Stories

જાણો શ્રીદેવીનું પાર્થિવ શરીર ભારતમાં લાવવા કેમ વિલંબ થઈ રહ્યો છે ?

શ્રીદેવીનું પાર્થિવ શરીર આજે બપોર સુધીમાં ભારત આવવાની ધારણા છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ચાર્ટર્ડ પ્લેનથી શ્રીદેવીનું પાર્થિવ શરીર લાવવામાં આવશે….

શ્રીદેવીનું પાર્થિવ શરીર આજે બપોર સુધીમાં ભારત આવવાની ધારણા છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ચાર્ટર્ડ પ્લેનથી શ્રીદેવીનું પાર્થિવ શરીર લાવવામાં આવશે. તમને જણાવીએ કે, આખરે શા માટે શ્રીદેવીનું પાર્થિવ શરીર લાવવામાં વિલંબ થઈ રહ્યો છે. આગળ વાંચો શું છે દુબઈની કાયદાકીય પ્રક્રિયા…
sridevis

દુબઈના કાયદા અનુસાર અનેક પ્રક્રિયાઓ કરવાને કારણે વિલંબ થઈ રહ્યો છે. ફોરેન્સિક રિપોર્ટ સોંપાયા બાદ પાર્થિવ શરીરને દુબઈના મુહૈસના લઈ જવામાં આવશે.

મુહૈસનામાં પાર્થિવ શરીર પર કેમિકલનો લેપ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં અંદાજે 1.5 કલાક જેટલો સમય લાગશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ પોલીસ દ્વારા ડેઠ સર્ટિફિકેટ જારી કરવાની પ્રક્રિયા શરૂ થશે.

પોલીસના ડેથ સર્ટિફિકેટ બાદ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની પ્રશાસનિક પ્રક્રિયા શરૂ થશે. પાર્થિવ શરીરને સોંપાવા માટે સરકારી વકીલ તરફતી મંજૂરી લેવાની પ્રક્રિયા શરૂ થશે. એ પ્રક્રિયા પૂરી થયા બાદ ચાર્ટર્ડ પ્લેનથી પાર્થિવ શરીર મુંબઈ લાવવામાં આવશે.

(Source ;abpasmita )

loading...