Stories

PM મોદીના પત્ની જશોદાબેનને ક્યાં નડ્યો અકસ્માત?કોનુ થયુ મૃત્યુ?

રાજસ્થાનના ચિતોડગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં એક શખસનું મોત થયું હોવાની પણ…

રાજસ્થાનના ચિતોડગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં એક શખસનું મોત થયું હોવાની પણ ખબર આવી રહી છે. જશોદાબેન જે કારમાં બેઠા હતા તે કાર બીજા એક વાહન સાથે અથડાવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ અજાણ્યા ટ્રક ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાઈ છે

મળતી માહિતી મુજબ જશોદાબેનને માથાના ભાગે સામાન્ય ઈજા થઈ છે.

મળતી માહિતી મુજબ જશોદાબેનને માથાના ભાગે સામાન્ય ઈજા થઈ છે. જશોદાબેન ચિતોડગઢમાં કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન અન્ય વાહન સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો.તેઓ અકસ્માતમાં ઘાયલ થયા પછી તેમને ચિતોડગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ બરાબર છે.
આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ અકસ્માત કોટા-ચિતોડગઢ ફોર લેન રોડ પર 10 વાગ્યાની આસપાસ થયો હતો. અન્ય વાહને અચાનક બ્રેક મારી દેતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

(Source : morningnewsfocus )

loading...