Social, Stories

ત્રીજા બાપે ગ્લેમર ગર્લ લૈલા ખાન અને તેના આખા પરિવાર ને પતાવી દીધો, વાંચો રોચક કહાની….

પરવેઝને દુબઇ શિફ્ટ થવા અંગે કોઇ વાતની જાણ ન હતી. તેને લાગતું હતું કે સૌ કોઇ તેને અહીં એકલો છોડીને…

પરવેઝને દુબઇ શિફ્ટ થવા અંગે કોઇ વાતની જાણ ન હતી. તેને લાગતું હતું કે સૌ કોઇ તેને અહીં એકલો છોડીને દુબઇ જવાનાં છે.

લૈલા ખાનની સામે એક ઉજ્જવળ ભવિષ્ય હતું. ફઇલ્મી જૂવનથી લઇે અંગત જીવન સુધી તેની ઘણી યોજનાઓ હતી. ગ્લેમર્સ લાઇફ જીવવાવાળી આ સુંદર અને યુવાન અદાકારાનાં જીવનમાં ફેબ્રુઆરી 2011ની એક રાત એવું અંધકાર લઇને આવી કે જેની સવાર જ ન હતી. 7 ફ્રેબુઆરી 2011નાં રોજ તેનાં આખા પરિવારની સાથે લૈલા જ્યારે રજાઓ માણીને નીકળી તો તે બાદ ન તો તે મુંબઇ આવી કે ન તો મુંબઇ શહેરે તેને ફરીથી જોઇ.

7 ફેબ્રુઆરી 2011નાં લૈલાએ તેનાં આખા પરિવારની સાથે મુંબઇથી ઇગતપુરી તેનાં ફાર્મ હાઉસ પર રજાઓ માણવા નીકળી હતી. પણ આ કહાની અહીં શરૂ થઇ નથી. કહાની શરૂ થાય છે તેનાં છ મહિના પહેલા જ્યારે લૈલૈ તેની મા સલીના તેમનાં ભવિષ્યની કેટલીક યોજનાઓને આકાર આપવાની શરૂઆત કરે છે.

સલીનાનો ત્રીજો પતિ હતો પરવેઝ જે સલીનાથી ઉંમરમાં દસ વર્ષ નાનો હતો. પરવેઝે સીલનાને ગાંડાની જેમ પ્રેમ કર્યો હતો જે જોઇને સલીને તેની સાથે લગ્ન કર્યા. લગ્નનાં બે વર્ષ માં જ પરવેજનો પ્રેમ સલીનાની મિલકત હોવાનું સામે આવ્યું. પરવેઝ પાસે પૈસા કમાવવાનો કોઇ ખાસ રેગ્યુલર રસ્તો ન હતો. અને એવામાં તે તેનાં જીવનમાં પૈસા માટે સલીના પર જ આધાર રાખતો હતો.

કહેવાય છે ને કે ભૂતકાળ તમારો પીછો નથી છોડતો, એવી રીતે સલીનાનાં જીવનમાં તેનો બીજો પતિ આસિફ પરત ફર્યો. સલીના આ સમયે પ્રોફેશનથી બિલ્ડર આસિફ તરફ ઝુકી રહી હતી. તેનાં ફાર્મ હાઉસ અને ઇગતપુરીની પ્રોપ્રટીનાં સોદા કરવા માટે પણ તે આસિફની મદદ લેવા લાગી હતી. સલીનાએ પાવર ઓફ એટર્ની પણ આસિફની ફેવરમાં બનાવવાનો નિર્ણય કરી લીધો હતો. આ વચ્ચે પરિવારનાં તમામ સભ્યોએ પાસપોર્ટ અને વિઝા વગેરે બનાવવાની તૈયારીઓ શરૂ કરી લીધી હતી.

અસલમાં, લૈલાનાં લગ્ન તેનું કારણ હતાં. લૈલા દુબઇમાં રહેનારા મુનીર સાથે લગ્ન કર્યા બાદ આખા પરિવારની સાથે દુબઇ શિફ્ટ થવાનો પ્લાન બનાવી રહી હતી. સલીના અને તેનાં આખા પરિવારને પણ તેની જાણ હતી. અને તમામ આ ખુશીઓમાં મશગૂલ પણ હતાં. સિવાય પરવેઝ. પરવેઝને દુબઇ શિફ્ટ થવા અંગે કોઇ વાતની જાણ ન હતી. તેને લાગતું હતું કે સૌ કોઇ તેને અહીં એકલો છોડીને દુબઇ જવાનાં છે.

