Stories

જાણો આ રાણીએ પણ સતીત્વના રક્ષણ માટે આપ્યું હતું બલિદાન…

ગુજરાતમાં રાજાઓના શાસન વખતે રાણી પદમાંવતીની જેમ જ જુનાગઢના રાણી રાણકદેવીએ પણ દુશ્મનોને તાબે થવાના બદલે પોતાના દેહને અગ્નિ જવાળામાં…

ગુજરાતમાં રાજાઓના શાસન વખતે રાણી પદમાંવતીની જેમ જ જુનાગઢના રાણી રાણકદેવીએ પણ દુશ્મનોને તાબે થવાના બદલે પોતાના દેહને અગ્નિ જવાળામાં હોમીને બલિદાન આપી દીધું હતું. લોકવાયકામાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ૧૨મી સદીમાં રાજા સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. તે સમયે સિદ્ધપુર-પાટણ એ ગુજરાતની રાજધાની હતી. તેમજ તે સમયે સિદ્ધરાજ જયસિંહના રાજવી પરિવાર અને જૂનાગઢના રા’રાજવીઓ વચ્ચે જૂની દુશ્મની ચાલી આવતી હતી.જેમાં રાનવધણના પુત્ર રા’ખેંગાર જુનાગઢની ગાદી પર બેસે છે.

સિદ્ધરાજ જયસિંહની ઈચ્છા રાજકુમારી રાણક દેવીને પરણવાની હતી. પણ રા’ખેંગાર એ રાણક દેવીને પરણે છે. ગુસ્સે ભરાયેલો જયસિંહ જુનાગઢ પર હુમલો કરે છે. રા’ખેંગાર તેના ભત્રીજા ના દગા ને લીધે જુનાગઢ નો ઉપરકોટ કિલ્લો ગુમાવી દે છે. જયસિંહ રાણક દેવીને તેની સાથે લગ્ન કરવા માંગણી કરે છે જે રાણક દેવી ઠુકરાવે છે અને રા’ખેંગાર સાથે લગ્ન કરે છે.

જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા’ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો. પરંતુ સિદ્ધરાજ જૂનાગઢથી પાટણ રાણકદેવીને બળજબરીથી લઇ જઇ શક્યો નહીં. વઢવાણમાં ભોગાવાને પાદર તેણે અગનજ્વાળાની વચ્ચે બલિદાન આપ્યું. તે સમયે રાણી રાણકદેવીએ સિદ્ધરાજને તેણે કહ્યું હતું કે મને પામવાની ઘેલસા છે ને? તો આવ, આ સળગતી ચિતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઇ જા.

જો કે આ ઘટનાઓ આજે પણ માત્ર લોકવાયકા અને લોકકથાઓ જ રહી છે. તે સમયે આવી ઘટનાઓને ઈતિહાસમાં ક્યાય સમાવવામાં આવી નથી. પરંતુ આ ઘટનાની સાક્ષીના ભાગરૂપે આજે પણ સુરેન્દ્રનગરના વઢવાણ નજીક ભોગાવો નદીના કાંઠે જ્યાં રાણી રાણકદેવી રા”નવધણના કપાયેલા શીશ સાથે અગન જ્વાળામાં પોતાની જાતને હોમી દીધી હતી તે સ્થળે રાણી રાણકદેવીનું મંદિર છે.

આમ, ગુજરાતની આ રાની એ પણ સતીત્વના રક્ષણ માટે પોતે અગ્નિની હોમમાં હોમાય ગયા હતા આને આ કુળનું રક્ષણ કર્યું હતું…

(Source : abtakmedia  )

loading...