Stories

ખોડલધામનો પ્રથમ પાટોત્સવ રદ્દ કેમ કરવામાં આવ્યો જાણો ?

રવિવારે સાંજે ભૂજ નજીક થયેલ અકસ્માતમાં જેતપુર તાલુકાના મોટાગુંદાળા ગામના ૯ પાટીદાર યુવકોના મોત થયા હતા. ત્યારે ખોડલધામ ટ્રસ્ટે મૃતક…

રવિવારે સાંજે ભૂજ નજીક થયેલ અકસ્માતમાં જેતપુર તાલુકાના મોટાગુંદાળા ગામના ૯ પાટીદાર યુવકોના મોત થયા હતા.
ત્યારે ખોડલધામ ટ્રસ્ટે મૃતક યુવકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. સાથે જ આગામી ૨૧ તારીખે ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યુ છે જે નિમિત્તે ભવ્ય પાટોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ આ ૯ પાટીદાર યુવકોના
મોતના શોકના કારણે પાટોત્સવ રદ્દ કરવામાં આવ્યો છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પ્રમુખ પરેશ ગજેરાએ તમામ મૃતક યુવકોના પરિવારજનોને હિમ્મત મળે અને યુવાનોના
આત્માને માં ખોડીયાર સદગતી આપે તેવી પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યુ હતું કે આ શોકના સમયમાં ૨૧ જાન્યુઆરીના રોજ પ્રથમ પાટોત્સવ યોજાનાર તમામ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. ગુંદાળા ગામના મૃતક નવ
યુવાનના પરિવારજનો અને પ્રાંસલામાં થયેલ આગની ઘટનામાં મોતને ભેટેલ ૩ દીકરીઓના પરિવારજનોને માતાજી હિમ્મત આપેશક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.
મહા આરતી અને ભવ્ય લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જોકે આ તમામ કાર્યક્રમો રદ્દ કરાયા છે.
બીજીબાજુ રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુ ગત રાત્રિએ મૃતક યુવકોના પરિવારજનોને
સાંત્વના આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે જાહેરાત કરી હતી કે ભોગ બનનાર તમામ
યુવકોના પરિવારજનો ખેડૂત હોવાથી તેમના પરિવારજનોને ખેડૂત આકસ્મિક વીમા યોજના
અંતર્ગત વળતર અપાશે.

(Source by : newsofgujarat )

 

loading...