Stories

જાણો બોલીવુડની ‘ચાંદની’ શ્રીદેવી અહીંયા થશે પંચતત્વમાં વિલીન

18 ફેબ્રુઆરીએ જ્યારે શ્રીદેવી મુંબઈથી દુબઈ ગઈ હતી ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે તેનો પાર્થિવ દેહ મુંબઈ આવશે….

18 ફેબ્રુઆરીએ જ્યારે શ્રીદેવી મુંબઈથી દુબઈ ગઈ હતી ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે તેનો પાર્થિવ દેહ મુંબઈ આવશે. મુંબઈમાં તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂરી કરવામાં આવી ચૂકી છે.

શ્રીદેવીને સફેદ રંગ ખૂબ પસંદ હતો. તેથી તે ફિલ્મોમાં પણ મોટાભાગે સફેદ રંગના કપડામાં જોવા મળી હતી. આ સફેદ રંગ હવે તેની અંતિમ વિદાયમાં પણ જોવા મળશે. શ્રીદેવીની ઈચ્છા હતી કે તેની અંતિમ વિદાયમાં બધુ સફેદ રંગનું હોવું જોઈએ. તેની આ ઇચ્છા પૂરી કરવામાં કોઈ કમી ન રહી જાય તે માટે શ્રીદેવીના નિવાસ સ્થાને સફેદ ફૂલોનો પણ ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે.

શ્રીદેવીના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. અંતિમ યાત્રા પહેલા મુંબઈ પોલીસની ટીમ અને બીએમસીના અધિકારીઓ અહીં તહેનાત કરી દેવામાં આવ્યા છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચે તેની રાહ જોવામાં આવી રહી છે.

મુંબઈમાં શ્રીદેવીના પાર્થિવ દેહને જ્યાં રાખવામાં આવશે તે બંગલાના મેઇન ગેટને સફેદ કપડાંથી ઢાંકી દેવામાં આવ્યો છે.

Sridevi

sridevi

 

Sridevi
(Source : abpasmita )

loading...