Stories

જાણો કોણ છે દિલીપ સાબવા જેણે હાર્દિકના જેલવાસ દરમ્યાન પાટીદારોના અનામત આંદોલન ને સજીવન રાખ્યું

ગુજરાત માં છેલ્લા ૩ વર્ષ થી ચાલી રહેલું પાટીદાર અનામત આંદોલન ઘણા ઉતારચઢાવ સાથે હજુ પણ શરુ છે, ત્યારે અમે…

ગુજરાત માં છેલ્લા ૩ વર્ષ થી ચાલી રહેલું પાટીદાર અનામત આંદોલન ઘણા ઉતારચઢાવ સાથે હજુ પણ શરુ છે, ત્યારે અમે એક ખેડૂત ના પુત્ર, શીક્ષક યુવાન કે જે હાર્દિક પટેલ નો પડછાયો બની ને હાલ પણ તેનો સાથ નિભાવી રહ્યા છે. અહી વાત કરી રહ્યા છીએ પાટીદાર સમાજ ના અનામત આંદોલન માટે પોતાની ૫૦૦૦૦ પગારની સરકારી નોકરી મુકીને સમાજ માટે સમય આપનાર દિલીપ સાબવા ની…
દિલીપ સાબવાએ ગામડે ગામડે લોકજાગૃતિ ના કાર્યક્રમો હાલ પણ કરે છે જેમાં સર્વ સમાજ ને લાભ થાય, સરકારી લાભો છેવાડા ના વ્યક્તિ સુધી પહોછે તે માટે પ્રયત્ન શીલ રહે છે, તેની એક જાંખી આપણે અહી જોઈશું જેમાં દિલીપ સાબ્વા ના લોકહિત ના કાર્યોને કંડારાયા છે.
અનામત આંદોલન ની શરૂઆત થી લઈને આજ દિન સુધી હાર્દિક ના વિશ્વાસુઓમાના એક એવા સાબ્વા સૌરાષ્ટ્રમાં આંદોલન નો ફેલાવો કરવામાં અગ્રેસર છે. અનામત આંદોલનની શરૂઆત થી જ સક્રિય રહેલા દિલીપ સાબવાએ બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ ના ગામડાઓ માં ઘુમીને યુવાનોમાં જોમ જુસ્સો ઠાલવીને આંદોલન ને જગાવી રાખવામાં સિંહફાળો આપ્યો છે.

હાર્દિક પટેલ જયારે ૯ મહિના જેલમાં રહ્યો ત્યારે સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓ માં સંગઠન પ્રભારી બનીને ૩ લાખ કિલોમીટર નો પ્રવાસ કરીને સંગઠન નું ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું. જેનું પરિણામ ભાજપ ને ૨૦૧૭ ની વિધાનસભામાં ભોગવવું પડ્યું, જેનો પૂર્ણ શ્રેય દિલીપ સાબવા ને જાય છે. કષ્ટભંજન દેવ માં નિષ્ઠા રાખનાર સાબ્વા ત્યાં માત્ર પાટીદારો જ નહી મુસ્લિમ સમાજ, કોળી સમાજ સહીત તમામ સમાજ માં ખ્યાતી ધરાવે છે.
આંદોલન ની શરૂઆત પહેલા પોતે શાળા માં શિક્ષક હતા, પોતાની શરુ નોકરી છોડીને સમાજ માટે પોતાની કોથાસુઝ, બોલવાની આવડત ને સમાજ ને આપવાનો નિર્ણય કર્યો. દિલીપ સાબવા હાલ માં પાસ નું ખોરવાયેલું સંગઠન ફરીથી બનાવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.
આવા અડગ યુવાન કે જે નાના યુવાનો થી માંડી વડીલોને સાથે રાખનાર વ્યક્તિ જો ધારાસભા, લોકસભા, રાજ્યસભામાં જઈને લોકોનો અવાજ બને તો દેશ અને રાજ્ય નું અને લોકોનું હિત થાય. આવા યુવાનો એ રાજનીતિમાં પ્રવેશીને લોકસેવાના કર્યો કરવા જોઈએ.

(Source : gujaratimasti )

loading...