Stories

ભૂતોનું ગામ : ૭૦૦ ગામોને લોકોએ કર્યા ખાલી…જાણો રહસ્ય…!

ઉત્તરાખંડમાં ઠંડીની સિઝનમાં કેદારનાથ, ગંગોત્રી અને યમુનત્રીના વિસ્તારોમાં વસતા લોકો ઓછી ઠંડીવાળા વિસ્તારમાં રહેવા જાય છે, ત્યારબાદ ઠંડીની સિઝન પછી…

Loading...

ઉત્તરાખંડમાં ઠંડીની સિઝનમાં કેદારનાથ, ગંગોત્રી અને યમુનત્રીના વિસ્તારોમાં વસતા લોકો ઓછી ઠંડીવાળા વિસ્તારમાં રહેવા જાય છે, ત્યારબાદ ઠંડીની સિઝન પછી તેઓ પાછા ગામમાં રહેવા જાય છે.

ઠંડીની સિઝન બાદ લોકો પરત ફરે છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી શિયાળા પછી પણ કેટલાક ગામોમાં લોકો પાછા ફર્યા નથી. લોકોને ગામ ખાલી કરવાનું કારણ પૂછતાં લોકો આ ગામને ભુતોનુ ગામ કહે છે, શું છે રહસ્ય જાણો આ અહેવાલમાં.

એક અહેવાલ મુજબ, કમિટીના ઉપાધ્યક્ષ એસ.એસ. નેગીએ જણાવ્યું હતું કે, અત્યારે 700 ગામ ખાલી છે, જેમાં અંદાજિત 1.19 લાખ લોકો ઘર છોડીને ગયા છે.

નેગીના જણાવ્યા મુજબ, 50 ટકા લોકોએ જીવન નિર્વાહ માટે ગામ છોડી દીધું છે. જેમાં અડધા લોકોએ ખરાબ આદતો અને સ્વાસ્થ્ય વ્યવસ્થાના કારણે ગામ છોડ્યું છે, અને હવે તેઓ ગામમાં પરત આવવા માંગતા નથી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેદ્ર રાવતે આ સમસ્તને લઈને જણાવ્યું હતું કે, અમારા ગામ ધીમે-ધીમે ખાલી થઇ રહ્યા છે. લોકો હંમેશના માટે પહાડો છોડી રહ્યા છે. આ સમસ્યા પર ધ્યાન આપવાની જરૂર છે.

મળતી માહિતી મુજબ, સ્થળાંતર કરનાર 70 ટકા લોકો રાજ્યમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે. મહત્વનું છે કે, ઉત્તરાખંડમાં આ ખાલી પડેલા ગામોને લોકો ભૂતોનુ ગામ કહે છે, અને વસવાટ કરવાની ચોખ્ખી ના પાડે છે.

ગૃહ મંત્રી રાજનાથસિંહે ગયા વર્ષે ઉત્તરાખંડના સરહદ પરના ગામોનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ગૃહ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, તેઓ જાણકારી મુજબ તમામ સમસ્યાનું નિવારણ લાવવા, અને લોકોની તમામ જરૂરિયાતો પુરી પાડશે, અને ગામોનો વિકાસ કરશે. જ્યારે આમાંથી કઈ પણ ન થતા લોકો ગામ છોડવા મજબુર થયા.

loading...