Stories

OMG! મરઘીની જેમ ઈંડા આપે છે આ છોકરો, ડોક્ટર્સ પણ ગોથે ચઢ્યા

ઈન્ડોનેશિયામાં એક 14 વર્ષનો છોકરો પાછલા બે વર્ષોથી મરધીની જેમ ઈંડા આપે છે. તમને જાણીને વિશ્વાસ નહીં થાય પરંતુ આ…

ઈન્ડોનેશિયામાં એક 14 વર્ષનો છોકરો પાછલા બે વર્ષોથી મરધીની જેમ ઈંડા આપે છે. તમને જાણીને વિશ્વાસ નહીં થાય પરંતુ આ છોકરો વર્ષ 2016થી અત્યાર સુધીમાં લગભગ 20 ઈંડા આપી ચૂક્યો છે. યુવકના પિતા પણ આ વાતની પુષ્ટિ કરે છે. છોકરાએ ડોક્ટરોની સામે જ 2 ઈંડા આપ્યા છે આ જોઈને ડોક્ટર્સ પણ પોતાનું માથું ખંજવાળી રહ્યા છે.

એક વેબસાઈટમાં જણાવ્યા મુજબ છોકરાનું નામ અકમલ છે અને તેના પિતાનું નામ રૂસિલ છે. છોકરાના પિતા રૂસિલનું કહેવું છે કે તેમનો દીકરો જે ઈંડા આપે છે, તેમાં માત્ર પીળો ભાગ હોય છે અથવા તો પછી સફેદ ભાગ હોય છે. પહેલીવાર જ્યારે તેમણે અકમલે આપેલા ઈંડા ફોડ્યા ત્યારે તેમાંથી પીળું પ્રવાહી નીકળ્યું, જે મરઘીના ઈંડામાં મળી આવતા એગ યૉક જેવું જ હતું.


અકમલ થોડા સમય પહેલા બીમાર થઈ ગયો હતો. તેને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેણે ડોક્ટર્સની હાજરીમાં જ ઈંડા આપ્યા હતા. જે બાદ હોસ્પિટલે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. તેમનું કહેવું હતું કે આ કોઈ શરારત હોઈ શકે છે. હોસ્પિટલનું અનુમાન છે કે છોકરાએ ગુદા માર્ગ દ્વારા ઈંડા અંદર છુપાવ્યા હોય શકે છે. પણ તેઓ આ પ્રકારની વાતની પુષ્ટિ કરી શક્યા નથી. જોકે અકમલના પિતા હોસ્પિટલના આ દાવાનો ઈનકાર કરી રહ્યા છે. હાલમાં ડોક્ટર્સ પણ આ કેસમાં ગુંચવાઈ ગયા છે. અને યુવકના ઈંડા આપવાનું કારણ શોધવામાં લાગ્યા છે.
(Source : iamgujarat )

loading...