Stories

જાણો દુબઈમાં શ્રીદેવીના મોતનો કેસ બંધ, પતિ બોની કપૂરને મળી ક્લિનચીટ, મૃતદેહ કેટલા વાગે આવશે મુંબઈ

શનિવારે રાતે શ્રીદેવીનું નિધન થયું હતું. શ્રીદેવીનો પાર્થિવ દેહ આજે રાતે 10 કલાકની આસપાસ મુંબઈ આશે. દુબઈમાં શબ ઘરમાં તેનો…

Loading...

શનિવારે રાતે શ્રીદેવીનું નિધન થયું હતું. શ્રીદેવીનો પાર્થિવ દેહ આજે રાતે 10 કલાકની આસપાસ મુંબઈ આશે. દુબઈમાં શબ ઘરમાં તેનો મૃતદેહ 60 કલાકથી રાખવામાં આવ્યો હતો. સરકારી વકીલની અનુમતી બાદ જ પોલીસ મૃતદેહને મુંબઈ લઈ જવાની મંજૂર આપી હતી. જે બાદ હવે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઈથી ભારત લાવવા માટે ક્લિયરેન્સ મળી ગયું છે. પોલીસે પરિવાર અને કોન્સ્યુલેટને ચિઠ્ઠી લખીને જાણ કરી દીધી છે.
sridevi

શ્રીદેવીના નિધન અંગે હવે કોઈ પણ પ્રકારની શંકા નથી. સરકારી વકીલે શ્રીદેવીનો શંકાસ્પદ કેસ બંધ કરી દીધો છે. જેના કારણે પતિ બોની કપૂરને દુબઈ પોલીસે ક્લીન ચીટ આપી દીધી છે. શ્રીદેવીનો પાર્થિવ દેવ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. હવે તેના મૃતદેહને લેવ લગાવવા માટે લઈ જવામાં આવી રહ્યો છે. મૃતદેહને ભારત લઈ જવા માટે પણ મંજૂરી મળી ગઈ છે.

દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જેને લઈને હવે હવે અલગ-અલગ વાતો સામે આવી રહી છે. શ્રીદેવીને દુનિયાને અલવિદા કહ્યાનાં બે દિવસ થઈ ગયા છતાં હજુ સુધી તેનો પાર્થિવ દેહ મુંબઈ આવ્યો નથી.

જેના કારણે નવી-નવી શંકાઓ ઉભી થઈ રહી છે. તો બીજી બાજુ મુંબઈમાં અનિલ કપૂરના ઘરે શ્રીદેવી-બોની કપૂરની બંને દીકરીઓ ખુશી તથા જાહન્વીને સાંત્વના પાઠવવા માટે સતત ત્રીજા દિવસે બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો.

શ્રીદેવીનું નિધન થયું છે તે સમાચાર સાંભળતાં આખું બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું છે. શ્રીદેવાના પાર્થિવ દેહના દર્શન માટે આખું બોલિવૂડ રાહ જોઈને બેઠું છે. જ્યારે ઘણી સેલિબ્રિટી અનિલ કપૂરના ઘરે પહોંચી છે. અનિલ કપૂર અને શ્રીદેવીના ઘરની બહાર ચાહકોની ભીડ જામી હતી.

શ્રીદેવીનું નિધન થયું તેની પહેલી તસવીર(થંભ તસવીર) સામે આવી છે? જે પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. જોકે શ્રીદેવીનો આ તસવીર સોશિયલ મીડિયા વાયરલ થઈ છે. વાયરલ થયેલી શ્રીદેવીની આ તસવીર અંગે હજુ સુધી કોઈ પણ જાતની પૃષ્ટિ કરવામાં આવી નથી.


(source : abpasmita )

loading...