Stories

રોઝના અર્થ સમજાવતો દિવસ એટલે ‘વેલેન્ટાઈન ડે’

રોઝ આપીને ગુલાબની જેમ પોતાનો મિત્ર હંમેશા ખીલેલો રહે તેવી મનની ઈચ્છા વ્યક્ત કરવાનો દિવસ એટલે આ વેલેન્ટાઈન ડે. એક…

રોઝ આપીને ગુલાબની જેમ પોતાનો મિત્ર હંમેશા ખીલેલો રહે તેવી મનની ઈચ્છા વ્યક્ત કરવાનો દિવસ એટલે આ વેલેન્ટાઈન ડે. એક લાલ ગુલાબ પણ તમારા પ્રેમીને ખુશ કરવા માટે પૂરતું છે.

વેલેન્ટાઈન ડે ના દિવસે આપણે ત્યાં સામાન્ય રીતે પ્રેમીઓ અને ખાસ મિત્રો એકબીજાને રોઝ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. આ દિવસે અનેક ખાસ મિત્રો પણ પોતાનો પ્રેમ પોતાના દોસ્તો સાથે વ્યક્ત કરે છે. એટલે કે રોઝ આપીને ગુલાબની જેમ પોતાનો મિત્ર હંમેશા ખીલેલો રહે તેવી મનની ઈચ્છા વ્યક્ત કરવાનો દિવસ એટલે આ વેલેન્ટાઈન ડે.

દુનિયામાં જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે આ ગુલાબની સાથે તેની સરખામણી અચૂક કરવામાં આવે છે. જેમ ગુલાબ કાંટાની વચ્ચે પણ ખીલે છે અને લોકોનું મન મોહી લે છે તેમ આપણે પણ દુનિયાના અનેક પડકારો સહન કરીને ગુલાબની જેમ ખીલેલા રહેવાનું છે.

દોસ્ત, પડોસી, પતિ-પત્નિ, ભાઈ- બહેન એવા ઘણા સંબંધો છે જે આપણા માટે ખાસ હોય છે. તેમના માટે આપણે કંઈ પણ કરી શકતા હોઈએ છીએ.

અહીં અલગ અલગ ગુલાબ અલગ અલગ ભાવનાઓને વ્યક્ત કરવાની ખાસિયત ધરાવે છે. માટે તમે તમારા સંબંધને આધારે જે-તે વ્યક્તિને તે પ્રમાણેનું ગુલાબ આપીને તમારો સંબંધ વ્યક્ત કરી શકો છો.

સફેદ ગુલાબ શુદ્ધતા, માસુમિયત અને બિનશરતી પ્રેમ દર્શાવે છે. જો તમે તમારા કોઈ પ્રિયજનને સોરી કહેવા માંગો છો તો તમારે તેને સફેદ ગુલાબ આપીને મનાવી દેવો જોઈએ.

પીળું ગુલાબ દોસ્તી અને ખુશી વ્યક્ત કરે છે. તમારે જેની સાથે સારો સંબંધ હોય તેને પીળું ગુલાબ આપીને તમારી મનોકામના વ્યક્ત કરી દો. જેને તમે ખોવવા ન ઈચ્છતા હોવ તેને આ ગુલાબ આપીને તમારા પ્રેમનો અહેસાસ કરાવી શકો છો.

ગુલાબી ગુલાબ એ તેની કોમળતા, દોસ્તી, નમ્રતા, કૃતજ્ઞતાની સાથે એક નવા સંબંધની શરૂઆતનું પ્રતીક છે. જેની સાથે તમારે દોસ્તી કરવી હોય તો તેને દોસ્તીના પ્રપોઝલ રૂપે તમે ગુલાબ આપી શકો છો.

કાળું ગુલાબ તેને તો મિત્રો આ દિવસે અવોઈડ જ કરજો. તે તો દુશ્મનીનું પ્રતીક છેે અને આ દિવસે તેને યાદ ન કરશો. જો કોઈની સાથે દુશ્મની હોય તો તેને દૂર કરજો.

શક્ય હોય તો જેની સાથે દુશ્મની હોય તેની સાથે દોસ્તી કરી નવેસરથી તમારા સંબંધની શરૂઆત કરજો.

જેઓ કોઈને પ્રેમ કરે છે તે દરેકના મનને આર્કષી લેતું ગુલાબ હોય તો એ છે લાલ રંગનું ગુલાબ. તેનો ઘેરો લાલ રંગ એ દરેકના મનને ખુશ કરી દે છે . લાલ ગુલાબ સાચો પ્રેમ વ્યક્ત કરે છે.

આજકાલ તો ફ્‌લોરિસ્ટ પણ તેને બલ્સ અને ચમક નાંખીને વધારે સારી રીતે સજાવી આપે છે. આ સજાવેલા ગુલાબને આપતી સમયે વર્ષમાં એકવાર પ્રેમથી બોલાયેલા બે શબ્દો પણ તમારા પ્રેમીનું દિલ જીતવા માટે પૂરતા છે. એક લાલ ગુલાબ પણ તમારા પ્રેમીને ખુશ કરવા માટે પૂરતું છે.

તો મિત્રો, લાગી જાઓ આવનારા વેલેન્ટાઈન ડેના દિવસે તમારા પ્રેમીને મનાવવા અને તેના માટે એક સરપ્રાઈઝ ગિફ્‌ટ લાવવાની તૈયારીમાં…..❤?

loading...