Stories

વેકેશન એટલે ધમાલ અને જુની રમતો: એક ઝલક નાનપણની…

આપણે બધા નાના હતા તયારે કેવી અવનવી રમતો રમતા.જ્યાં સુધી થાકી ના જવાય ત્યાં સુધી રમતા.ઘરેથી જમવા બોલાવે તો પણ…

આપણે બધા નાના હતા તયારે કેવી અવનવી રમતો રમતા.જ્યાં સુધી થાકી ના જવાય ત્યાં સુધી રમતા.ઘરેથી જમવા બોલાવે તો પણ ના જતા એટલા આપણે રમતોમાં મશગુલ રહેતા.પરસેવો માથાથી લઈ પગ સુધી ના વછુટી જાય ત્યાં સુધી રમતોમાં આપણે તરબોર રહેતા.

 

વેકેશન શરુ થઈ ગયુ છે.બઘા લોકો અવનવી જગ્યાએ ફરવા જવાનું કે મામા-મામીના ઘરે જવાનું ગોઠવી રહયા હશે.ઘણાં લોકોએ તો અલગ-અલગ કોસઁમા પણ જવા નામ નોંધાવી દીધાં હશે.કોઈ અંગેજીના તો કોઈ કોમપુટરના કોસઁમા જવાનું હશે.

 

કોઈ પોતાના દોસ્તોને કારણે તો કોઈ પોતાના માતાપિતાના કારણે આવા સડી ગયેલા અને જ્યાં કંઈ શિખવવામા આવતું નથી ત્યાં જતા હશે.હા સાચી વાત છે.આ બધા કલાસીસમા કે કોસઁમા કંઈ શિખવવામા આવતું નથી.એના કરતા તો જેને કદી કોમપુટર વાપયુઁ નથી તેમને સારી સમજ પડે છે.

 

આપણે બધા આવાં છીએ.આપણા બાળકને શુ પસંદ છે તે નહિ આપણી શું પસંદ છે તે કરાવે. આપણે કદીપણ આપણા બાળકને પોતાની રીતે કશું કરવા નથી દેતા ને એટલે જ આપણું બાળક જિંદગીના દરેક પડાવ પરથી લપસી જાય છે.આપણને એમ લાગે છે કે મને બાળપણમા કદી સાયકલ ચલાવતા આવડી નહિ એટલે મારા બાળકને પણ નહિ આવડે.પણ એવું નથી તમે તેને થોડો સપેશ તો આપો પછી જુઓ તે કેવી સાયકલ હવામાં ઊડાડે છે.તેનાં પોતાના સપનાઓને આમ જ સર કરવા દો તેને થોડી સપેશ આપો જીવનમા પણ અને ભણતરમાં પણ.

 

આ તો થઈ બાળકોની વાતો પણ હવરે મારે કહેવું છે કે આજના બાળકો ટીવી,કોમપુટર,મોબાઈલ સિવાય પણ કંઈ ધંધો કરે છે કે નહિ.આજકાલના બાળકોને પહેલાની રમતો વિશે ખ્યાલ જ નથી. હશે તો તેઓને તે રમત રમતા નહિ આવડતી હોય યા તો તેમને બોરીંગ લાગતી હશે.

 

આજકાલના બાળકોને કોમપુટર અને મોબાઈલ સિવાય કંઈ નજરે પડતુ નથી.પહેલાની રમતો એટલે શારીરિક પરીબળ મેળવવાની ચાવી!

ચાલો થોડી પહેલાની રમતો વિશે જાણીએ.

 

ભમરડા

આ રમત નથી પણ પહેલાના બાળકો વચ્ચે ખેલાતુ એક રીતનુ ભયાનક યુદ્ધ છે.ભમરડાને દોરીથી બાંધી ફરાવવાની મજા જ કંઈક અલગ છે.ભમરડાને ફરાવીને હાથમાં લોવાની મજા તો એનાથી પણ અલગ મજા છે.જે આનંદ મળે છે ભમરડાને ફરાવવામા અને તેની રમત રમવામાં તે બીજી કોઈ રમતમાં નથી.

સોમ-મંગળ

સોમ મંગળ એટલે કોઈ વારનુ નામ નથી.સોમ મંગળ એક એવી રમત છે જેમાં શારીરિક રીતે બળ વાપરવું પડે છે.આ રમતમાં હાથ પર હાથ ચડાવીને બેસવામાં આવે છે અને બધા રમતવીરો તેના પરથી કુદે છે.જે કોઈ આ હાથે અડી જાય છે તે આઉટ થઈ જાય છે અને તેનો દાવ આવે છે.આ રમત રમવાની ખૂબ મજા પડે છે.

 

ગીલી-દંડો

ગીલી દંડો રમત રમવાની મજા જ કંઈક અલગ હોય છે. ગીલી અને દંડો રમત રમતા દરેક બાળકનુ જીગર બહાદુર બને છે.ગીલી અને દંડામાં દંડાથી ગીલીને મારવામા આવે છે.આ રમતમાં ખેલાડીયો વચ્ચે મારામારી પણ થઈ જાય છે.

 

આવી તો ઘણી રમતો છે જે વિશે આજકાલાના બાળકોને ખ્યાલ નથી.જેમકે લખોટી,સાપસીડી,ઓટલો રે ઓટલો, વગેરે આજકાલના બાળકોને આ આવી રમતોને રમવી જોઈએ અને પોતાના શારીરિક બળ ને મજબૂત બનાવે.

 

રમતો એટલે આપણા જીવનનું અમૂલ્ય સાધન.

રમો કુદો અને ખૂબ મજા કરો.

આવી જ બીજી ઘણી સારી પોસ્ટ વાંચવા માટે પેજ લાઈક કરો. ગમે તો શેયર જરૂર કરજો. #GujaratiFunda

 

loading...