Stories

ભારતે U-19 WCમાં રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયાને હરાવી ચોથી વખત બન્યું ચેમ્પિયન

U-19 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત મેચ જીતવા માટે 217 રનનો પડકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે અંડર-19 વર્લ્ડ કપમાં…

U-19 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત મેચ જીતવા માટે 217 રનનો પડકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે અંડર-19 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ભારતે 38 ઓવરમાં 220 રન બનાવીને આ મેચ જીતી લીધી છે.

– મનજોત કલારાએ 101 બોલમાં 100 રન બનાવીને સદી પૂરી કરી છે.

– કેપ્ટન પૃથ્વી શૉ 29 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

– શુભમ ગીલ 30 બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ ગયો છે

ઓસ્ટ્રેલિયા પૂરા 50 ઓવર પણ ન રમી શકી

ઓસેટ્રેલિયાની આખી ટીમ 47.2 ઓવરમાં 216 રને સમેટાઈ ગઈ હતી. ઈશાન પેરોલે (2/30), કમલેશ નાગરકોટીએ (2/41), શિવા સિંહે (2/36) અનુકુલ રોયે (2/32) અને શિવમ માવી (46/1)એ બોલિંગ કરીને ઓસ્ટ્ર્લિયાની ટીમને પૂરી 50 ઓર રમવા પણ નહતા દીધા.

કેવી રહી મેચ?

– ભારતીય બોલરોએ કમાલની બોલિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર ન બનાવવા દીધો.
– ઈશાન પોરેલ, અનુકૂલ રોય, કમલેશ નાગરકોટી અને શિવા સિંગે 2-2 વિકેટો લીધી. શિવમ માવીને પણ એક વિકેટ મળી હતી.
– ભારતને અત્યાર સુધી થયેલી મેચમાં દરેક ટીમને ઓલઆઉટ કરી છે.

ઓસ્ટ્રેલિયાની આ રીતે પડી વિકેટ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો મેક્સ બ્રાયટના રૂપમાં પડ્યો હતો. તે 14 રને ઇશાન પોરેલની ઓવરમાં અભિષેક શર્માને કેચ આપી બેઠો હતો. ઓસ્ટ્રેલિયાને બીજો ફટકો જેક એડવર્ડના રૂપમાં લાગ્યો હતો. જેક 28 રન બનાવી ઇશાન પોરેલની ઓવરમાં કમલેશ નાગરકોટીને કેચ આપી બેઠો હતો. ઓસ્ટ્રેલિયાને ત્રીજો ફટકો કેપ્ટન જેસન સાંગાના રૂપમાં પડ્યો હતો. જેસન 13 રને કમલેશ નાગરકોટીની ઓવરમાં વિકેટ પાછળ હાર્વિક દેસાઇને કેચ આપી બેઠો હતો.

U-19 2018માં ઈન્ડિયાની ટીમે કોને કોને હરાવ્યા

– ટીમ ઈન્ડિયા ગ્રૂપે મેચમાં ઓસ્ટ્રેલિયા, પાપુઆ ન્યૂગિની, ઝિમ્બાબ્વેને હરાવ્યા છે. ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યા અને સેમી ફાઈનલમાં પાકિસ્તાનને 203 રનથી હરાવ્યા છે.

(Source : divyabhaskar  )

loading...