Stories

જાણો કારણ આ મંદિરમાં જાય છે પુરુષો, પણ બહાર આવે છે સ્ત્રી બનીને,

હિંદુ ધર્મમાં પૂજાનું વધુ મહત્ત્વ નિયમ અનુસાર પૂજા કરવાનું છે. તેમાં મહિલાઓ માટે પણ કેટલાક નિયમો છે. ઘણાં એવાં પ્રસિદ્ધ…

હિંદુ ધર્મમાં પૂજાનું વધુ મહત્ત્વ નિયમ અનુસાર પૂજા કરવાનું છે. તેમાં મહિલાઓ માટે પણ કેટલાક નિયમો છે. ઘણાં એવાં પ્રસિદ્ધ મંદિરો છે, જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે અથવા તો તેમના પ્રવેશ માટે ખાસ નિયમ છે, જ્યારે પુરુષો માટે આવા કોઈ નિયમ વિશે કદાચ જ તમે સાંભળ્યું હશે.

પુરુષોની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિર

આ મંદિરમાં જાય છે પુરુષો, પણ બહાર આવે છે સ્ત્રી બનીને, જાણો કારણ…
કેરળમાં એક એવું મંદિર છે, જે ખાસ કરીને પુરુષો માટે તેમની મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે, પરંતુ તેમના જ પ્રવેશ પર અહીં પ્રતિબંધ છે.

કોટ્ટનકુલગંરા શ્રીદેવી મંદિર

રળના ‘કોટ્ટનકુલગંરા શ્રીદેવી મંદિર’ના સ્થાનિક નિવાસીઓમાં આ મંદિર વિશે ઘણી માન્યતા છે. દર વર્ષે અહીં ખાસ તહેવાર આયોજિત કરવામાં આવે છે. સ્થાનિક લોકોના અનુસાર, આ સમયે જે પણ પુરુષ સાચા મનથી દેવીની પૂજા કરે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે, પરંતુ પુરુષોના પ્રવેશની શરત એ છે કે, તેણે મહિલામાંથી પુરુષ બનવું પડે છે.

પુરુષોએ અહીં સ્ત્રી વેશમાં પ્રવેશ કરવો પડે છે

આ મંદિરમાં કોઈ પણ પુરુષ માટે પ્રવેશ પ્રતિબંધ છે. તેઓ જ્યારે મહિલાઓનો વેશ ધારણ કરી લે ત્યારે જ મંદિરની અંદર જઈ શકે છે. તેમના માટે મંદિર પરિસરમાં એક અલગ જગ્યા છે, જ્યાં કપડાં અને મેકઅપની વ્યવસ્થા છે. મંદિરમાં પ્રવેશ પૂર્વે તમામ પુરુષો સાડી અને ઘરેણાં તો પહેરે જ છે, સાથે સાથે સોળ શ્રૃંગાર પણ કરે છે. એવું પણ નથી કે આ કારણે પુરુષો અહીં જવાનું ટાળે છે, પરંતુ આ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં પુરુષો અહીંની વિશેષ પૂજામાં ભાગ લે છે.

loading...