બીજી તરફ સલીનાની સાથે આસિફનાં વધતા સંબંધોને લઇને પરવેઝ ઘણી વખત ઐતરાઝ જતાવી ચુક્યો હતો. જેનાં પર સલીને કહ્યું હતું કે, તે તેનાં જીવનની માલિક છે પરવેઝ તેને કંટ્રોલ કરવાનો પ્રયાસન કરે. અને પરવેઝ આ સીવય પણ ઘણાં ટોણા સાંભળી ચુક્યો હતો. આ દરમિયાન સલીના તેની તમામ મિલકતને ઠેકાણે પાડીને શિફ્ટ થવાના ઇશારા પરવેઝને આપી રહી હતી. હવે પરવેઝને વિશ્વાસ થઇ ગયો હતો કે આખો પરિવાર તેને ન તો આગળ સાથે રાખવાનો છે ન તો તેનાં માટે કોઇ ફૂટી કોડી મુકીને જવાનું છે.

પરવેઝ માટે આ વિશ્વાસઘાતથી ઓછુ ન હતું. આ રીતે વિચારતા તેણે વિશ્વાસઘાત કરવાનું મન બનાવી લીધુ હતું. પરવેઝે તેની એક વ્યક્તિ શાકિરને જીદ્દ કરીને ઇગતપુરીનાં ફાર્મ હાઉસ પર ચોકીદાર બનાવી દીધો. પરવેઝને ખબર હતી કે ફાર્મ હાઉસ ફીડભાડથી અલગ શાંત જગ્યાએ છે અને અહીં બધા ક્યારેક ક્યારેક જ આવે છે. અને મને એક દિવસનો તક મળશે જ.

અને પછી આવી 2011ની ફેબ્રુઆરી. રાજેશ ખન્નાની હીરોઇન તરીકે એક ફિલ્મમાં કામ કરી ચુકેલી લૈલાનો આખો પરિવાર મુંબઇમાં ભેગો થયો. ખુબ શોપિંગ થઇ અને પછી સૌએ વિચાર્યુ કે થોડા દિવસ માટે ફાર્મ હાઉસ જઇને પાર્ટી કરીએ. 7 ફેબ્રુઆરીએ આખો પરિવાર બે એસયૂવી કારમાં ઇગતપુરી રવાના થયા. જ્યાં ગાડી ખુદ લૈલા ડ્રાઇવ કરી રહી હતી.

તેમાં સલીના અને લૈલાની બહેન હશમીનાની સાથે પરવેઝ પણ બેઠો. આ કારમાં એક લોંખડનો રોડ હતો જની વાત નીકળી તો પરવેઝે કહ્યું કે રસ્તામાં ક્યારેક જરૂર પડે તો. એટલે કોઇ આવી વસ્તુ જોડે રાખવી જોઇએ. અન્ય કારમાં લૈલાનો ભાઇ ઇમરાન અને બે બહેનો ઝારા અને રેશમા હતી.

સાંજ સુધી તમામ ફાર્મ હાઉસ પહોંચી ચુક્યા હતાં. પણ તમામ સફરનાં થાકેલા હોવાથી બીજા દિવસે પાર્ટી કરવાનું પ્લાનિંગ કર્યું. આ દિવસે ફક્ત મૌજ મસ્તી થઇ. ઘરનાં લોકો કેમેરાથી એકબીજાની તસવીરો ખેચતા રહ્યાં અને વીડિયો બનાવતા રહ્યાં. લૈલાએ તેની બે પર્શિયન બીલાડીઓ સાથે મસ્તી કરી. બીજી સાંજ સુધી પાર્ટીનું તમામ પ્લાનિંગ થઇ ગયુ અને બીજી તરફ આખો દિવસ પરવેઝે શાકિર સાથે મળીને કેટલિંક વાતો નક્કી કરી લીધી.

લાઉડ મ્યૂઝિક વાગતુ રહ્યું… જામ છલકતા રહ્યાં અને ખાવાનું પીવાનું ચાલતુ રહ્યું. મોડી રાત્રે એક વાગ્યા સુધી તમામ થાકીને પોત પોતાનાં રૂમમાં ચાલ્યા ગયા. સલીના અને પરવેઝ એક રૂમમાં હતાં જ્યાં બંનેએ સાથે દારૂ પીધો.

આ દરમિયાન પરવેઝે તેનાં મનમાં ચાલી રહેલી ગડમથલને નારાજગી સાથે સલીનાને કહીં. તેને દુબઇ કેમ નથી લઇ જઇ રહ્યાં. મારા ના પાડવાં છતા કેમ આસિફ સાથે આટલી અંતરંગતા તુ ધરાવે છે. આવા સવાલ પરવેઝે ગુસ્સામાં કહ્યાં તો સલીના પણ ભડકી ગઇ અને પરવેઝને ટોન્ટ મારવા લાગી અને જોર જોરથી ચીસો પાડવા લાગી.

બસ આ જ સમયે પહેલેથી તૈયારી કરી બેઠેલા પરવેઝ માટે ટ્રિગર બની ગયો. તેણે લોંખડનો રોડ સલીનાનાં માથા પર મારી દીધો. સલીન જોરદાર ચીસ પાડી અને પછી શઆંત થઇ ગઇ પણ સૌએ તેની તે ચીસ સાંભળી લીધી.

