Stories

જાણો શ્રીદેવીની અંતિમ પળો, એ સાંજે દુબઈની હોટલમાં શું થયું હતું?

બોલિવૂડ સ્ટાર શ્રીદેવીના નિધનથી આખા દેશને આઘાત લાગ્યો છે. શ્રીદેવી આટલા સ્વસ્થ દેખાતા હતા છતાં તેમની સાથે આવું થઈ ગયું…..

બોલિવૂડ સ્ટાર શ્રીદેવીના નિધનથી આખા દેશને આઘાત લાગ્યો છે. શ્રીદેવી આટલા સ્વસ્થ દેખાતા હતા છતાં તેમની સાથે આવું થઈ ગયું.. દરેક વ્યક્તિ એ જાણવા માગે છે કે અંતિમ પળોમાં શ્રીદેવી સાથે શું થયું હતું? જ્યારે બોની કપૂરે શ્રીદેવીને બાથરુમમાં જોઈ તો તે બાથટબમાં બેભાન અવસ્થામાં પડી હતી. જે પરિસ્થિતિઓમાં શ્રીદેવીનું મોત થયું તેને દુબઈના ‘ખલીજ ટાઈમ્સ’એ ભારતીય દૂતાવાસના આધારે આખી ઘટના જણાવી છે.
sridevi

દુબઈના ખલીજ ટાઈમ્સનું માનીએ તો બોની કપૂર દુબઈથી મુંબઈ માટે નીકળી ચૂક્યા હતા, પણ પછી પોતાની પત્નીને સરપ્રાઈઝ આપવા માટે શનિવારે સાંજે પાછા આવ્યા હતા. કહેવાય છે કે તેમણે સાંજે 5:30 પર શ્રીદેવીને જગાડી અને લગભગ બન્નેએ 15 મિનિટ સુધી વાત કરી.

વાતચીત પછી બોનીએ ડિનર માટે પૂછ્યું. આ પછી શ્રીદેવી તૈયાર થવા માટે વોશરુમમાં ગઈ. જ્યારે થોડું મોડું થયું તો બોનીએ બહારથી દરવાજો ખખડાવ્યો. આ પછી પણ દરવાજો ન ખુલ્યો તો બોનીએ ધક્કો મારીને દરવાજો ખોલ્યો.

આ પછી બોનીએ જોયું કે “શ્રીદેવી બાથટબમાં બેભાન પડી છે. તેના શરીરમાં કોઈ હલચલ નહોતી.” બોનીએ શ્રીદેવીને હોશમાં લાવવા માટે કોશિશ કરી, પણ કોઈ ફાયદો ન થયો. આ પછી બોનીએ મિત્રોને ફોન કર્યો. રાત્રે 9 વાગ્યે આ અંગે પોલીસને સૂચના આપવામાં આવી.

આ પછી પોલીસ અને ડૉક્ટર્સ ઘટના સ્થળ પર પહોંચ્યા, પણ ત્યાં સુધીમાં બોલિવૂડની આ રૂપની રાની દુનિયાને અલવિદા કહી ચૂકી હતી. આ પછી તેના શરીરને તપાસ માટે ફોરેન્સિક મેડિસિન માટે જનરલ ડિપાર્ટમેન્ટ લઈ જવાયું. જણાવી દઈએ કે શ્રીદેવીના ડેડબોડીની પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સોમવારે બપોરે બે વાગ્યે તેમનો પાર્થિવ દેહ મુંબઈ આવી શકે છે.

(Source : iamgujarat )

loading...