Stories

જુઓ આ છે ભારતના 10 પ્રસિદ્ધ રેડ લાઇડ એરિયા

ભારત જેવા દેશમાં પણ લાંબા સમયથી મહિલાઓ વેશ્યાવૃત્તિ જેવો ઘૃણાસ્પદ વેપાર કરવા મજબૂર છે. આજે અમે તમને ભારતના એવા જ…

Loading...

ભારત જેવા દેશમાં પણ લાંબા સમયથી મહિલાઓ વેશ્યાવૃત્તિ જેવો ઘૃણાસ્પદ વેપાર કરવા મજબૂર છે. આજે અમે તમને ભારતના એવા જ 10 રેડ લાઇટ એરિયા વિશે જણાવીશું, જેની એશિયામાં જ નહીં પણ પૂરી દુનિયામાં ચર્ચા થાય છે.
મેરઠ, કબાડી બજાર

મેરઠ, કબાડી બજાર

પશ્ચિમી યૂપીના મોટા શહેર મેરઠમાં સ્થિત કબાડી બજારમાં ખૂબ જ જૂનો રેડ લાઇટ એરિયા છે. અહીં અંગ્રેજોના જમાનાથી વેશ્યાવૃત્તિનો વેપાર ચાલે છે. અહીં વેશ્યાવૃત્તિના વેપારમાં મોટાભાગે નેપાળી યુવતીઓ જ હોય છે.

કમાઠીપુરા, મુંબઈ

ફેશન, ફિલ્મ અને બિઝનેસના શહેર માયાનગરી મુંબઈનો આ એક વિસ્તાર સંપૂર્ણ વિશ્વમાં સૌથી પ્રસિદ્ધ અને મુખ્ય રેડલાઇટ એરિયા છે. એવું કહેવામાં આવે છે કે આ એશિયાનો સૌથી જૂનો રેડ લાઇટ એરિયા છે. આ એરિયાનો ઇતિહાસ 1795માં જૂના બોમ્બેના નિર્માણની સાથે શરૂ થયો હતો. આ વિસ્તારના નિર્માણ ક્ષેત્રમાં કામ કરનારી આંધ્રા મહિલાઓએ અહીં વેશ્યાવૃત્તિનો વેપાર શરૂ કર્યો હતો અને થોડા જ વર્ષોમાં એટલે કે 1880માં આ વિસ્તાર અંગ્રેજો માટે અય્યાશી કરવાનું સ્થળ બની ગયું. આજેય દેશમાં વેશ્યાવૃત્તિ માટે આ વિસ્તાર ખૂબ જાણીતો છે. એક અનુમાન મુજબ અહીં અંદાજિત 2 લાખ સેક્સ વર્કર્સનો પરિવાર રહે છે, જે સંપૂર્ણ એશિયામાં સૌથી મોટો છે.

જીબી રોડ, દિલ્હી

પાટનગર દિલ્હી સ્થિત જીબી રોડનું પૂરું નામ ગારસ્ટિન બાસ્ટિન રોડ છે. આ પાટનગર દિલ્હીનો સૌથી મોટો રેડ લાઇટ એરિયા છે. જોકે, તેનું નામ વર્ષ 1965માં બદલીને સ્વામી શ્રદ્ધાનંદ માર્ગ કરી દેવામાં આવ્યું હતું. આ વિસ્તારનો પણ પોતાનો એક ઇતિહાસ છે. એવું કહેવામાં આવે છે કે મુગળકાળમાં કુળ પાંચ રેડ લાઇટ એરિયા હતા. અંગ્રેજોના સમયે આ પાંચેય વિસ્તારને એક કરી દેવામાં આવ્યાં અને તેનું નામ જીબી રોડ પડ્યું. જાણકારોના મત મુજબ વેશ્યાવૃત્તિનો અહીં સૌથી મોટો વેપાર થાય છે અને અહીં નેપાળ અને બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં યુવતીઓની તસ્કરી કરીને આ વેપારમાં સંડોવવામાં આવે છે. વર્તમાનમાં એક જ રૂમમાં કેટલાય કેબિન બની છે.

ગંગા-યમુના, નાગપુર

મહારાષ્ટ્રના નાગપુરમાં ઇતવારી વિસ્તારમાં ગંગા-યમુના વિસ્તાર છે. જ્યાં વેશ્યાવૃત્તિ ચાલે છે. આ વિસ્તાર વેશ્યાવૃત્તિ માટે જાણીતો છે. ગંગા-યમુના વિસ્તાર વેશ્યાવૃત્તિની સાથે-સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ અને તસ્કરી માટે પણ ઓળખાય છે

ચતુરભુજસ્થાન, મુજફ્ફરપુર

બિહારનો મુજફ્ફરપુર વિસ્તાર રાજ્યના મોટા રેડ લાઇટ વિસ્તારમાંથી એક છે. એવું કહેવામાં આવે છે કે ઉત્તરી બિહારનો આ સૌથી મોટો રેડ લાઇટ વિસ્તાર છે. બિહારની ચૌથી સૌથી મોટી વસતીવાળા શહેર મુજફ્ફરપુરની આજુબાજુના ક્ષેત્રમાં કેટલાય નાના-નાના વેશ્યાલય છે.

બુધવાર પેઠ, પુણે

પુણેનો બુધવાર પેઠ વિસ્તાર પણ દેશના પ્રસિદ્ધ રેડ લાઇટ એરિયામાંથી એક છે. અહીં મોટી સંખ્યામાં નેપાળી યુવતીઓ વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી છે. અહીં અંદાજિત 5 હજાર વેશ્યાઓ વેશ્યાવૃતિમાં સંકળાયેલી છે. આ વિસ્તાર ઇલેક્ટ્રોનિક સામાન અને પુસ્તકોનું કેન્દ્ર છે.

