Stories

જબરદસ્ત હટકે છે આ પ્રજ્ઞાચક્ષુ દંપતિની લવસ્ટોરી, જુઓ Video

રંગો વગરનું જીવન કળવુ મુશ્કેલ છે, પરંતુ જેના જીવનમાં રંગ જ નથી એના જીવનને પણ રંગોથી ભરી દેવાની ઘટના એક…

રંગો વગરનું જીવન કળવુ મુશ્કેલ છે, પરંતુ જેના જીવનમાં રંગ જ નથી એના જીવનને પણ રંગોથી ભરી દેવાની ઘટના એક અનોખી વાત ગણાશે

રંગો વગરનું જીવન કળવુ મુશ્કેલ છે, પરંતુ જેના જીવનમાં રંગ જ નથી એના જીવનને પણ રંગોથી ભરી દેવાની ઘટના એક અનોખી વાત ગણાશે. નવસારીમાં આવા જ એક અનોખા લગ્ન જોવા મળ્યા. મુળ નવસારીના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા પારસ શાહ અને ચાંદની પટેલની મમ્મીઓ 10 વર્ષ અગાઉ સામાજિક પ્રસંગે એક બીજાને મળી હતી ત્યારે બંને વચ્ચેની વાતચીતમાં બંનેના બાળકો પ્રજ્ઞાચક્ષુ હોવાનું જાણ્યું હતું.

સંગીતપ્રેમી જોડી
અમેરિકાના કેલીફોર્નિયામાં સ્થાયી થયેલો પારસ શાહ એપલ કંપનીમાં બ્રેઇલલિપી વિભાગમાં મેનેજર તરીકે કાર્યરત છે. જ્યારે અમેરિકાના લોસ એન્જેલસમાં રહેતી ચાંદની પટેલ નોકરી કરે છે, પરંતુ ઘણી સારી ગાયિકા પણ છે. ચાંદનીએ અમેરિકામાં બોલિવૂડના જાણીતા સંગીતકારો હિમેશ રેશમિયા, એ.આર. રહેમાન તેમજ સોનુ નિગમ જેવા જાણીતા કલાકારો સાથે ગાયું પણ છે. પારસ પણ સંગીતમાં રૂચી ધરાવે છે અને ઘણા સારા તબલા વગાડે છે.

પરિવારની પહેલ
પારસ અને ચાંદનીની મમ્મીઓ 5 વર્ષ અગાઉ ફરી જ્યારે મળ્યા ત્યારે ચાંદનીની માતા રોશનીબહેને પારસ અને ચાંદનીની ટેલીફોનિક મુલાકાત કરાવી અને બંને એકબીજા સાથે વાત કરતા થયા તેમજ મિત્રો બન્યા. આ મિત્રતા આખરે પ્રેમમાં અને પ્રેમ પરિણય સુત્ર સુધી પહોંચ્યો હતો.પારસ અને ચાંદનીના લગ્નને પણ એમના પરિવારે અનોખા બનાવી સમાજમાં દિવ્યાંગોને સામાન્ય સમજી એમને પણ એમની ભાવનાઓને વ્યક્ત કરવાનો અને વિકસવાની તક આપવી જોઇએ. તેમણે જીવનના દરેક પ્રસંગોમાં પણ સામાન્ય જેવો જ વહેવાર કરવો જોઇએ એવો સંદેશ આપ્યો હતો.

Source: Zee news

loading...
Related Articles