ઇમરાન અને ઝારા તેની મા સલીનાનાં રૂમ તરફ પહોચ્યા તો પાછળથી શઆકિરે ઇમરાનનાં માથા પર વાર કર્યો પરવેઝે ઝારાને તે જ લોંખડનાં રોડથી મારી. હવે બે ચીસ સાંભળીને લૈલા અને તેની બંને બહેનો ત્યાં પહોંચી. તો પરવેઝ અને શાકિરે મળીને તેમની ઉપર પણ હુમલો કર્યો અને તમામને મોતને ઘાટ ઉતારી દીધા. જે ફાર્મ હાઉસ પર થોડા સમય પહેલાં સુધી સંગીત રેલાતુ હતું હવે ત્યાં ચીસો બાદ લૈલા સહિત છ લાશ ખામોશ પડી હતી.

પરવેઝે એક ડ્રિંક બનાવ્યુ અને પીવા લાગ્યો. શાકિરે પુછ્યુ કે હવે લાશનું શું કરવું છે. પરવેઝે શાકિરની તરફ આશ્ચર્યની નજરે જોયું. થોડીવાર બાદ બંને ફાર્મ હાઉસની પાછળ ગયા અને ત્યાં તપાસ કરી કે કોઇ તેમને જોઇ શકે તેમ નથી ને.. તે બાદ બે ઉંડા ખાડા ખોદ્યા. પછી બંનેએ અંદર જઇને તમામ લાશને ચાદર અને ગાદલામાં લપેટ્યા. થોડુ ઘણું લોઇ જે અહીં ત્યાં પડ્યું હતું તેને સાફ કર્યુ. એક એક કરીને તમામ લાશને તે બે ખાડામાં નાખી દીધી.

બંને ખાડામાં ત્રણ ત્રણ લાશ નાખવા સમયે શરીર પરથી જે જ્વેલરી પડી તેને પણ ઉતાવડમાં ખાડામાં નાખી દીધી. અને બાદમાં આ ખાડાને ખુબજ સારી રીતે પુરી દીધો. તેમાં માટી ભરીને સાથે પથ્થર પણ એવી રીતે ભર્યા જેથી કોઇ જાનવર કોઇ પણ રીતે ખાડો ન ખોદી શકે. બંનેની હેવાનિયત આટલેથી ન અટકી. આ સમયે ફાર્મહાઉસમાં વીજળી ન હતી. તેથી જનરેટરમાંથી ડીઝલ કાઢીને ફાર્મ હાઉસનાં એક ભાગને બંનેએ બાળી નાખ્યો તેથી જો કોઇ પુરાવો હોય તો તે પણ નષ્ટ થઇ જાય.

પછી તુરંત જ બંને લૈલૈની એસયુવી લઇને પહેલાં મુંબઇ ગયા અને ઓશિવરાનાં મકાનમાં જઇ પહેલાં સાફ સફાઇ કરીને તમામ પુરાવા નષ્ટ કર્યા. તે બાદ બન્ને તે ગાડી લઇને જમ્મૂ ચાલ્યા ગયા. પરવેઝ જમ્મૂનો હતો તે પહેલાં ત્યાં જંગલોનો ઠેકેદાર તરીકે કામ કરતો હતો.

દોઢ વર્ષ બાદ ફાર્મ હાઉસે ઓક્યા કંકાલ

કોઇને કંઇજ ખબર ન હતી કે લૈલા અને તેનો આખો પરિવાર ક્યાં ગૂમ થયો. લૈલાનાં પહેલા પતિએ એખ મિસિંગ રિપોર્ટ જરૂર દાખલ કરાવી હતી જેની કાર્યવાહી દરમિયાન પરવેઝ સાથે પુછપરછ થઇ તો તેણે કહ્યું કે, તમામ દુબઇ ચાલ્યા ગયા તેનાંથી વધુ તેને કંઇ જ ખબર નથી.

પણ આ હત્યાકાંડનાં 17 મહિના બાદ જુલાઇ 2012નાં રોજ પરવેઝ જ્યારે એક છેતરપીંડીનાં કેસમાં પકડાયો તો તેની સાથે પુછપરછ થઇ અને તેણે આ સમયે તેનો ગુનો કબુલ્યો. લૈલા અને તેનાં આખા પરિવારને જીવથી મારી નાખ્યાનો ખુલાસો આ પુછપરછ દરમિયાન થયો.

પછી પરવેઝની જુબાની પર ઇગતપુરીનાં તે ફાર્મ હાઉસમાં જઇને તે કબર ખોદવામાં આવી તો તેમાંથી છ કંકાલ મળ્યા. તેની તપાસ કરવામાં આવી. આ દરમિયાન પરેવેઝે ઘણી વખત તેનાં નિવેદન બદલ્યા હતાં.

loading...