Stories

‘મારા બ્રેસ્ટ દબાવી ફેશન ડિઝાઇનર બોલ્યો-અસલી છે કે નકલી’, હોલિવૂડની કઇ એક્ટ્રેસે જાતીય સતામણીનો કર્યો ખુલાસો

ન્યૂયોર્કઃ #MeToo કેમ્પેઇન અંતર્ગત વધુ એક હોલિવૂડની એક્ટ્રેસે પોતાની સાથે થયેલી જાતીય સતામણી અંગે ખુલાસો કર્યો હતો. હોલિવૂડ એક્ટ્રેસ કેટ…

ન્યૂયોર્કઃ #MeToo કેમ્પેઇન અંતર્ગત વધુ એક હોલિવૂડની એક્ટ્રેસે પોતાની સાથે થયેલી જાતીય સતામણી અંગે ખુલાસો કર્યો હતો. હોલિવૂડ એક્ટ્રેસ કેટ અપ્ટને ખુલાસો કર્યો હતો કે તે 18 વર્ષની હતી ત્યારે મોડલિંગ દરમિયાન એક જાણીતા ફેશન ડિઝાઇનર અને Guessના કો-ફાઉન્ડરે મારા બ્રેસ્ટ દબાવ્યા હતા.

એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં કેટ અપ્ટને Guessના કો-ફાઉન્ડર પોલ મારકિયાનો પર જાતીય સતામણી કર્યાનો આરોપ લગાવ્યો હતો. કેટ અપ્ટને જણાવ્યું હતું કે, હું જ્યારે 18 વર્ષની હતી ત્યારે જૂલાઇ 2010માં હું મારા પ્રથમ લોન્ઝરી મોડલિંગના કેમ્પેઇન માટેના એક ફોટોશૂટ માટે ગઇ હતી. શૂટિંગનો પ્રથમ દિવસ હતો ત્યારે પોલે મારી સાથે જબરદસ્તી કરી હતી.

જોકે, પોલે પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા હતા. પોલે કહ્યું કે, કેટના તમામ આરોપો પાયાવિહોણા છે. હું ક્યારે કેટ સાથે એકલો રહ્યો નથી. અને મેં ક્યારેય તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો નથી.

એક રિપોર્ટમાં કેટ અપ્ટેને કહ્યું કે, હું ફોટોગ્રાફર યૂ સાઇ સાથે ફોટોશૂટ માટે રૂમની અંદર ગઇ કે પોલ સીધા મારી પાસે આવ્યા અને મારા સ્તન દબાવવા લાગ્યા. તેઓ મારા બ્રેસ્ટ સાથે રમી રહ્યા હતા. મેં તરત જ પોલને ધક્કો માર્યો હતો. અપ્ટને જણાવ્યું કે, મારા વિરોધ બાદ પોલે કહ્યું કે બસ હું જોઇ રહ્યો હતો કે આ અસલી છે કે નકલી.

કેટે કહ્યું કે, મને એ વાત પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો કે હજુ સુધી કંપનીમાંથી કોઇએ મને જોઇ નથી. એક રિપોર્ટ પ્રમાણે, 2012માં પોલની કંપની દ્ધારા કેટનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ કેટે આ ઓફરને ફગાવી દીધી હતી. તે સમયે કેટને ચાર લાખ ડોલરની ઓફર કરવામાં આવી હતી.

(Source : abpasmita )

loading...