહિનામાં એપિસોડ શૂટ કર્યો હતો. શોમાં ન જોવા મળતા એવું માનવામાં આવી રહ્યુ હતુ કે તેણે શો છોડી દીધો છે, જો કે આસિત મોદીએ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું હતુ કે દિશા આ શોનો હંમેશા ભાગ રહેશે. દિશાએ મુંબઈના સી.એ મયૂર પડિયા સાથે 2015માં લગ્ન કરી લીધા હતા. દિશાએ 28 નવેમ્બર 2017માં બાળકીને જન્મ આપ્યો અને હવે તે શોમાં પરત ફરશે ત્યાં સુધી તેની પુત્રી લગભગ 4 મહિનાની થઇ જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ”દિશાનો પરિવાર ઘણો સપોર્ટિવ છે અને તે તેને બાળકીનું ધ્યાન રાખવામાં મદદ કરશે. દિશાના સાસુ પ્રેગનેન્સી દરમિયાન દિશાને કોઈ તકલીફ ન પડે તે માટે સેટ પર પણ આવતા હતા.”

 

( Source :gandhinagarmetronews )

loading...