સોનાગાછી, કોલકાતા

દેશના પૂર્વી ભાગના સૌથી મોટા મહાનગર સોનાગાછીને એશિયાનો સૌથી મોટો રેડલાઇટ એરિયા માનવામાં આવે છે. એવો અનુમાન છે કે અહીં કેટલીય બહુમાણી બિલ્ડિંગ છે, જેમાં અંદાજિત 11 હજાર વેશ્યાઓ વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી છે. ઉત્તરી કોલકાતાના શોભા બજારની પાસે ચિત્તરંજન એવેન્યૂમાં સ્થિત વિસ્તારમાં વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલી મહિલાઓને કાયદેસર લાઇસન્સ આપવામાં આવ્યાં છે. અહીં આ વેપારને કેટલાય પ્રકારના જૂથ ચલાવે છે, જેને એક રીતે ગેંગ કહેવામાં આવે છે. એક અનુમાન મુજબ આ સ્લમમાં 18 વર્ષથી નીચેની વયની અંદાજિત 12 હજાર યુવતીઓ વેશ્યાવૃત્તિમાં શામેલ છે.


શિવદાસપુર, વારાણસી

દુનિયાના પ્રાચીન શહેરોમાંથી એક વારાણસી હિન્દુઓનું સૌથી પવિત્ર તીર્થ સ્થળ છે, પરંતુ અહીંની જૂની શેરીઓમાં તમને વેશ્યાવૃત્તિનો વેપાર પણ જોવા મળશે. અહીંના દાલમંડી અને શિવદાસપુર જેવા વિસ્તારમાં વર્ષો જૂના વેશ્યાવૃત્તિના વેપાર ચાલે છે. શિવદાસપુર વારાણસી રેલવે સ્ટેશનથી અંદાજિત 3 કિમી. દૂર સ્થિત છે અને અહીંના રેડ લાઇટ વિસ્તારના રૂપમાં પ્રસિદ્ધ છે. આ યૂપીનો સૌથી મોટો રેડ લાઇટ એરિયા છે. એવી જ રીતે અહીં સ્થિત દાલમંડી વિસ્તાર પણ તમામ પ્રકારના કાયદાકીય પ્રતિબંધો છતાં પણ આજેય ચાલી રહ્યો છે. અહીંની સાંકળી શેરીઓમાં ઘરની બહાર ઊભી યુવતીઓ કસ્ટમરને એવી જ પારંપરિક રીતે આકર્ષે છે જેમ એક સમયમાં ચાલતા કોઠામાં ચલણ હતું.

રેશમપુરા, ગ્વાલિયર

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રેશમપુરા એક મોટો રેડ લાઇટ એરિયા છે. અહીં વેશ્યાવૃત્તિ માટે વિદેશી યુવતીઓની સાથે મૉડલ્સ, કૉલેજ ગર્લ્સ પણ છે. અહીં કૉલેજ ગર્લ્સ માટે કાયદેસર ઑફિસ ખુલવા લાગ્યા છે. ઇંટરનેટ અને મોબાઇલ પર આવતી માહિતીના આધાર પર કોલગર્લ્સની બુકિંગ થાય છે. ઇ-મેઇલ અથવા મોબાઇલ પર જ કસ્ટમરને ડિલિવરીની જગ્યા જણાવી દેવામાં આવે છે. કોલગર્લ્સને કોન્ટ્રાક્ટ અથવા સેલેરી ઉપર રાખવામાં આવે છે.

મીરગંજ, અલ્હાબાદ

આમ તો અલ્હાબાદ ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમસ્થાન હોવાથી ભારતનું સૌથી પવિત્ર તીર્થધામ ગણાય છે. પરંતુ અહીના બજાર ચોકના મીરગંજ વિસ્તારમાં છેલ્લાં 150 વર્ષથી ચાલતા રેડ લાઈટ એરિયાને લીધે પણ આ શહેર એટલું જ પ્રખ્યાત છે. અહીંની જૂની ઇમારતોથી ઢંકાયેલી બંધ શેરીઓમાં તમને અહીંનો વેશ્યા બજાર દેખાઈ દેશે. દરેક ઘરની બહાર તૈયાર થયેલી મહિલાઓ આવતાં-જતાં દરેક વ્યક્તિને પોતાની તરફ બોલાવતી દેખાશે. માહિતી મુજબ અહીં પહેલા કોઠા ચાલતા હતા અને જૂના જમીનદારો મુજરા જોવા આવતા હતા. અહીં ગેરકાયદેસર રીતે વેશ્યાવૃત્તિ ચાલે છે.

મીરગંજ, અલ્હાબાદ

આમ તો અલ્હાબાદ ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમસ્થાન હોવાથી ભારતનું સૌથી પવિત્ર તીર્થધામ ગણાય છે. પરંતુ અહીના બજાર ચોકના મીરગંજ વિસ્તારમાં છેલ્લાં 150 વર્ષથી ચાલતા રેડ લાઈટ એરિયાને લીધે પણ આ શહેર એટલું જ પ્રખ્યાત છે. અહીંની જૂની ઇમારતોથી ઢંકાયેલી બંધ શેરીઓમાં તમને અહીંનો વેશ્યા બજાર દેખાઈ દેશે. દરેક ઘરની બહાર તૈયાર થયેલી મહિલાઓ આવતાં-જતાં દરેક વ્યક્તિને પોતાની તરફ બોલાવતી દેખાશે. માહિતી મુજબ અહીં પહેલા કોઠા ચાલતા હતા અને જૂના જમીનદારો મુજરા જોવા આવતા હતા. અહીં ગેરકાયદેસર રીતે વેશ્યાવૃત્તિ ચાલે છે.

(Source by :divyabhaskar )

loading...