Stories

‘પદ્માવત’ બબાલ: શિક્ષણ મંત્રીએ કહ્યું, ફિલ્મ ન બતાવવાનો મલ્ટી પ્લેક્સનો નિર્ણય આવકાર્ય

ફિલ્મ પદ્મવતનો વિવાદ સમવાનું નામ જ નથી લેતો. જ્યાં એક તરફ ફિલ્મ રિલીઝ કરવા માટે સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી દીધી…

ફિલ્મ પદ્મવતનો વિવાદ સમવાનું નામ જ નથી લેતો. જ્યાં એક તરફ ફિલ્મ રિલીઝ કરવા માટે સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી દીધી છે ત્યાં કરણી સેના તેનાં વિરોધમાં લાગેલી છે. તો દરેક રાજ્યમાં તેની રિલીઝ પર રોક લગાવવાની તેમની જીદ છે. જો ફિલ્મ રિલીઝ થશે તો થિએટર્સમાં તોડ ફોડ, રાજ્યની સંપત્તીને નુક્શાન કરવાની ધમકી આપી દીધી છે. તો સાથે જ રાજપૂત મહિલાઓએ તો જોહર કરવાની પણ ધમકી આપી દીધી છે. તો આ તમામ ધમકીઓ બાદ ગુજરાત મલ્ટીપ્લેક્સ અસોશિએશને મળીને ફિલ્મને રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે.

આ બધાની વચ્ચે રાજ્યનાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ ગુજરાત મલ્ટી પ્લેક્સ અસોશિએશનનાં ફિલ્મ ન બતાવવાનાં નિર્ણયને આવકાર્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ન માત્ર રાજપૂત સમાજ બલ્કે દરેક સમાજની લાગણી છે કે ફિલ્મ રિલીઝ ન થાય તેમાં મલ્ટી પ્લેક્સ એસોશિએશનના આ નિર્ણયને હું આવકારું છું.

ફિલ્મ વિશે વાત કરતાં તેમણે ઉમેર્યુ કે, સમાજના તથ્યોને તોડી મરોડીને વિકૃત રીતે ન દર્શાવવા જોઈએ. સુપ્રીમ કોર્ટએ વચગાળાનો જે સ્ટે આપ્યો છે તેના ઉકેલ માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહ્યું છે.

અમે બહુ પ્રયાસ કર્યા કે ફિલ્મ ગુજરાતમાં ન રિલીઝ થાય પણ સુપ્રીમકોર્ટે ફિલ્મ ને લઈને રીલિઝનો ઓડર આપ્યો છે તેમજ રાજ્યને ફિલ્મની રિલીઝને પ્રોટેક્શન આપવાની પણ વાત કરી છે. રાજ્યનાં કેબિનેટ મંત્રી દ્વારા સુપ્રીમ કોર્ટનાં નિર્ણયની અવહેલના કેટલી યોગ્ય છે.

સુપ્રીમનો નિર્ણયની અવહેલના
એક તરફ સુપ્રીમ કોર્ટનો નિર્ણય સર્વોપરી માનવામાં આવે છે તેમ છતા રાજપૂત સમાજ અને કરણી સેના આ નિર્ણયની અવહેલના કરી રહી છે. એટલું જ નહીં તેઓ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે તેવું કામ કરી રહી છે. ઉપરાંત મલ્ટીપ્લેક્સને નુક્શાન પહોંચાડવાની પણ ધમકી આપી રહી છે.

શું હતો પદ્માવત માટે સુપ્રીમનો ચુકાદો?
સુપ્રીમ કોર્ટની લીલીઝંડી બાદ હવે ‘પદ્માવત’ ફિલ્મ દેશના દરેક રાજ્યમાં રિલીઝ થશે. 25મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી સંજયલીલા ભણશાલીની ફિલ્મ પર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશની સરકારે ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના વિરોધમાં ફિલ્મના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની બેંચે આ અંગે સુનાવણી કરતા ચારેય રાજ્ય દ્વારા લગાવવામાં આવેલો પ્રતિબંધને ગેરબંધારણીય જાહેર કર્યો હતો.

સુપ્રીમનો આદેશ છતાં ફિલ્મ રિલીન નહીં કરવા દેવાઈ: મહાકાલ સેના
સુપ્રીમના આદેશ પર ગુજરાતમાં મહાકાલ સેનાના અગ્રણી ક્રિપાલસિંહ ચાવડાએ એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘સુપ્રીમનો આદેશ હોવા છતાં ગુજરાતમાં ફિલ્મને રિલીઝ નહીં થવા દેવામાં આવે. અમારી ભાવનાઓ સાથે છેડછાડ કરવા દેવામાં નહીં આવે. આ માટે જો જેલમાં જવું પડશે તો પણ અમારા કાર્યકરો તૈયાર છે.’

(Source by : gujarati.news18 )

loading...