News, Stories

જાણો ક્યાં કયા કલાકારોએ પાઠવી શ્રીદેવીની રડતી પુત્રીઓને સાંત્વના

દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું…

દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જેને લઈને હવે હવે અલગ-અલગ વાતો સામે આવી રહી છે.
sridevi

શ્રીદેવીને દુનિયાને અલવિદા કહ્યાનાં બે દિવસ થઈ ગયા છતાં હજુ સુધી તેનો પાર્થિવ દેહ મુંબઈ આવ્યો નથી. જેના કારણે નવી-નવી શંકાઓ ઉભી થઈ રહી છે. તો બીજી બાજુ મુંબઈમાં અનિલ કપૂરના ઘરે શ્રીદેવી-બોની કપૂરની બંને દીકરીઓ ખુશી તથા જાહન્વીને સાંત્વના પાઠવવા માટે સતત ત્રીજા દિવસે બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો.

શ્રીદેવીનું નિધન થયું છે તે સમાચાર સાંભળતાં આખું બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું છે. શ્રીદેવાના પાર્થિવ દેહના દર્શન માટે આખું બોલિવૂડ રાહ જોઈને બેઠું છે. જ્યારે ઘણી સેલિબ્રિટી અનિલ કપૂરના ઘરે પહોંચી છે. અનિલ કપૂર અને શ્રીદેવીના ઘરની બહાર ચાહકોની ભીડ જામી હતી.

સોમવારે સવારથી લઈને સાંજ સુધી શાહરૂખ ખાન અને પત્ની ગૌરી ખાન, રજનીકાંત, કમલ હાસન સહિતની બોલીવૂડ હસ્તીઓ અનિલ કપૂરના ઘરે પહોંચી હતી. જ્યારે દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ પણ શ્રીદેવીની પુત્રીઓને સાંત્વના આપવા માટે અનિલ કપૂરના ઘરે પહોંચ્યા હતાં.

શ્રીદેવીની પુત્રીઓને સાંત્વના આપવ માટે માધુરી દીક્ષિત પતિ શ્રીરામ નેને સાથે આવી હતી. આ સિવાય બોલિવૂડ સ્ટાર્સ તબુ, હની ઈરાની, સરોજ ખાન, ફરહાન અખ્તર, શશિ રંજન, વેંકટેશ, કરન જોહર સહિતના સેલેબ્સ બીજા દિવસે જોવા મળ્યાં હતાં. આ તમામ સેલેબ્સ શ્રીદેવીની પુત્રીઓ સાંત્વના પાઠવવા માટે આવી પહોંચ્યા હતાં.

પહેલાં દિવસે એટલે કે રવિવારે અનિલ કપૂરના ઘરે રેખા, શિલ્પા શેટ્ટી, રાની મુખર્જી, સ્વરા ભાસ્કર, અનુપમ ખેર, ડેવિડ ધવન, શબાના આઝમી, સતિષ કૌશિક, મહિપ કપૂર, વૈભવી મર્ચન્ટ, નીલિમા અઝીમ, અર્જુન કપૂર, કરન જોહર તથા મનિષ મલ્હોત્રા સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

(Source :abpasmita )

loading...